Not Set/ Mahendra Singh Dhoni ના ટ્વિટર એકાઉન્ટ પરથી બ્લૂ ટિક દૂર થયું જોકે થોડી કલાકોમાં પાછું મળ્યું

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી બ્લૂ ટિક દૂર થઇ ગયું છે.

Sports
Untitled 68 Mahendra Singh Dhoni ના ટ્વિટર એકાઉન્ટ પરથી બ્લૂ ટિક દૂર થયું જોકે થોડી કલાકોમાં પાછું મળ્યું

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી બ્લૂ ટિક દૂર થઇ ગયું છે. જેના કારણે એમ. એસ.ધોનીના ચાહકોમાં ટ્વિટર પ્રત્યે રોષ ભભૂકી ઉઠયો છે. એવી આશંકા જતાવવામાં આવી રહી છે કે ધોની છેલ્લા કેટલાક માસથી ટ્વિટર પર કઈ પોસ્ટ ન કરતા એટલે કે લાંબા સમયથી એક્ટિવ ન રહેતા ટ્વિટર દ્વારા બ્લુ ટિક હટાવવામાં આવ્યું છે.

જો કે ગણતરીના કલાકોમાં ટ્વિટરે આ બ્લ્યૂ ટિક પાછું પણ આપી દીધુ. જેવા મીડિયામાં ખબર આવ્યા કે ટ્વિટરે આ બ્લ્યૂ ટિક પાછું આપ્યું. ધોની ટ્વિટર પર ઓછા એક્ટિવ છે. એક કારણ એ પણ માનવામાં આવી રહ્યું છે. ટ્વિટર પર તેમના લગભગ 8.2 મિલિયન ફોલોઅર્સ છે. દિગ્ગજ પૂર્વ ક્રિકેટરે છેલ્લા 8 જાન્યુઆરીના રોજ ટ્વીટ કરી હતી. આ અગાઉ પણ આવા અનેક મામલા સામે આવ્યા છે જે જ્યારે કોઈ પોલીસીનો  ભંગ થાય કે પછી યૂઝર એક્ટિવ ન રહે તો ટ્વિટરે આ રીતે બ્લ્યૂ ટિક હટાવી છે અથવા તો એકાઉન્ટ સસ્પેન્ડ કર્યું છે.

Untitled 67 Mahendra Singh Dhoni ના ટ્વિટર એકાઉન્ટ પરથી બ્લૂ ટિક દૂર થયું જોકે થોડી કલાકોમાં પાછું મળ્યું

મહેન્દ્ર સિંહ ધોનીએ ગત વર્ષે 15મી ઓગસ્ટના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું છે. પોતાના આ નિર્ણયની જાહેરાત પણ ઈન્સ્ટાગ્રામ પર કરી હતી. ટ્વીટરની વાત કરીએ તો, ધોનીએ 20 ઓગસ્ટના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આભાર માનતા પત્રનો જવાબ ટ્વિટરના માધ્યમથી આપ્યો હતો. ત્યારબાદ સપ્ટેમ્બરમાં ભારતીય એરફોર્સને લઈ બે ટવીટ કર્યા હતા.