Not Set/ અમદાવાદ/ સાઉથ બોપલમાં  કારમાંથી મળ્યો યુવકનો મૃતદેહ

કાર ચાલુ રાખીને ઊંઘી રહેલા યુવકનું મોત સાઉથ બોપલમાં વેજલપુરના યુવકનું થયું મોત કારમાં ગૂંગળામણના કારણે યુવકનું નીપજ્યું મોત પોલીસે યુવકની ડેડબોડીને પોસ્ટમોર્ટમ માટે મોકલી. અમદાવાદના સાઉથ બોપલ વિસ્તારમાંથી એક બંધ કારમાંથી યુવકની લાશ મળી આવી છે. બોપલના ઓર્ચીડ સેન્ટરમાં પાર્ક કરેલી કારમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર આ  યુવકનું નામ […]

Ahmedabad Gujarat
મૃતક 1 અમદાવાદ/ સાઉથ બોપલમાં  કારમાંથી મળ્યો યુવકનો મૃતદેહ
  • કાર ચાલુ રાખીને ઊંઘી રહેલા યુવકનું મોત
  • સાઉથ બોપલમાં વેજલપુરના યુવકનું થયું મોત
  • કારમાં ગૂંગળામણના કારણે યુવકનું નીપજ્યું મોત
  • પોલીસે યુવકની ડેડબોડીને પોસ્ટમોર્ટમ માટે મોકલી.

અમદાવાદના સાઉથ બોપલ વિસ્તારમાંથી એક બંધ કારમાંથી યુવકની લાશ મળી આવી છે. બોપલના ઓર્ચીડ સેન્ટરમાં પાર્ક કરેલી કારમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર આ  યુવકનું નામ ભાવેશ રબારી છે.

પ્રાથમિક તપાસમાં મૃતક ભાવેશ રબારી ખાનગી કાર ડ્રાઇવર હોવાનું સામે આવ્યું છે. અને બંધ કારમાં ગુંગળામણ ના કારણે મોત થયાનું જણાઈ રહ્યું છે.  ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોચી છે. અને યુવકની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે. અને આ યુવકનું મોત કયા કારણોસર થયું તે દિશામાં તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.