Politics/ કોંગ્રેસનાં નેતાનાં ભાજપ પ્રવેશને લઇને આ શહેરમાં ભાજપમાં થયો ભડકો

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું ગમે ત્યારે એલાન ચૂંટણી પંચ દ્વારા કરી દેવામાં આવશે. રાજ્ય ચૂંટણીપંચની આજે(શનીવારે) સાંજે પ્રેસ કોન્ફરન્સ યોજી તારીખો જાહેર કરી દેશે તેવી શક્યતા જોવામાં આવી રહી છે.

Gujarat Vadodara
vdr 1 કોંગ્રેસનાં નેતાનાં ભાજપ પ્રવેશને લઇને આ શહેરમાં ભાજપમાં થયો ભડકો

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું ગમે ત્યારે એલાન ચૂંટણી પંચ દ્વારા કરી દેવામાં આવશે. રાજ્ય ચૂંટણીપંચની આજે(શનીવારે) સાંજે પ્રેસ કોન્ફરન્સ યોજી તારીખો જાહેર કરી દેશે તેવી શક્યતા જોવામાં આવી રહી છે. આગામી 21 ફેબ્રુઆરીએ પ્રથમ તબક્કાની ચૂંટણીની સંભાવના છે. પ્રથમ તબક્કામાં કોર્પોરેશન અને પાલિકાની ચૂંટણી યોજાઈ શકે છે. 28 ફેબ્રુઆરીએ બીજા તબક્કાની ચૂંટણીની શક્યતા જોવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં 6 કોર્પોરેશન, 31 પંચાયતની ચૂંટણી છે. 231 તાલુકા પંચાયત અને  80 પાલિકાની ચૂંટણી યોજાવવા જઇ રહી છે.

Ahmedabad: ડૉ. રણછોડ જ ‘રણ’ છોડીને ભાગ્યા, યુ.એન.મહેતાનાં ડાયરેક્ટરે ન લીધી વેક્સિન

Covid-19 goes viral through Gujarat BJP leadership | Ahmedabad News - Times of India

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ મુદ્દે પ્રદેશ ભાજપ સજ્જ જોવામાં આવી રહ્યું છે. ચૂંટણીઓ મુદ્દે કાર્યકર્તાઓની સેન્સ લેવાની પ્રક્રિયાનો પણ પ્રારંભ થઇ ચૂક્યો છે તેવુ કહી શકાય, મ.ન.પા.ની ચૂંટણીઓ માટે કાલથી વિધિવત રીતે સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ થશે. ત્રણ-ત્રણ નિરીક્ષકોની ટીમ મનપા વિસ્તારોમાં જશે, સાથે સાથે જિલ્લા પંચાયતો માટે પણ નિરીક્ષકોની ટીમ બનાવાઈ છે. બે તબક્કામાં રજૂઆતો સાંભળશે. બરોબર આવા જ સમયે વડોદરા શહેર ભાજપમાં વધુ એક ભડકો જોવામાં આવી રહ્યો છે.

પક્ષી જગત / ફરી કુદરતના ખોળે : કાળો પણ કામણગારો, નિર્ભય પોલીસ પટેલ – “કાળો કોશી”

chirag કોંગ્રેસનાં નેતાનાં ભાજપ પ્રવેશને લઇને આ શહેરમાં ભાજપમાં થયો ભડકો

વડોદરા શહેર ભાજપમાં વધુ એક ભડકો થવાનું કારણ છે. કોંગ્રેસનાં સિનિયર નેતાને ભાજપમાં પ્રવેશની વાત. આ વાતને લઇ વડોદરા ભજપમાં ભારે વિવાદ સર્જાયો હોવાનું સામે આવી રહ્યું છે. ભાજપનાં નારાજ કાર્યકરો, આગેવાનો પાર્ટી આ મામલે ભાજપનાં કાર્યાલય પહોંચ્યાં હતા. વોર્ડ.18 નાં કાર્યકરો દ્વારા ભાજપ કાર્યાલયે ભારે હોબાળો મચાવવામાં આવ્યો હતો.

નિમણુંક / CBI નાં નવા ડાયરેક્ટર માટે 6 દાવેદારો, ગુજરાત કેડરનાં બે ઓફિસર

List of Congress MLAs Elected to Gujarat Assembly: Names of All Winning Candidates in Gujarat Elections 2017 | India.com

આપને જણાવી દઇએ કે, જે કોંગ્રેસ નેતાની ભાજપમાં આવવાની વાતને લઇને વડોદરામાં હોબાળો જોવામાં આવ રહ્યો છે તે, કોંગ્રેસ નેતા ચિરાગ ઝવેરી છે. ચિરાગ ઝવેરીનાં ભાજપમાં પ્રવેશની અટકળો ચાલી રહી છે અને ચિરાગ ઝવેરીનાં સંભવિત ભાજપ પ્રવેશનો સ્થાનિક ભાજપ વિરોધ કરી રહ્યું છે.

જુઓ વિવાદ મામલાનો સમગ્ર વીડિયો અહેવાલ –

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…