Political/ ટિકિટ ન મળતા BSP નેતા ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગ્યા

BSP તરફથી કથિત ટિકિટનાંં દાવેદાર હોવાના નેતાએ પાર્ટી પર ગંભીર આરોપો લગાવ્યા છે. બસપા નેતા અરશદ રાણાએ પાર્ટી પર ટિકિટનાં બદલામાં 50 લાખ રૂપિયાની માંગ કરવાનો આરોપ લગાવ્યો છે.

Top Stories India
BSP Leader Cry

BSP તરફથી કથિત ટિકિટનાંં દાવેદાર હોવાના નેતાએ પાર્ટી પર ગંભીર આરોપો લગાવ્યા છે. બસપા નેતા અરશદ રાણાએ પાર્ટી પર ટિકિટનાં બદલામાં 50 લાખ રૂપિયાની માંગ કરવાનો આરોપ લગાવ્યો છે. જણાવી દઈએ કે, આગામી મહિનાથી યુપીમાં સાત તબક્કામાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. આ પહેલા તમામ પાર્ટીઓ પોતાના ઉમેદવારોનાં નામની જાહેરાત કરી રહી છે. આ દરમિયાન બસપાનાં એક નેતાએ ટિકિટ ન મળવા પર પાર્ટી પર મોટા આરોપો લગાવ્યો છે. અરશદ રાણાનો એક રડતો વીડિયો સામે આવ્યો હતો જેમાં તે ટિકિટ ન મળવાથી ખૂબ જ નારાજ જોવા મળ્યા હતા.

BSP નેતા અરશદ રાણાએ કહ્યું, “હું 24 વર્ષથી કામ કરી રહ્યો છું; 2018 (2022 UP ચૂંટણી માટે) ચરથવાલ સીટ પરથી ઔપચારિક રીતે ઉમેદવાર જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારથી પાર્ટીનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, કોઈ યોગ્ય જવાબ મળ્યો નથી.” તેમણે વધુમાં ઉમેર્યું કે, “રૂ. 50 લાખની વ્યવસ્થા કરવા કહ્યું છે… મેં લગભગ રૂ. 4.5 લાખ ચૂકવી દીધા છે.” જણાવી દઇએ કે, ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત સાથે, પાર્ટીની ટિકિટને લઈને ઝઘડો અને ડ્રામા પણ શરૂ થઈ ગયો છે. મુઝફ્ફરનગરની ચરથવલ બેઠક પરથી ટિકિટ ન મળવાથી નારાજ બહુજન સમાજ પાર્ટી (BSP)નાં નેતા અરશદ રાણા શહેર કોતવાલીમાં રડતા જોવા મળ્યા હતા. પોલીસની સામે રડતા અરશદ રાણાએ આરોપ લગાવ્યો કે પાર્ટીના એક વરિષ્ઠ નેતાએ બે વર્ષ પહેલા ટિકિટ માટે 67 લાખ રૂપિયાની માંગણી કરી હતી, પરંતુ તેમની જાણ વગર તેમની ટિકિટ કાપવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, ચરથવલ વિધાનસભા ક્ષેત્રના દાધેડુ ગામના રહેવાસી અરશદ રાણા લાંબા સમયથી બસપામાં સક્રિય છે. તેમની પત્નીએ પણ BSP તરફથી જિલ્લા પંચાયત સભ્ય પદ માટે ચૂંટણી લડી હતી. રાણા પાર્ટીની ટિકિટ મળવાની આશા સાથે ચરથવલ સીટ પરથી બીએસપી તરફથી ચૂંટણી લડવા માટે ઘણા સમયથી તૈયારી કરી રહ્યા હતા. જો કે, એક દિવસ પહેલા બીએસપી સુપ્રીમો માયાવતીએ ટ્વીટ કરીને માહિતી આપી હતી કે પાર્ટીએ સલમાન સઈદને ચરથવલ વિધાનસભા બેઠક પરથી ઉતાર્યા છે. સલમાન સઈદ પૂર્વ ગૃહ રાજ્ય મંત્રી અને કોંગ્રેસ નેતા સૈયદુઝમાનનો પુત્ર છે. આ જાહેરાતથી ચોંકી ઉઠેલા રાણાએ ફેસબુક પર પોતાની અગ્નિપરીક્ષા વિશે લખ્યું અને બાદમાં પોતાના સમર્થકો સાથે શહેર કોતવાલી પહોંચ્યા. તેમણે કહ્યું કે પાર્ટીના નેતાઓએ તેમનો તમાશો કર્યો અને તેમના પૈસા પાછા માંગ્યા.