દુર્ઘટના/ મોરબી હોનારત મામલે મોટી કાર્યવાહી નગરપાલિકાના ચીફ ઓફિસરને કરવામાં આવ્યા સસ્પેન્ડ

મોરબીમાં રવિવારે ઝૂલતો પુલ તૂટી પડતાં 135 લોકોના મોત થયા હતા. તો ઘણા લોકોને ઈજા પહોંચી હતી અને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

Top Stories Gujarat
8 4 મોરબી હોનારત મામલે મોટી કાર્યવાહી નગરપાલિકાના ચીફ ઓફિસરને કરવામાં આવ્યા સસ્પેન્ડ
  • મોરબી હોનારતમાં મોટી કાર્યવાહી
  • મોરબી નપાના ચીફ ઓફિસર સસ્પેન્ડ
  • સંદીપસિંહ ઝાલાને કરાયા સસ્પેન્ડ
  • મોરબી હોનારતમાં 135 લોકોના થયા મોત

મોરબીમાં રવિવારે ઝૂલતો પુલ તૂટી પડતાં 135 લોકોના મોત થયા હતા. તો ઘણા લોકોને ઈજા પહોંચી હતી અને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મોરબી દુર્ઘટના મામલે હાલ સત્તાવર કાર્યવાહિ કરવામાં આવી છે.મોરબીના ચીફ ઓફિસરને સસ્પેન્ડ કરી દેવાના સમાચાર સામે આવ્યા છે.આ મામલે ચીફ ઓફિસર સંદિપસિંહ ઝાલાને સત્તાવાર રીતે સસ્પેન્ડ કર્યા છે.

ઉલ્લેખનીય છે કે મોરબીમાં રવિવારે ઝૂલતો પુલ તૂટી પડતાં 135 લોકોના મોત થયા હતા. તો ઘણા લોકોને ઈજા પહોંચી હતી. દુર્ઘટના બાદ તંત્રએ તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું હતું. મચ્છુ નદીમાં ડૂબી ગયેલા લોકોને બહાર કાઢવા માટે આર્મી, નેવી, એનડીઆરએફ, એસડીઆરએફ સહિત અનેક લોકો કામે લાગ્યા હતા. પાંચ દિવસ બાદ મોરબીમાં સર્ચ ઓપરેશન સત્તાવાર રીતે પૂર્ણ કરવામાં આવ્યું છે.