નિધન/ બોલિવૂડનાં આ અભિનેતાએ લીધો અંતિમ શ્વાસ, શોકમાં ડૂબી ઈન્ડસ્ટ્રી

બોલિવૂડ અભિનેતા, નિર્માતા અને અભિનેતા રાજીવ કપૂરનું નિધન થયું છે. રાજીવ કપૂર શોમૈન રાજ કપૂરનાં પુત્ર હતા. અહેવાલો અનુસાર, તેમની ઉંમર 58 વર્ષ હતી

Entertainment
PICTURE 4 106 બોલિવૂડનાં આ અભિનેતાએ લીધો અંતિમ શ્વાસ, શોકમાં ડૂબી ઈન્ડસ્ટ્રી

બોલિવૂડ અભિનેતા, નિર્માતા અને અભિનેતા રાજીવ કપૂરનું નિધન થયું છે. રાજીવ કપૂર શોમૈન રાજ કપૂરનાં પુત્ર હતા. અહેવાલો અનુસાર, તેમની ઉંમર 58 વર્ષ હતી. આપને જણાવી દઈએ કે, રાજીવ કપૂર ત્રણેય ભાઈઓ – રણધીર કપૂર અને ઋષિ કપૂરમાં સૌથી નાના હતા.

ટાઇમ્સ ઓફ ઈન્ડિયાનાં અહેવાલ મુજબ રાજીવ કપૂરને હાર્ટ એટેક આવ્યો હતો. આ પછી, તેમના ભાઈ રણધીર કપૂર તેમને ચેમ્બૂરની ઇનલેક હોસ્પિટલમાં લઈ ગયા હતા. રાજીવનાં મોટા ભાઈ અને અભિનેતા રણધીર કપૂરે અભિનેતાનાં મોતની પુષ્ટિ કરતાં કહ્યું કે, આજે મેં મારો સૌથી નાનો ભાઈ રાજીવ ગુમાવ્યો છે. ડોક્ટરે પૂરો પ્રયત્ન કર્યો પણ તેઓ તેને બચાવી ન શક્યા. જણાવી દઇએ કે, લોકો રાજીવ કપૂરને ‘રામ તેરી ગંગા મૈલી’ નાં અભિનેતા તરીકે ઓળખતા હતા.

રાજીવ કપૂરને ફિલ્મ ‘રામ તેરી ગંગા મૈલી’ માં પોતાના અભિનય માટે જાણીતા છે. આ સિવાય તે ફિલ્મ ‘એક જાન હૈ હમ’ માં પણ જોવા મળ્યા હતા. તેમણે ફિલ્મ ‘પ્રેમ ગ્રંથ’ નિર્દેશિત કરી હતી. આ ફિલ્મમાં તેમના ભાઈ ઋષિ કપૂર મુખ્ય ભૂમિકામાં હતા. આ સિવાય રાજીવ કપૂરે 1984 માં આવેલી ફિલ્મ આસમાન, લવર અને હમ તો ચલે પરદેસમાં પણ કામ કર્યું હતું. છેલ્લી વખત 1990 માં તે ફિલ્મમાં દેખાયા હતા. તે પછી તેમણે નિર્માતા અને દિગ્દર્શક તરીકે કામ કરવાનું શરૂ કર્યું.

Bollywood / હિના ખાનના આ કાતિલ અંદાજના ચાહકો કરી રહ્યા છે ખૂબ વખાણ, શું તમે જોયો?

Bollywood / ખેડૂતોને આતંકવાદી ગણાવતા કંગના સામે કર્ણાટકમાં પોલીસ ફરિયાદ દાખલ

Birthday / Happy birthday: અમૃતા સિંહના સૈફ અલી ખાન સાથે આ કારણે થયા હતા છૂટાછેડા

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ