Not Set/ બોમ્બે હાઈકોર્ટ તરફથી વિજય માલ્યાને મોટી ફટકાર, સંપત્તિની જપ્તીને લઇને સંભળાવ્યો આ આદેશ

દેશનાં નાણાં લઇને ભાગી ગયેલા વિજય માલ્યાની સંપત્તિને લઇને બોમ્બે હાઈકોર્ટે તેને એક મોટો ફટકો આપ્યો છે. બોમ્બે હાઈકોર્ટે એક એવી અરજીને ફગાવી દીધી છે જે ભાગેડૂ વિજય માલ્યાની સંપત્તિની જપ્તીને પ્રતિબંધિત કરે છે. વિજય માલ્યાએ સરકારી એજન્સીઓને તેમની મિલકત કબજે કરવાની પ્રક્રિયા અટકાવવાની માંગ કરી હતી. બોમ્બે હાઇકોર્ટે વિજય માલ્યાને કોઈ પણ રાહત આપવાનો […]

Top Stories India
Vijay Mallya AP e1565265088419 બોમ્બે હાઈકોર્ટ તરફથી વિજય માલ્યાને મોટી ફટકાર, સંપત્તિની જપ્તીને લઇને સંભળાવ્યો આ આદેશ

દેશનાં નાણાં લઇને ભાગી ગયેલા વિજય માલ્યાની સંપત્તિને લઇને બોમ્બે હાઈકોર્ટે તેને એક મોટો ફટકો આપ્યો છે. બોમ્બે હાઈકોર્ટે એક એવી અરજીને ફગાવી દીધી છે જે ભાગેડૂ વિજય માલ્યાની સંપત્તિની જપ્તીને પ્રતિબંધિત કરે છે. વિજય માલ્યાએ સરકારી એજન્સીઓને તેમની મિલકત કબજે કરવાની પ્રક્રિયા અટકાવવાની માંગ કરી હતી. બોમ્બે હાઇકોર્ટે વિજય માલ્યાને કોઈ પણ રાહત આપવાનો ઇનકાર કર્યો હતો.

માલ્યાએ 5 જાન્યુઆરીનાં રોજ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) કોર્ટનાં એક આદેશને હાઈકોર્ટમાં પડકાર આપ્યો હતો, જેમાં એફઇઓ એક્ટ હેઠળ એક ભ્રષ્ટ આર્થિક દોષી જાહેર કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. એક્ટની જોગવાઈઓ અનુસાર, વ્યકિતને ભાગેડૂ જાહેર કર્યા પછી, તેમની મિલકત ફરિયાદ એજન્સી, ઇડી (ઇડી) દ્વારા જપ્ત કરી શકાય છે.

આ પહેલા 2 જૂલાઈનાં રોજ લંડનનાં રોયલ કોર્ટ ઓફ જસ્ટીસે વિજય માલ્યાનાં પ્રત્યાર્પણનાં વિરૂદ્ધની અરજી મંજૂર કરી હતી. વિજય માલ્યાએ બ્રિટનમાં થોડો સમય વધારે રહેવાની માંગ પર અરજી દાખલ કરી હતી.

જો કોર્ટ માલ્યાને અપીલ કરવાની મંજૂરી ન આપતી, તો તેનું ભારત આવવાનું નિશ્ચિત જ હતુ, પરંતુ કોર્ટનાં નિર્ણય દ્વારા તપાસ એજન્સીઓનાં પ્રયાસોને અસર થઈ છે, જે સતત તેને ભારતમાં લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. કોર્ટથી રાહત મેળવ્યા બાદ, વિજય માલ્યાએ ટ્વિટ કર્યું હતું કે, “કિંગફિશર એરલાઇન્સને પૈસા આપનાર બેંકોને પરત વળતર આપવાનું હું ફરી એકવાર મારા પ્રસ્તાવનું પુનરાવર્તન કરું છું.”

વિજય માલ્યાએ એમ પણ કહ્યું કે બાકી રાશિની સાથે, હું કર્મચારીઓ અને અન્ય લેણદારોને પૈસા આપી જીવનમાં આગળ વધવા માંગી રહ્યો છું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન