vadodra/ વડોદરાના દેણા ગામ પાસેથી ધો. 10ના વિદ્યાર્થીનો મૃતદેહ મળતા મચ્યો ચકચાર

વડોદરા શહેરમાં એક બાજુ કોરોના વાયરસના કેસો વધી રહ્યા છે અને અનેક લોકો આ સ્થિતિમાં પોતાના જીવ ગુમાવી રહ્યા છે, આ સમયમાં શહેરમાંથી એક વિદ્યાર્થીનો મૃતદેહ મળી આવ્યો છે, જેને લઈને ખળભળાટ મચી જવા પામ્યો છે..

Gujarat Vadodara
a 53 વડોદરાના દેણા ગામ પાસેથી ધો. 10ના વિદ્યાર્થીનો મૃતદેહ મળતા મચ્યો ચકચાર

વડોદરા શહેરમાં એક બાજુ કોરોના વાયરસના કેસો વધી રહ્યા છે અને અનેક લોકો આ સ્થિતિમાં પોતાના જીવ ગુમાવી રહ્યા છે, આ સમયમાં શહેરમાંથી એક વિદ્યાર્થીનો મૃતદેહ મળી આવ્યો છે, જેને લઈને ખળભળાટ મચી જવા પામ્યો છે.

મળતા અહેવાલ મુજબ, વડોદરાના દેણા ગામ પાસે અવાવરું જગ્યામાંથી ધોરણ 10ના વિદ્યાર્થીની લાશ મળી છે. આ પહેલા બુધવારે વિદ્યાર્થીઓ ગુમ થયા બાદ પરિવારજનોએ ભારે શોધખોળ કરી હતી, ત્યારબાદ આજે તેની લાશ મળી આવતા પરિવાર માથે આભ ફાટી પડ્યું હતું. આ મામલે તાલુકા પોલીસે હત્યાની આશંકા સેવી તે દિશામાં વધુ તપાસ હાથ છે.

આ ઘટના પર નજર કરીએ તો, વડોદરા જિલ્લાના દેણા ગામ પાસે અબે વિધાલયના ધોરણ 10 માં અભ્યાસ કરતા16 વર્ષીય કિશોર મૃતદેહ મળી આવ્યો છે. પ્રાથમિક તપાસમાં યુવક પાસેથી ડોક્યુમેન્ટ મળી આવતા મરનાર કિશોર નું નામ અકિત વિશાલ પ્રજાપતિ હોવાનું બહાર આવ્યું છે.

વહેલી સવારે દેણા ગામના લોકો એ મૃતદેહ જોતા પોલીસને જાણ કરી હતી. બનાવના પગલે પોલીસના ઉચ્ચ કક્ષાના અધિકારીઓ ઘટના સ્થળે પહોચ્યા હતા. અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી તલસ્પર્શી તપાસ હાથ ધરી છે. કિશોરના મૃતદેહ સંદર્ભે પોલીસે હત્યાની આશંકા સેવી તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

આપણે જણાવી દઈએ કે, બે મહિના અગાઉ દુમાડથી દેણા તરફ જવાના રસ્તા પર પાણી ભરેલા ખાડામાં દાંડિયા બજારના કાકાસાહેબના ટેકરાના ધર્મેશ ઉર્ફે બટકો સત્યનારાયણ કહારની લાશ ડી કમ્પોઝ હાલતમાં મળી હતી. તેના શરીર પર હથિયારના 10થી વધુ ઘા જોવા મળ્યા હતા. આ ગુનામાં પોલીસે તેના મિત્રોની ધરપકડ કરી હતી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…