World/ કેનેડાના મહાનગર ટોરેન્ટોમાં પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવે કરવામાં આવી ભાવવંદના

પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી ઉત્સવ ઉપક્રમે અનેકવિધ ઘોષણાઓ અને સન્માનો અર્પવામાં આવ્યા હતા. ટોરોન્ટોના મેયર જ્હોન ટોરી દ્વારા 7 ડિસેમ્બર 2022 ને સમગ્ર ટોરોન્ટોમાં ‘પ્રમુખસ્વામી મહારાજ સેન્ટેનિયલ…

Top Stories World
Pramukh Swami Maharaj

Pramukh Swami Maharaj: શાંતિ, સંવાદિતા અને આધ્યાત્મિક ગુણોના વિશ્વદૂત સમા પ્રમુખસ્વામી મહારાજે વૈશ્વિક સ્તરે લાખોના જીવનમાં આધ્યાત્મિકતાનું સિંચન કર્યું હતું, જેમાં કેનેડાને પણ પ્રમુખસ્વામી મહારાજે 13 વાર પોતાના આધ્યાત્મિક વિચરણથી લાભાન્વિત કર્યો હતો. પ્રમુખસ્વામી મહારાજના આ પ્રદાનને 1988 માં કેનેડાની પાર્લામેન્ટ દ્વારા વધાવવામાં આવ્યું હતું. ઉપરાંત 2000 માં ટોરોન્ટોમાં તેમને ‘કી ટૂ ધ સીટી’ ના  બહુમાનથી  પણ સન્માનવામાં આવ્યા હતા. પ્રમુખસ્વામી મહારાજના વિરલ જીવન અને કાર્યને અંજલિ આપવા 26-27 નવેમ્બરના રોજ ટોરોન્ટોમાં ‘ઇન્ટનેશનલ સેન્ટર કોન્ફરન્સ હૉલ’ માં કેનેડાની પાર્લામેન્ટના અનેકવિધ મંત્રીઓ, અનેક મહાનુભાવો અને હજારો ભક્તો ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા.

પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી ઉત્સવ ઉપક્રમે અનેકવિધ ઘોષણાઓ અને સન્માનો અર્પવામાં આવ્યા હતા. ટોરોન્ટોના મેયર જ્હોન ટોરી દ્વારા 7 ડિસેમ્બર 2022 ને સમગ્ર ટોરોન્ટોમાં ‘પ્રમુખસ્વામી મહારાજ સેન્ટેનિયલ સેલિબ્રેશન ડે એટલે કે ‘પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી ઉત્સવ દિન’ તરીકે ઘોષિત કરવામાં આવ્યો હતો. લેબર, ઇમિગ્રેશન, ટ્રેનિંગ અને સ્કિલ્સ ડિપાર્ટમેન્ટના મંત્રી મોન્ટે મેકનોટન દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે 7 ડિસેમ્બર 2022ના રોજ નાયગરા ફોલ્સ ઈલ્યુમિનેશન બોર્ડ દ્વારા પ્રમુખસ્વામી મહારાજ પ્રત્યે આદરાંજલિ રૂપે વિશ્વવિખ્યાત નાયગરા ધોધને કેસરી, લાલ અને શ્વેત રંગોની રોશનીમાં ઝળહળતો જોઈ શકાશે. જેને સમગ્ર વિશ્વમાં લાઈવ નિહાળી શકાશે. MP કર્સ્ટી ડંકન  દ્વારા  પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ઉપક્રમે વિશિષ્ટ સોવેનિયર પ્રકાશિત કરવાની ઘોષણા કરવામાં આવી હતી.

‘વિલિયમ ઓસ્લર હેલ્થ સિસ્ટમ ફાઉન્ડેશન’ ના પ્રેસિડેન્ટ અને સીઈઓ દ્વારા પ્રમુખસ્વામી મહારાજ અને BAPS ચેરિટીઝ પ્રત્યે કૃતજ્ઞતા વ્યકત કરવા બ્રેમ્પ્ટન સિવિક હોસ્પિટલમાં એમ્બ્યૂલટરી ઓન્કોલોજી સર્વિસીસમાં પ્રમુખસ્વામી મહારાજની સ્મૃતિ પ્રતિમા સ્થાપવાની જાહેરાત કરાઈ હતી. BAPS કેનેડાના 700 કરતાં વધુ સ્વયંસેવકોએ ‘પરમ શાંતિ’  થીમ પર યોજાયેલ પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનું આયોજન કર્યું હતું, જેમાં રોચક પ્રસ્તુતિઓ દ્વારા પ્રમુખસ્વામી મહારાજના ત્રણ ગુણોનું દર્શન કરાવવામાં આવ્યું  હતું જે છે નમ્રતા, વૈશ્વિક પ્રેમ, ભગવાનમાં અતૂટ શ્રદ્ધા.

કેનેડાના મિનિસ્ટર ઓફ હાઉસિંગ એન્ડ ડાયવર્સિટી એન્ડ ઈંકલુઝન એવા  અહમદ હુસેને પ્રમુખસ્વામી મહારાજને અંજલિ અર્પતાં જણાવ્યું કે, આપણે સૌ આજે પ્રમુખસ્વામી મહારાજના વૈશ્વિક અને કેનેડા પ્રત્યે પ્રદાનને યાદ કરવા ઉપસ્થિત છીએ. પ્રમુખસ્વામી મહારાજ નિરપેક્ષ અને  નિસ્વાર્થ પ્રેમનું સ્વરૂપ હતા જે આજના વિશ્વમાં અતિ દુર્લભ છે એવો નિસ્વાર્થ પ્રેમ જે કોઈ પણ ધર્મ, રાષ્ટ્રીયતા, ભાષા, જાતિ કે અન્ય બંધનોથી રહિત હતો. કેનેડાના સૌ પ્રથમ હિન્દૂ હેરિટેજ મન્થની ઉજવણીમાં સામેલ થવાની સાથે પ્રમુખસ્વામી મહારાજનો મૂલ્યવારસો અને તેમનો સંસ્પર્શ પામેલા આપણા સૌના સદ્ભાગ્યને વધાવતા હું ખુબ આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું.

કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટુડ્રો  દ્વારા પ્રમુખસ્વામી મહારાજના આદર્શો અને જીવનને અંજલિ આપતો વીડિઓ શુભેચ્છા સંદેશ પાઠવવામાં આવ્યો હતો. સમગ્ર કેનેડામાં યોજાઈ રહેલા શતાબ્દી મહોત્સવોમાં આ 19 મો મહોત્સવ હતો. અત્યારે સમગ્ર અમેરિકા, આફ્રિકા, યુરોપ, ઓસ્ટ્રેલિયા, અને એશિયાના અનેકવિધ દેશોમાં ભવ્ય પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવોના આયોજનો થઇ રહ્યા છે, જેની ચરમસીમારૂપ મહોત્સવ અમદાવાદમાં 15 ડિસેમ્બર થી 15 જાન્યુઆરી દરમિયાન ભવ્યતા અને દિવ્યતાથી ઉજવાશે.

આ પણ વાંચો: Pakistan/પાકિસ્તાનની રાજનીતિમાં મોટો ખેલ, ઈમરાન ખાનની કારકિર્દી ખતમ કરવાની તૈયારી