રણનીતિ/ ગુજરાતમાં ભાજપ આગામી ચૂંટણી જીતવા માટે આ રણનીતિ અપનાવી શકે છે

ગુજરાતમાં જે રીતે ભાજપથી પાટીદાર સમાજ નારાજ છે તેને ધ્યાનમાં લઇને આગામી ચૂંટણીની રણનીતિ નક્કી કરવામાં આવશે

Top Stories
bjp 2 ગુજરાતમાં ભાજપ આગામી ચૂંટણી જીતવા માટે આ રણનીતિ અપનાવી શકે છે

ગુજરાતમાં  રાજકીય ભૂકંપ આવ્યો છે. ભાજપના નેતૃત્વ હેઠળની સરકારમાં મુખ્યમંત્રી પદેથી વિજય રૂપાણીએ એકાએક રાજીનામું આપી દીધું છે. હવે ગુજરાતના નવા મુખ્યમંત્રી કોણ બનશે તે અંગે અનેત તર્ક વિતર્ક પણ વહેતા થયા છે.આમાં ભાજપ ચૂંટણી જીતવા માટે કઇ રણનીતિ અપનાવશે તેની ચર્ચાએ જોર પક્ડ્યું છે. ગુજરાતમાં જે રીતે ભાજપથી પાટીદાર સમાજ નારાજ છે તેને ધ્યાનમાં લઇને આગામી ચૂંટણીની રણનીતિ નક્કી કરવામાં આવશે. રાજ્યમાં આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ મજબૂતી સાથે તેનો 150 પ્લસનો ટાર્ગેટ પરિપૂર્ણ કરવા માંગે છે.ગૃહમંત્રી અમિત શાહ આજે રાતે જ અમદાવાદ આવી રહ્યા છે ત્યારે ગુજરાતમાં આગામી સરકાર કેવી હશે તેની ફોર્મ્યુલાને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે.

હાલ કમલમમાં ચર્ચાનો દોર ચાલુ થઇ ગઇ છે  ત્યારે નવા CMની સાથે બે જુદા જુદા સમુદાયમાંથી નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવશે. ભાજપની અંદર જે ફોર્મ્યુલા ચાલી રહી છે તે અનુસાર પાટીદાર CMની સાથે એક OBC નાયબ મુખ્યમંત્રી જ્યારે બીજા DyCM SC અથવા ST સમાજના રાખવામાં આવે તેવી વિચારણા ચાલી રહી છે.

ઉલ્લેખનીય છે કે જાતિના ફેકટર પર હાલ આગામી ચૂંટણી જીતવાની રણનીતિ ભાજપની લાગી રહી છે. આ વખતે આમ આદમી પાર્ટી પણ રાજ્યમાં સક્રીય હોવાથી ગત ચૂંટણી જેવી પરિસ્થિતિ ના સર્જાય તે ધ્યાનમાં રાખીને 150 પ્લસનો ટાર્ગેટ પરિપૂર્ણ કરવા ભાજપે અત્યારથી જ રાજકીય સમીકરણનાં ચોકઠાં બેસાડવા કામે લાગી ગઇ છે.