Winter/ રાજ્ય સહિત દેશભરમાં કાતિલ ઠંડીનું જોર હજુ રહેશે યથાવત, આ શહેરમાં નોંધાયું 2.7 ડિગ્રી તાપમાન

ઉત્તર ભારતમાં ગાત્રો થીજવતી ઠંડીનો કાતિલ એહસાસ થઇ રહ્યો છે. ઠંડીનો પારો પાછલા તમામ રેકોર્ડ તોડવા તરફ સડસડાટ આગળ વધી રહ્યો છે. ગુજરાતની બોર્ડ પર આવેલ આબુમાં તાપમાન માઇનસ 7.8

Top Stories Gujarat Others
weather રાજ્ય સહિત દેશભરમાં કાતિલ ઠંડીનું જોર હજુ રહેશે યથાવત, આ શહેરમાં નોંધાયું 2.7 ડિગ્રી તાપમાન

ઉત્તર ભારતમાં ગાત્રો થીજવતી ઠંડીનો કાતિલ એહસાસ થઇ રહ્યો છે. ઠંડીનો પારો પાછલા તમામ રેકોર્ડ તોડવા તરફ સડસડાટ આગળ વધી રહ્યો છે. ગુજરાતની બોર્ડ પર આવેલ આબુમાં તાપમાન માઇનસ 7.8 ડિગ્રી નોંધાયું છે. વાત કરવામાં આવે રાષ્ટ્રીય રાજધાનીની તો
ખેડૂત આંદોલન વચ્ચે દિલ્હી 3.6 ડિગ્રીમાં ઠુંઠવાયું હોવાનું નોંધવામા આવી રહ્યું છે.

Gujarat winter chill effect from north India cold wave weather forecast–  News18 Gujarati

હિમાચલનાં કીલોંગમાં માઇનસ 10.7 ડિગ્રી તાપમાન જોવામાં આવ્યું, જ્યારે મુંબઇમાં સીઝનનું સૌથી નીચું 15 ડિગ્રી તાપમાન નોંધવામાં આવ્યું. કાશ્મીરમાં અનેક સ્થળોએ હિમવર્ષાનું જોર રહ્યું અને કાશ્મીર સહિત હિમાલયન બેલ્ટે સફેદ ચાદ ઓઢી લીઘી છે. જો કે, દેશ સહિત ગુજરાતમાં ઠંડીનો પારો વધુ ઠંડો થવાનું કારણ પણ ઉત્તર અને હિમાલયન બેલ્ટમાં હિમવર્ષા હોવાનું સ્પષ્ટ છે.

Winter sets in Gujarat as night temperatures drop by over six degrees |  Skymet Weather Services

હવામાન ખાતાએ આગાહી કર્યા મુજબ ગુજરાતમાં કાતિલ ઠંડીનું જોર હજુ થોડા દિવસો યથાવત રહેશે. સૌરાષ્ટ્ર-કચ્છમાં તીવ્ર કોલ્ડ વેવની સ્થિતિ રહેશે અને પોરબંદર, કચ્છમાં પણ કોલ્ડ વેવની સંભાવના નોંધવામાં આવે છે. કાતિલ ઠંડી પડવાની હવામાન વિભાગની આગાહી પ્રમાણે 31 ડિસેમ્બર પછી ઠંડીમાં સામાન્ય ઘટાડો થઈ શકે. જો વાત કરવામાં આવે ગુજરાતનાં શહેરોમાં ઠંડીની અસરો અને તાપમાનની તો 2.7 ડિગ્રી તાપમાન સાથે ગુજરાતનું નલિયા હિમનગર જેવુ પ્રતિત થઇ રહ્યાનું નોંધવામાં આવે છે. આવો જોઇએ ગુજરાતનાં અન્ય મહાનગરોમાં તાપમાનની શું છે સ્થિતિ….

Gujarat to continue with double-digit temperature, extreme cold unlikely |  Skymet Weather Services

કયાં-કેટલું લઘુત્તમ તાપમાન?

  • 2.7 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર
  • અમદાવાદમાં લઘુત્તમ 10.2 ડિગ્રી તાપમાન
  • વડોદરામાં 10.0 ડિગ્રી લઘુત્તમ તાપમાન
  • સુરતમાં 12.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન
  • રાજકોટમાં લઘુત્તમ 8.3 ડિગ્રી તાપમાન
  • ગાંધીનગરમાં 7.5 ડિગ્રી લઘુત્તમ તાપમાન

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…