Not Set/ ” વર્ક ફ્રોમ હોમ ” ની ઝુંબેશ ચાલુ કરવા કેન્દ્ર સરકારે તૈયારીઓ કરી શરુ

દેશમાં કોરોના વાયરસ ફરી એક વખત આતંક મચાવી રહ્યો છે. કેન્દ્ર સરકારની અનેક કચેરીઓ પણ તેની ઝપટે આવી ચૂકી છે જેના કારણે કેન્દ્ર સરકાર ફરી એક વખત ‘વર્ક ફ્રોમ હોમ’ને શરૂ કરવાની તૈયારી કરી રહી છે. કોરોના વાયરસ દિલ્હી અને મહારાષ્ટ્ર સહિત આખા દેશમાં કહેર વરસાવી રહ્યો છે. લાખોની સંખ્યામાં નવા કેસો સામે આવવા લાગ્યા […]

India
central goverment ૦૦૨ " વર્ક ફ્રોમ હોમ " ની ઝુંબેશ ચાલુ કરવા કેન્દ્ર સરકારે તૈયારીઓ કરી શરુ

દેશમાં કોરોના વાયરસ ફરી એક વખત આતંક મચાવી રહ્યો છે. કેન્દ્ર સરકારની અનેક કચેરીઓ પણ તેની ઝપટે આવી ચૂકી છે જેના કારણે કેન્દ્ર સરકાર ફરી એક વખત ‘વર્ક ફ્રોમ હોમ’ને શરૂ કરવાની તૈયારી કરી રહી છે. કોરોના વાયરસ દિલ્હી અને મહારાષ્ટ્ર સહિત આખા દેશમાં કહેર વરસાવી રહ્યો છે. લાખોની સંખ્યામાં નવા કેસો સામે આવવા લાગ્યા છે અને મૃતકોની સંખ્યામાં પણ સતત વધારો થઈ રહ્યો છે આવામાં લોકોને કોરોનાના ખતરાથી ખુદને સાવચેત રહેવાની જરૂર છે.

દરમિયાન તમામ સચિવોને મંત્રાલયમાં કામ કરનારા સ્ટાફની એટેન્ડન્સ સિસ્ટમ (હાજરી)ની સમીક્ષા કરવા કહેવામાં આવ્યું છે અને ઓફિસમાં ઓછામાં ઓછા લોકોની ઉપસ્થિતિ સુનિશ્ર્ચિત કરવા માટે નિર્દેશ આપવામાં આવ્યો છે. આ માટે તમામ મંત્રાલયના મુલાકાતીઓની હાજરીને પણ ઓછું કરવા માટે કહેવાયું છે. જે લોકોને ઓફિસ ન આવવાની છૂટ હશે તેમને વર્ક ફ્રોમ હોમ માટે કહેવામાં આવી શકે છે. સરકારના અમુક વિભાગોએ તો ગઈકાલથી જ અનૌપચારિક રીતે લોકોને ઓફિસમાં આવવા પર પ્રતિબંધ ફરમાવી દેતાં સોશ્યલ ડિસ્ટન્સનું ચુસ્ત પાલન કરવા આદેશ આપી દીધો છે. આ ઉપરાંત તમામ સરકારી ઓફિસોમાં માસ્ક, સેનિટાઈઝર, સોશ્યલ ડિસ્ટન્સ સહિતના નિયમોનું કડકમાં કડક પાલન થાય તેવી વ્યવસ્થા કરવા અને બિલકુલ કચાશ નહીં દાખવવા આદેશ આપવામાં આવ્યો છે.