Rajkot/ મુખ્યમંત્રી આજે રાજકોટ એઈમ્સના ખાતમુહર્ત બાદ દ્વારકામાં કરશે આ ઉદ્ઘાટન

આજરોજ એઇમ્સના ખાતમુહર્તના કાર્યક્રમના અનુસંધાને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સવારે 9:30 વાગ્યે રાજકોટ આવશે અને એરપોર્ટથી સીધા જ ખંઢેરીમાં એઇમ્સના કાર્યક્રમના

Top Stories Gujarat
a

આજરોજ એઇમ્સના ખાતમુહર્તના કાર્યક્રમના અનુસંધાને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સવારે 9:30 વાગ્યે રાજકોટ આવશે અને એરપોર્ટથી સીધા જ ખંઢેરીમાં એઇમ્સના કાર્યક્રમના સ્થળે પહોંચી જશે.10 વાગ્યાથી પ્રોગ્રામ શરૂ થવાનો છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11 વાગ્યે વર્ચ્યુલ ખાતમુહૂર્ત કરશે.

Gujarat CM Vijay Rupani claims 74% achievements in Jal Sanchay works against reports of 2%

corona vaccination / ભારતમાં રસીકરણ હમણાં નહીં કરી શકાય, 1જાન્યુઆરીએ બેઠકમાં લેવા…

એઇમ્સનો કાર્યક્રમ બપોરે 12 વાગ્યા સુધી ચાલશે અને એ પૂરો થયા બાદ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી રાજકોટ એરપોર્ટથી બપોરે એક વાગ્યાને પાંચ મિનિટે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા જવા નીકળશે. કોસ્ટ ગાર્ડના જવાનોના રેસિડેન્સીયલ કોમ્પ્લેક્સનું મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવનાર છે.આ ઉપરાંત ઓખામાં સિગ્નેચર બ્રિજ ઓવરવ્યૂનો એક કાર્યક્રમ પણ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં યોજવામાં આવશે. ઓખાના બંને કાર્યક્રમ પૂર્ણ બાદ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારકા સર્કિટ હાઉસ પહોંચશે અને ત્યાં યોજાયેલા કાર્યક્રમમાં હાજરી આપશે.દ્વારકા સર્કિટ હાઉસમાં 3:30 વાગ્યે આ કાર્યક્રમનું આયોજન કરાયું છે અને તે પૂર્ણ થયા બાદ 5:00 વાગ્યે મુખ્યમંત્રી દ્વારકાધીશના દર્શન કરશે. સાંજે 5-25 વાગ્યે દ્વારકાથી નીકળી સાંજે 6-20 વાગ્યે રાજકોટ આવી પહોંચશે.રાત્રિ રોકાણ રાજકોટમાં કરીને બીજા દિવસે મહાનગરપાલિકા આયોજીત જુદા જુદા કાર્યક્રમમાં હાજરી આપીને બપોરે 1:00 વાગ્યે રાજકોટથી ગાંધીનગર જવા નીકળશે.

COVID-19 situation under control in Gujarat: CM Rupani tells PM Modi - The Financial Express

tax / IT બાદ Gst રીટર્નની તારીખ પણ 28 ફેબ્રુઆરી સુધી લંબાવાઈ, શા મ…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…