Entertainment/ જો તમે પણ છો સસ્પેન્સ અને થ્રિલર ફિલ્મોના રસીયા તો આ મૂવીઝ તમારા માટે જ છે

સસ્પેન્સ અને થ્રિલરવાળી ફિલ્મોના ચાહકોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. આ ફિલ્મો દર્શકોને વિચારવા મજબૂર કરે છે, થ્રિલર મૂવીઝ અને સિરીઝ પ્રેક્ષકોને એવા મુકામે મુકે છે જ્યાં તમે વિચારવા સિવાય બીજું કશું કરી શકતા નથી

Trending Entertainment
11 6 જો તમે પણ છો સસ્પેન્સ અને થ્રિલર ફિલ્મોના રસીયા તો આ મૂવીઝ તમારા માટે જ છે

સસ્પેન્સ અને થ્રિલરવાળી ફિલ્મોના ચાહકોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. આ ફિલ્મો દર્શકોને વિચારવા મજબૂર કરે છે. થ્રિલર મૂવીઝ અને સિરીઝ પ્રેક્ષકોને એવા મુકામે મુકે છે જ્યાં તમે વિચારવા સિવાય બીજું કશું કરી શકતા નથી. જો તમે પણ એવા લોકોમાંથી એક છો જેમને થ્રિલર મૂવી જોવાનું પસંદ છે, તો અહીં છે કેટલીક શ્રેષ્ઠ થ્રિલર મનોવૈજ્ઞાનિક મૂવીઝ અને સિરીઝની યાદી.

શટર આઈલેન્ડઃ આ ફિલ્મ વર્ષ 2010માં રીલિઝ થઈ હતી, જેને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી. આ ફિલ્મમાં માર્ક રફાલો, એમિલી મોર્ટિમર અને લિયોનાર્ડો ડી કેપ્રિયો મુખ્ય ભૂમિકામાં છે.

ડાર્ક: આ 3-સીઝનનો જર્મન શો તમને હંમેશા સ્ક્રીન પર ચોંટાડી રાખશે. આ શ્રેણીને IMDB પર 8.8 રેટિંગ મળ્યું છે.

હેનીબલઃ તમને ચોક્કસ ક્રાઈમ, ડ્રામા અને થ્રિલરથી ભરેલો આ શો ગમશે. આ શોને IMDb પર 8.5 રેટિંગ મળ્યા છે.

જોકરઃ આ શાનદાર થ્રિલર ફિલ્મના ખૂબ વખાણ થયા છે. અપમાનિત થયેલો માણસ. બદલો લેવા માટે તે ગુનાનો આશરો લે છે. જો તમે હજુ સુધી આ ફિલ્મ જોઈ નથી, તો જલ્દી કરો.

ગોન ગર્લઃ ફિલ્મની વાર્તા એક કપલનું જીવન દર્શાવે છે. જ્યારે સામાન્ય માણસની પત્ની ગુમ થાય છે, ત્યારે તે તેને શોધવા માટે કેટલી હદે જાય છે? તમને આ ફિલ્મ ચોક્કસ ગમશે.