ગુજરાત/ પાણી પુરવઠા વિભાગનાં “મક્કમ સરકાર અડીખમ વિકાસગાથા” પુસ્તકનું વિમોચન કરાયું

રાજ્યના ગ્રામીણ વિસ્તારોના ૯૬ ટકાથી વધુ ઘરોમાં નળ જોડાણ સંપન્ન. ૧૦ મહિનાના ટૂંકા ગાળામાં ૫૨૧૮ ગામોના ૭.૭૦ લાખ ઘરોને નળ જોડાણ આપવામાં આવ્યા.

Top Stories Gujarat Others
પુસ્તક વિમોચન

રાજ્યની વિકાસગાથાને આગળ ધપાવતાં આ સમયગાળા દરમિયાન પાણી પુરવઠા અને જળસંપતિ મંત્રી  ઋષિકેશ પટેલના સબળ નેતૃત્વ અને મંત્રી  જીતુ ચૌધરીના સીધા માર્ગદર્શન હેઠળ વિભાગ દ્વારા કરવામાં આવેલી કામગીરીની ઝાંખી રજૂ કરતા “મક્કમ નિર્ધાર , અડીખમ વિકાસગાથા” પુસ્તકનું મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના હસ્તે  આજરોજ  વિમોચન કરવામાં આવ્યું હતુ.

સ્વર્ણિમ સંકુલમાં આયોજિત પુસ્તિકા વિમોચન કાર્યક્રમમાં રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી , રાજ્યકક્ષાના મંત્રી , મુખ્ય સચિવ  પંકજકુમાર સહિત વરિષ્ઠ સચિવઓ ઉપસ્થિત રહ્યા હતા. પાણી પુરવઠા વિભાગ દ્વારા તૈયાર કરાયેલ આ પુસ્તકમાં ગુજરાતમાં થયેલ જળક્રાંતિની વિગતો જેમાં રાજ્યના ગ્રામીણ વિસ્તારોના ૯૬ ટકા કરતા પણ વધારે ઘરોમાં નળ જોડાણ સંપન્ન થયું. જેમાં ખાસ કરીને ૧૦ મહિનાના ટૂંકા ગાળામાં પાણી પુરવઠા વિભાગે યુધ્ધના ઘોરણે કામગીરી કરીને ૫૨૧૮ ગામોના ૭.૭૦ લાખ ઘરોને નળ જોડાણ થી જોડ્યા છે.

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની સરકારના દસ માસના સમયગાળામાં મંત્રી  ઋષિકેશ પટેલ અને રાજ્ય મંત્રી  જીતુ ચૌધરીના સક્ષમ નેતૃત્વ અને સંકલનના પરિણામે કુલ રૂ. ૨૧૯૮.૯૨ કરોડના વિકાસ પ્રકલ્પો અને યોજનાકીય કાર્યોનું લોકાર્પણ સંપન્ન કરવામાં આવ્યું. જેમાં અસ્ટોલ, DDSA જેવી મહત્વની યોજનાઓનો પણ સમાવેશ થાય છે.  તદ્ઉપરાંત આ સમયગાળામાં રૂ. ૨૧૮૯.૮૬ કરોડની યોજનાકીય કાર્યોનું ખાતમૂહુર્ત અને રૂ. ૧૦૮૪.૭૪ કરોડના કાર્યોનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે. જેની સમગ્રતયા વિગતો આ પુસ્તકમાં સમાવિષ્ટ  છે.

વિમોચન

પાણીપુરવઠા વિભાગ દ્વારા 10 માસમાં રૂ. 5284 કરોડના ટેન્ડરને મંજૂરી આપવામાં આવી છે. જ્યારે રૂ. ૫૮૯૧ કરોડની ૧૦૪ યોજનાઓને વહીવટી મંજૂરી આપવામાં આવી છે. વાસ્મો યોજના અંતર્ગત 1069 યોજનાઓને મંજૂરી આપવામાં આવી છે જેનો અંદાજીત ખર્ચ રૂ. 1064 કરોડ છે.  ગુજરાતના આદિજાતી વિસ્તારોમાં મહત્વકાંક્ષી યોજના એટલે અસ્ટોલ અને DDSA( દક્ષિણ દાહોદ સધર્ન એરિયા) જુથ પાણી પુરવઠા યોજનાની વિગતોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

અત્રે નોંધનીય છે કે, વડાપ્રધાનના વરદ હસ્તે ૪.૫ લાખ લાભાર્થીઓને લાભાન્વિત કરતી અસ્ટોલ જુથ પાણી પુરવઠા યોજના રૂ. ૫૮૬ કરોડના ખર્ચે દાહોદ અને છોટાઉદેપુર જિલ્લાના ૩૪૩ ગામો , ૨ શહેર અને ૧૩૮૯ ફળિયાઓને પીવાલાયક પાણી પહોંચાડતી DDSA( દક્ષિણ દાહોદ સધર્ન એરિયા)  યોજના રૂ. ૮૪૦ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવી છે. પાણી પુરવઠા વિભાગના આ પુસ્તકમાં પાણી પુરવઠા વિભાગના કાર્યો, સંસાધનો અને આયોજનનું સર્વગ્રાહી વ્યવસ્થાપન કરવા તથા માનવ સંશાધનો, ફરીયાદ નિવારણ, ફાયનાન્સ અને સ્ટોર ઇન્વેન્ટરીનું મોનીટરીંગ થાય અને  જલ જીવન મિશનના કાર્યો પૂર્ણ કરતા તેમજ સતત મોનીટરીંગ થાય તે માટે તૈયાર કરાયેલ E.R.P.  સોફ્ટવેરની કામગીરી પણ દર્શાવવામાં આવી છે.

આ પણ વાંચો : જીવનમાં છત માટે મહેનત થાય છે છતાંય છત વગરનાં મકાનમાં જીવન કાઢવું પડે ત્યારે….