Covid-19/ ભારત સહિત સમગ્ર દુનિયામાં કોરોનાનાં વધતા કેસ વધારી રહ્યા છે ચિંતા

દુનિયામાં કોરોનાનાં કેસ હજુ પણ ઓછા થયા નથી. આજે પણ કોરોના સમગ્ર વિશ્વ માટે મોટુ સંકટ બની રહ્યુ છે.

Top Stories Trending
1 256 ભારત સહિત સમગ્ર દુનિયામાં કોરોનાનાં વધતા કેસ વધારી રહ્યા છે ચિંતા

દુનિયામાં કોરોનાનાં કેસ હજુ પણ ઓછા થયા નથી. આજે પણ કોરોના સમગ્ર વિશ્વ માટે મોટુ સંકટ બની રહ્યુ છે. જણાવી દઇએ કે, કોરોના વાયરસનાં વૈશ્વિક કેસો વધીને 21.38 કરોડ થયા છે. વળી, આ રોગચાળાથી મૃત્યુઆંક વધીને 44.6 લાખ થયો છે. ઉપરાંત, અત્યાર સુધીમાં કુલ 5.03 અબજ લોકોને રસી આપવામાં આવી છે.

આ પણ વાંચો – પ્રેરણાદાયી પોલીસ / ગુનાહિત દુનિયા છોડીને યુવતી બની IFS, આજે વિદેશમાં ભારતીય એમ્બેસીમાં કરે છે કામ

સમગ્ર વિશ્વમાં કોરોનાનાં કેસ અને મોતનો આંકડો

ગુરુવારે સવારે પોતાના તાજેતરનાં અપડેટમાં, યુનિવર્સિટીનાં સેન્ટર ફોર સિસ્ટમ્સ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ (CSSE) એ અહેવાલ આપ્યો છે કે વર્તમાન વૈશ્વિક કેસો, મૃત્યુઆંક અને રસીકરણની સંખ્યા અનુક્રમે 213,809,638, 4,461,819 અને 5,035,870,728 છે. CSSE અનુસાર, સમગ્ર વિશ્વમાં સૌથી વધુ કેસ અને મોત અનુક્રમે 38,217,956 અને 632,223 સાથે અમેરિકા સૌથી વધુ પ્રભાવિત દેશ બન્યો છે. સંક્રમણનાં મામલામાં ભારત 3,25,12,366 બીજા ક્રમાંકે છે. 30 લાખથી વધુ કેસ ધરાવતા અન્ય સૌથી વધુ પ્રભાવિત દેશોમાં બ્રાઝિલ (20,645,537), ફ્રાન્સ (6,757,783), રશિયા (6,709,605), યુકે (6,621,762), તુર્કી (6,273,651), આર્જેન્ટિના (5,155,079), કોલંબિયા (4,897,150), સ્પેન (4,555), ઈરાન (4,796,377), ઈટાલી (4,502,396), ઈન્ડોનેશિયા (4,026,837), જર્મની (3,901,978) અને મેક્સિકો (3,249,878)  છે. વળી મોતનાં મામલે બ્રાઝિલ 5,76,645 લોકોનાં મોત સાથે વિશ્વમાં બીજા ક્રમાંકે છે. ભારત (4,35,758), મેક્સિકો (2,54,466), પેરુ (1,97,944), રશિયા (1,75,328), યુકે (1,32,323), ઇટાલી (1,28,914), ઇન્ડોનેશિયા (1,29,293), કોલંબિયા (1,24,474), ફ્રાન્સ (1,14,119), આર્જેન્ટિના (1,10,966) અને ઈરાન (104,022) માં મૃત્યુની સંખ્યા 100,000 ને વટાવી ગઈ છે.

આ પણ વાંચો – અફઘાનિસ્તાન કટોકટી / અફઘાનિસ્તાન પર ભારતનું પગલું શું હશે? કેન્દ્ર સરકાર દ્વારા આજે સર્વપક્ષીય બેઠક બોલાવાશે

ભારતમાં કોરોનાનાં કેસ અને મોતનો આંકડો

ભારતમાં સતત બીજા દિવસે ફરી એકવાર કોરોનાનાં નવા કેસોમાં મોટો ઉછાળો આવ્યો છે. છેલ્લા એક દિવસમાં કોરોના વાયરસનાં કુલ 46 હજાર 164 નવા કેસ નોંધાયા છે, જે અગાઉનાં દિવસ કરતા 22.7 ટકા વધારે છે. કોરોના સંક્રમણની દ્રષ્ટિએ કેરળ સૌથી મોટું ટેન્શન વધાર્યુ છે. લગભગ 70 ટકા નવા કેસો એકલા કેરળનાં છે. એ પણ ચિંતાનો વિષય છે કે સક્રિય કેસ ફરી એક ટકાને પાર કરી ગયા છે. અત્યારે દેશમાં કોરોના વાયરસનાં કુલ 3 લાખ 33 હજાર 725 દર્દીઓ છે. વળી, તેનાથી ઠીક થનારાઓનો દર 97.63 ટકા છે. છેલ્લા 24 કલાકમાં 34 હજાર 159 દર્દીઓ કોરોનાથી ઠીક થયા છે. આ પછી જ, કોરોનામાંથી ઠીક થનારાઓનો કુલ આંક 3 કરોડ 17 લાખ 88 હજાર 440 પર પહોંચી ગયો છે. રાહતની વાત છે કે સતત 31 દિવસ સુધી દૈનિક સંક્રમણ દર 3 ટકાથી નીચે રહ્યો છે. વળી, દેશમાં અત્યાર સુધીમાં કોરોના વેક્સિનનાં 60.38 કરોડ ડોઝ લાગુ કરવામાં આવ્યા છે.