Not Set/ વડાપ્રધાનના નિવાસ્થાને ભાજપની બેઠક સમાપ્ત,જે.પી.નડ્ડા સહિત રાષ્ટ્રીય નેતા સામેલ હતા

વડાપ્રધાન મોદીના નિવાસસ્થઆને બેઠક સમાપ્ત

Top Stories
bjp વડાપ્રધાનના નિવાસ્થાને ભાજપની બેઠક સમાપ્ત,જે.પી.નડ્ડા સહિત રાષ્ટ્રીય નેતા સામેલ હતા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નિવાસ્થાન પર રવિવારે રાત્રે ભારતીય જનતા પાર્ટીની મહત્વની બેઠક થઇ હતી.આ બેઠકમા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા સહિત પાર્ટીના રાષ્ટ્રીય મહા સચિવ પણ સામેલ હતા.સૂત્રોના જણાવ્યા અનુસાર પીએમ મોદી સાથે બેઠકમાં રાષ્ટ્રીય મહામંત્રી બીએલ સંતોષ અને અરૂણ સિંહ પણ સામેલ હતા.

આ બેઠક એવા સમયે થઇ છે કે જ્યારે ઉત્તરપ્રદેશમાં રાજકીય પરિસ્થિતિ ગરમ છે. રાષ્ટ્રીય મહામંત્રી બીએલ સંતોષ હમણાં જ ઉત્તરપ્રદેશના પ્વાસે ગયા હતા અને ત્યા તેઓ ધારાસભ્યો અને મંત્રિયોને મળ્યા હતાં.એવામાં આ બેઠક થતાં રાજકીય સમીકરણોની અટકળો વધી ગઇ છે .આ બેઠક અંગે ભારતીય જનતા પાર્ટીનુ કોઇ નિવેદન આવ્યું નથી. ભાજપના સંગઠનના જનરલ સેક્રેટરી બી.એલ. સંતોષના વિદાય બાદ હવે યુપી પ્રવાસ પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડા જશે. એવું માનવામાં આવે છે કે એક મહિના પછી એટલે કે જુલાઈમાં આ નેતાઓ મુલાકાત કરશે.

આ બંને નેતાઓ યુપીની મુલાકાત કરશે એટલે ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઇ જશે, યુપી વિધાનસભાની ચૂંટણી માટે પાર્ટીની એક્શન પ્લાનનો અંતિમ ડ્રાફ્ટ પણ તૈયાર કરશે, જેના આધારે પાર્ટી આગળ કામ કરશે. નોંધપાત્ર વાત એ છે કે, ફેબ્રુઆરી 2022 માં, પાંચ રાજ્યો ગોવા, મણિપુર, પંજાબ, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. તેમાંથી ભાજપે યુપીની ચૂંટણીને પોતાની પ્રાથમિકતામાં રાખી છે.