સંબોધન/ મુખ્યમંત્રીએ સો.મીડિયાના માધ્યમથી કોરોના વોરિયર્સની કામગીરીને બિરદાવી, કહ્યું તમારા પર સમગ્ર ગુજરાતને આશા,નવી જાહેરાત નહીં

ગુજરાતમાં જે રીતે કોરોનાનો કહેર વધી રહ્યો છે તે જોતાં રાજ્ય સરકારની ચિંતામાં વધારો થઈ રહ્યો છે.મુખ્યમંત્રી રૂપાણી મોટી જાહેરાત કરી શકે તેમ લાગી રહ્યું હતું કોરોનાકાળમાં પરિસ્થિતિને થાળે પાડવા માટે મુખ્યમંત્રી રૂપાણી દ્વારા મોટી

Top Stories Gujarat
cm live મુખ્યમંત્રીએ સો.મીડિયાના માધ્યમથી કોરોના વોરિયર્સની કામગીરીને બિરદાવી, કહ્યું તમારા પર સમગ્ર ગુજરાતને આશા,નવી જાહેરાત નહીં

ગુજરાતમાં જે રીતે કોરોનાનો કહેર વધી રહ્યો છે તે જોતાં રાજ્ય સરકારની ચિંતામાં વધારો થઈ રહ્યો છે.મુખ્યમંત્રી રૂપાણી મોટી જાહેરાત કરી શકે તેમ લાગી રહ્યું હતું કોરોનાકાળમાં પરિસ્થિતિને થાળે પાડવા માટે મુખ્યમંત્રી રૂપાણી દ્વારા મોટી જાહેરાતની શકયતા સૂત્રો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી હતી.તેની વચ્ચે  આજે સોશિયલ મીડિયાના માધ્યમથી મુખ્યમંત્રી વિજય રૂપાણી સવારે 11 વાગે રાજ્યની મેડિકલ તેમજ પેરામેડિકલ સ્ટાફને સંબોધન કર્યું હતું.

જો કે મુખ્યમંત્રીએ કોઈ નવી જાહેરાત કરી ન હતી પરંતુ મેડિકલ તેમજ પેરામેડિકલ સ્ટાફની કામગીરીને બિરદાવી હતી.મુખ્યમંત્રીએ કોરોના વોરિયર્સને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે, મેં તમારા સંઘર્ષને નજીકથી જોયો છે, એક વર્ષથી તમે થાક્યા વગર કામ કરી રહ્યા છો, આ એક તપસ્યા સમાન છે. કોરોના હારશે ગુજરાત જીતશે, તમારા પર સૌને આશા છે.

મુખ્યમંત્રીએ કહ્યું કે, મહામારીની શરૂઆતથી ત્યારથી જાનની બાજી લગાવીને, દિવસ રાત જોયા વગર, પોતાના પરિવારની ચિંતા કર્યા વિના દર્દીની સેવા કરી. કેટલાક ડોક્ટર્સ, નર્સ અને કોરોના વોરિયર્સે પોતાના જીવ પણ ગુમાવ્યા. આજે ફરી એક વખત પરિસ્થિતિ કથળી છે, કોરોનાના કેસ વધ્યા છે ત્યારે આખુ રાજ્ય આશા રાખી રહી છે. તમારુ કામ તપસ્યા સમાન છે. લડાઇ લાંબી ચાલી છે. તમે પણ મનુષ્ય છો. નારાશા અને થકાવટ પણ થાય. પરંતુ આ કોરોના ક્યારે હટશે ત્યારે હિમ્મત અને આશા રાખીશું. સમગ્ર રાજ્ય તમારા પર આશા રાખે છે. આપણો વિજય થશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…