ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે વિપુલ માત્રામાં માદક પદાર્થો મળી રહ્યા છે. ક્યાંક દારૂ તો કયાંક ચરસ કે ગાંજો પોલીસને હાથ લાગી રહ્યા છે. અમીરગઢ ચેકપોસ્ટ પર રાજસ્થાન તરફથી આવી રહેલી પંજાબ પાર્સિંગની ઈનોવા કારમાંથી મોટી માત્રામાં ચરસ નો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.
ઈનોવા કાર શંકાસ્પદ હાલતમાં જણાતાં પોલીસે તેને રોકી તલાશી લેતાં ચરસનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કારમાંથી ૩.૩૫૪ કિ.ગ્રા ચરસનો જથ્થો, કિ.રૂ.૫,૦૩,૧૦૦, મોબાઇલ નંગ-૧ કિ.રૂ.૧૦,૦૦૦, રોકડ રકમ રૂ.૨,૩૦૦ ઝડપી પડી છે. આ સાથે સુખપ્રિતસિંઘ ઉર્ફે સુખી સિકંદરસિંઘ પંજાબવાળાને ઝડપી કોવિડ ટેસ્ટ માટે મોકલી આપ્યો છે. પોલીસે ઇસમ સામે નાર્કોટીક્સ ડ્રગ્સ પદાર્થ અધિનિયમની કલમ ૮ (સી),૨૦ (બી) આઈ. આઈ. સી. મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અમીરગઢ ચેકપોસ્ટ પર વાહનચેકિંગ દરમ્યાન કારમાંથી ચરસનો જથ્થો મળી આવતાં હડકંપ મચી ગયો છે. ગઇકાલે બપોરના સમયે અમીરગઢ પોલીસની ટીમ ચેકપોસ્ટ પર વાહન ચેકિંગમાં હતી. આ દરમ્યાન એક શંકાસ્પદ ઇનોવા કાર આવતાં તેને રોકી તલાશી લેતાં બેગમાંથી ચરસનો જથ્થો મળી આવતાં ડ્રગ્સ હેરાફેરીનો ઘટસ્ફોટ થયો છે. જેને લઇ પોલીસે કુલ ૫.૧૫ લાખનો મુદ્દામાલ ઝડપી પાડી એક ઇસમ સામે ગુનો નોંધી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…
