કાર્યવાહી/ આ મામલે અભિનેત્રી રકુલ પ્રીત સિંહ સહિત આ સેલેબ્સને EDનું તેડું, જાણો ક્યારે કરવામાં આવશે પૂછપરછ

રકુલ પ્રીત સિંહ, રાણા દગ્ગુબાતી અને 10 કલાકારોને પૂછપરછ માટે બોલાવ્યા છે. મીડિયા રિપોર્ટ અનુસાર, રકુલ 6 સપ્ટેમ્બરે ED સમક્ષ હાજર થવાની છે,

Entertainment
રકુલ પ્રીત સિંહ

4 વર્ષ જૂના કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે રકુલ પ્રીત સિંહ, રાણા દગ્ગુબાતી અને 10 કલાકારોને પૂછપરછ માટે બોલાવ્યા છે. મીડિયા રિપોર્ટ અનુસાર, રકુલ 6 સપ્ટેમ્બરે ED સમક્ષ હાજર થવાની છે, જ્યારે રાણા દગ્ગુબાતીની 8 સપ્ટેમ્બરે પૂછપરછ કરવામાં આવશે. એક અનુસાર, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ડ્રગ્સની દાણચોરીના સંબંધમાં અનેક હસ્તીઓને સમન્સ પાઠવ્યા છે. રકુલ પ્રીત સિંહ અને રાણા દગ્ગુબાતી જેવા બોલિવૂડ કલાકારો ઉપરાંત રવિ તેજા, ચાર્મી કૌર અને દિગ્દર્શક પુરી જગન્નાથ જેવા ટોલીવૂડ સેલેબ્સને પણ એજન્સી સમક્ષ હાજર થવાનું કહેવામાં આવ્યું છે.

આ પણ વાંચો : સર્જરી થતાં જ અભિષેક બચ્ચન કામ પર પાછા ફર્યા, શેર કરી આ પોસ્ટ …

સમાચાર અનુસાર, તમામ સેલેબ્સે 2 થી 22 સપ્ટેમ્બર સુધી તપાસ એજન્સી સમક્ષ હાજર રહેવું પડશે. રવિ તેજાને 9 સપ્ટેમ્બરે એજન્સી સમક્ષ અને 15 નવેમ્બરે મુમૈત ખાનને હાજર થવા માટે કહેવામાં આવ્યું છે. આ ચાર વર્ષ જૂની વાત છે. પછી, પુરાવાના અભાવે, આબકારી વિભાગની વિશેષ તપાસ ટીમ (SIT) એ કલાકારો વિરુદ્ધ કાર્યવાહી કરી ન હતી અને ચાર્જશીટ દાખલ કરી ન હતી.

શું છે ડ્રગ્સ મામલો

2017 માં તેલંગાણાના આબકારી અને નશાબંધી વિભાગે 30 લાખના ડ્રગ્સને ઝડપી પાડ્યું હતું. આ કેસમાં કુલ પ્રીત સિંહ, રારણા દગ્ગુબાતી સહિત બીજા 10 કલાકારોના નામ ખૂલ્યા હતા. આબકારી વિભાગે ડ્રગ્સ જપ્ત કરીને 12 કેસ દાખલ ક ર્યાં હતા. ડ્રગ તસ્કરોની સામે 11 કેસોમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.

આ પણ વાંચો :અક્ષય કુમારે સેટ પરથી કર્યો શાહરુખ ખાનને ફોન, જુઓ પછી શું થયું

આ કેસ અંગે માહિતી આપતાં ઇડીના એક અધિકારીનું કહેવુ છે કે તેલંગાણા એક્સાઇઝ એન્ડ પ્રોહિબિશન ડિપાર્ટમેન્ટ એ 12 કેસ નોંધ્યા છે અને 11 ચાર્જશીટ ફાઇલ કરી છે. એ સમયે આશરે આઠ ડ્રગ ટ્રાફિકર્સના નામ ચાર્જશીટમાં સામેલ થયા હતા. આ કેસમાં જ્યાં સુધી પૂરાવા નથી મળતાં ત્યાં સુધી સેલિબ્રિટિઝને સાક્ષી તરીકે ગણવામાં આવશે. એમના નામ કેસની તપાસ દરમિયાન સામે આવ્યા હતા.

બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં ડ્રગ્સ મામલે અનેક નવી જાણકારીઓ સામે આવી રહી છે. ત્યાં જ આ વચ્ચે એનસીબી (NCB)એ પોતાની તપાસ સઘન કરી છે. જે હેઠળ એજન્સીએ આ પહેલા પણ અનેક સેલેબ્રિટીની તપાસ કરી ચૂકી છે. જેમાં દિપિકા પાદુકોણ, સારા અલી ખાન, શ્રદ્ધા કપુર અને રકુલપ્રિત સિંહ, ભારતીસિંહ તથા  જેવી બોલિવૂડ અભિનેત્રીઓના નામ પણ સામેલ થઈ ચૂક્યા છે.

આ પણ વાંચો : ફિલ્મ રાવણ લીલાનું પોસ્ટર થયું રિલીઝ , જાણીલો તેમની તેમની રિલીઝ ડેટ

આ પણ વાંચો :અભિનેત્રીના ચાર સંબંધીઓએ તાલિબાનના ગોળીબારને કારણે જીવ ગુમાવ્યો,એક પોસ્ટ લખીને પોતાને નસીબદાર ગણાવી