Cricket/ ભારતને વર્લ્ડકપ ટાઈટલ અપાવનાર આ દિગ્ગજ ખેલાડી બની શકે છે પાકિસ્તાન ટીમનો કોચ

દક્ષિણ આફ્રિકા ક્રિકેટ ટીમનાં પૂર્વ દિગ્ગજ ક્રિકેટર ગેરી કર્સ્ટન પાકિસ્તાનનાં આગામી મુખ્ય કોચ બની શકે છે. ગેરી કસ્ટર્ન આ પહેલા ભારતીય ટીમને તેના કોચિંગમાં વર્લ્ડકપનો ખિતાબ અપાવ્યો છે.

Sports
પાકિસ્તાનને મળશે વિદેશી કોચ

દક્ષિણ આફ્રિકા ક્રિકેટ ટીમનાં પૂર્વ દિગ્ગજ ક્રિકેટર ગેરી કર્સ્ટન પાકિસ્તાનનાં આગામી મુખ્ય કોચ બની શકે છે. ગેરી કસ્ટર્ન આ પહેલા ભારતીય ટીમને તેના કોચિંગમાં વર્લ્ડકપનો ખિતાબ અપાવ્યો છે. કર્સ્ટન ઉપરાંત સિમોન કેટિચ અને પીટર મૂર્સ પણ કોચ બનવાના દાવેદાર છે.

ગેરી કર્સ્ટર્ન

આ પણ વાંચો – T20 World Cup / વેસ્ટ ઈન્ડિઝની ટીમે નિર્ણાયક મેચ માટે આ દિગ્ગજ ઓલરાઉન્ડર ખેલાડીને કર્યો ટીમમાં સામેલ

આપને જણાવી દઇએ કે, T20 વર્લ્ડકપની શરૂઆત પહેલા મિસ્બાહ-ઉલ-હકે પાકિસ્તાનનાં મુખ્ય કોચ પદેથી રાજીનામું આપી દીધું હતું. તેના સિવાય બોલિંગ કોચ વકાર યુનિસે પણ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. આવી સ્થિતિમાં સકલેન મુશ્તાકને ટીમનો વચગાળાનો કોચ બનાવવામાં આવ્યો હતો અને મેથ્યુ હેડનને બેટિંગ સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો. આ સિવાય દક્ષિણ આફ્રિકાનાં પૂર્વ દિગ્ગજ વર્નોન ફિલેન્ડરને બોલિંગ કોચ બનાવવામાં આવ્યો છે.

રમીઝ રાજા

જો કે તેમનો કાર્યકાળ T20 વર્લ્ડકપ સુધી જ રહેશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે PCB નાં નવા અધ્યક્ષ રમીઝ રાજા કોઈ વિદેશીને ટીમનો આગામી કોચ બનાવવા માંગે છે અને આ રેસમાં ગેરી કિસ્ટર્નનું આગળ છે. ગેરી કર્સ્ટન અગાઉ ભારતીય ટીમનાં કોચ રહી ચૂક્યા છે. 2008 થી 2011 સુધી, તેઓ ભારતીય ટીમનાં કોચ હતા અને તેમના કોચિંગ હેઠળ, ટીમે 2011 માં 50-50 ઓવરનો વર્લ્ડકપ જીત્યો હતો. આ સિવાય તેમના કાર્યકાળ દરમિયાન ભારતીય ટીમ ટેસ્ટ ક્રિકેટમાં નંબર વનનાં સ્થાને પહોંચી હતી.

ગેરી કર્સ્ટર્ન

આ પણ વાંચો – T20 World Cup / ટીમ ઈન્ડિયામાં આ ફેરફાર ન્યૂઝીલેન્ડ ટીમ વિરુદ્ધ જીતનો આપી શકે છે વિશ્વાસ

ઉલ્લેખનીય છે કે, ગેરી કર્સ્ટને દક્ષિણ આફ્રિકા માટે તેની કારકિર્દીમાં 101 ટેસ્ટ અને 185 વનડે રમી હતી. તેણે ટેસ્ટ મેચમાં 7289 રન અને વનડેમાં 6798 રન બનાવ્યા હતા. તેણે તેની અંતિમ આંતરરાષ્ટ્રીય મેચ 2004 માં પ્રોટીઝ ટીમ માટે રમી હતી. ગેરી કસ્ટર્ન પાસે કોચિંગનો ઘણો અનુભવ છે અને તે અત્યાર સુધી ઘણી ટીમોને કોચ કરી ચૂક્યો છે.