ગુજરાત/ સુરેન્દ્રનગર સહિત 3 પાલિકામાં સ્ટ્રીટ લાઇટનું રૂ. 35.62 કરોડનું બિલ બાકી , વિજ જોડાણ કાપવાની નોટીસ ફટકારાતા દોડધ

સુરેન્દ્રનગર- દુધરેજ-વઢવાણ સંયુકત નગરપાલિકા, થાનગઢ નગરપાલિકા અને ચોટીલા નગરપાલીકાના સ્ટ્રીટલાઈટના 202 કનેકશનના વિજબીલની રૂા.35.62 કરોડની રકમ બાકી

Gujarat
Untitled 68 સુરેન્દ્રનગર સહિત 3 પાલિકામાં સ્ટ્રીટ લાઇટનું રૂ. 35.62 કરોડનું બિલ બાકી , વિજ જોડાણ કાપવાની નોટીસ ફટકારાતા દોડધ

સુરેન્દ્રનગર જિલ્લાની નગરપાલિકાઓ અને ગ્રામપંચાયતો પાસે આવકના તગડા સ્ત્રોત હોવા છતાં સ્ટ્રીટલાઈટોના બિલ ભરવામાં ઘોર બેદરકારી દાખવવામાં આવતી હોવાથી કનેકશન કપાઈ જવાની અને આમ જનતાને અંધારામાં ઠેબા ખાવા પડે તેવી દહેશત સર્જાય છે. પ.ગુ.વિજ કંપનીની પેટા વિભાગીય કચેરીઓ દ્વારા જિલ્લાની ત્રણ નગરપાલીકાઓની રૂ. 35.62 કરોડની બાકી વિજ બીલને લઇ નોટીસો ફટકારીને સ્ટ્રીટલાઈટના વિજ બીલ ભરવા તાકિદ કરી છે. જો વિજ બીલ તત્કાલ ભરપાઈ કરવામાં ન આવે તો સ્ટ્રીટલાઈટના કનેકશન કાપી નાંખવા ચીમકી આપી હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચો:ગુજરાત / પ્રજાસત્તાક દિવસની પરેડમાં આ વખતે ગુજરાતની ઝાંખી કેવી હશે, આવો જાણીએ

સુરેન્દ્રનગર- દુધરેજ-વઢવાણ સંયુકત નગરપાલિકા, થાનગઢ નગરપાલિકા અને ચોટીલા નગરપાલીકાના સ્ટ્રીટલાઈટના 202 કનેકશનના વિજબીલની રૂા.35.62 કરોડની રકમ બાકી છે. પ.ગુ.વિજ કંપનીની પેટા વિભાગીય કચેરીઓ દ્વારા ત્રણેય નગરપાલીકાઓને નોટીસ ફટકારીને બાકી રકમ સાત દિવસોમાં ભરવામાં ન આવે તો સ્ટ્રીટ લાઈટના કનેકશન કાપી નાંખવાની ચીમકી આપવામાં આવી છે. સાત દિવસની મુદત પુરી થઈ જવા છતાં નગરપાલીકાઓ દ્વારા રકમ ભરવામાં આવી નથી. કે કોઈ જવાબ રજુ કરવામાં આવ્યો નથી. તેથી શહેરી વિસ્તારોમાં ગમે ત્યારે અંધારા પથરાઈ જવાની શકયતા નકારી શકાતી નથી.

આ પણ વાંચો:ગુજરાત / પ્રજાસત્તાક દિવસની પરેડમાં આ વખતે ગુજરાતની ઝાંખી કેવી હશે, આવો જાણીએ

આ અંગે અનુભવી અને જાણકાર લોકોનું કહેવુ છે કે, નગરપાલીકાઓ અને ગ્રામપંચાયતોને સરકાર તરફથી મસ મોટી ગ્રાન્ટો આપવામાં આવે છે. ઉપરાંત પાલિકા પંચાયતો પાસે કરવેરાની તગડી આવક થાય છે. આવકના તગડા સ્ત્રોત હોવા છતાં સ્ટ્રીટલાઈટના બીલ ભરવામાં ઠાગા ઠૈયા કેમ થાય છે? હંમેશા સ્ટ્રીટ લાઈટના કનેકશન કપાઈ જવાની દહેશત સર્જાય ત્યારે જ તંત્ર વાહકો દ્વારા બાકી બિલની થોડી રકમ કેમ ભરવામાં આવે છે ? શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં સ્ટ્રીટ લાઈટના કનેકશન કપાઈ જશે અને અંધારા પથરાઈ જશે તો આમ જનતાને જ પરેશાની વેઠવી પડશે.