Cricket/ શું હવે રાશિદ ખાન-મોહમ્મદ નબી IPL 2021 નાં ​​બીજા તબક્કામાં રમી શકશે ખરા?

અફઘાનિસ્તાનમાં તાલિબાનનું શાસન લાગુ થયા બાદ રાશિદ ખાન-મોહમ્મદ નબીનાં IPL 2021 નાં બીજા તબક્કામાં રમવા પર Suspense ઉભો થયો છે.

Sports
1 144 શું હવે રાશિદ ખાન-મોહમ્મદ નબી IPL 2021 નાં ​​બીજા તબક્કામાં રમી શકશે ખરા?

અફઘાનિસ્તાનમાં તાલિબાનનું શાસન લાગુ થયા બાદ રાશિદ ખાન-મોહમ્મદ નબીનાં IPL 2021 નાં બીજા તબક્કામાં રમવા પર Suspense ઉભો થયો છે. જણાવી દઇએ કે, અફઘાનિસ્તાનમાં તાલિબાનનાં શાસનની હવે શરૂઆત થઇ ગઇ છે. જેનાથી સમગ્ર દુનિયા ચોંકી ગઇ છે. તાજેતરમાં  અહીની વર્તમાન સ્થિતિ તદ્દન યોગ્ય નથી.

આ પણ વાંચો – નિવેદન / અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે કહ્યું- ખેલાડીઓના પરિવારો સુરક્ષિત છે અને…

આપને જણાવી દઇએ કે, તાલિબાને અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ પર કબ્ઝો કરી લીધો છે. આવી સ્થિતિમાં સવાલ ઉઠાવવો હિતાવહ છે કે શું આવી સ્થિતિમાં અફઘાન ક્રિકેટરો રાશિદ ખાન અને મોહમ્મદ નબી આઈપીએલ 2021 નાં ​​બીજા તબક્કામાં રમી શકશે ખરા? ઇન્ડિયન પ્રીમિયર લીગની 14 મી સીઝનનો બીજો તબક્કો 19 સપ્ટેમ્બરથી યુએઈમાં રમાશે. રાશિદ ખાન અને મોહમ્મદ નબી આઈપીએલ ટીમ સનરાઈઝર્સ હૈદરાબાદનો ભાગ છે. બંને હાલમાં ઈંગ્લેન્ડમાં છે અને ‘ધ હન્ડ્રેડ’ ટૂર્નામેન્ટ રમી રહ્યા છે. રાશિદ ટ્રેન્ટ રોકેટ્સ, જ્યારે નબી લંડન સ્પિરિટ માટે રમી રહ્યા છે. વળી, રાશિદ ખાન અને મોહમ્મદ નબી આઈપીએલ ફ્રેન્ચાઈઝી સનરાઈઝર્સ હૈદરાબાદ તરફથી રમે છે અને બંને ખેલાડીઓ તેમની ટીમનાં મહત્વનાં ખેલાડીઓમાંથી એક છે. તાજેતરમાં, આઈપીએલની ટીમ સનરાઈઝર્સ હૈદરાબાદ રાશિદ અને નબીનાં રમવા પર એક મોટો અપડેટ લઈને બહાર આવી છે કે બંને ખેલાડીઓ આઈપીએલનાં બીજા તબક્કા માટે ઉપલબ્ધ રહેશે. દરમિયાન, સનરાઇઝર્સ હૈદરાબાદનાં સીઇઓ કે શાનમુગમે કહ્યું છે કે રાશિદ ખાન અને મોહમ્મદ નબીની આઈપીએલ 2021 માં રમવાની પુષ્ટિ થઈ છે. તેણે ANI ને કહ્યું, ‘અમને ખબર નથી કે અત્યારે શું સ્થિતિ છે, પરંતુ તે બંને ટૂર્નામેન્ટ માટે ઉપલબ્ધ રહેશે.

આ પણ વાંચો – IND vs ENG / લોર્ડસની બાલકનીથી પંત-ઇશાંત પર ભડક્યા વિરાટ, મેદાન પર જોવા મળ્યો હાઇ-વોલ્ટેજ ડ્રામા

બીજી બાજુ, અફઘાન ક્રિકેટર રાશિદ ખાને પોતાના દેશની તાજેતરની સ્થિતિને જોતા ટ્વિટર પર આ જ શબ્દ લખ્યા છે, ‘શાંતિ.’ આ સાથે તેમણે પોતાનો રાષ્ટ્રધ્વજ પણ લગાવ્યો હતો. સ્વાભાવિક છે કે તેને પોતાના દેશનાં ભવિષ્યની ચિંતા છે. વળી, રાશિદ ખાને 10 ઓગસ્ટનાં રોજ અપીલ કરી હતી કે તેના દેશને મરવા માટે ન છોડવો જોઈએ અને દુનિયાએ તેની મદદ કરવી જોઈએ. આપને જણાવી દઈએ કે, ઈન્ડિયન પ્રીમિયર લીગનો પ્રથમ તબક્કો ભારતમાં એપ્રિલ અને મે મહિનામાં યોજાયો હતો, પરંતુ બાયો બબલમાં કોરોના વાયરસનાં વધતા જતા કેસોને કારણે ટૂર્નામેન્ટ રદ કરવામાં આવી હતી. હવે IPL 2021 ની બાકીની મેચ 19 સપ્ટેમ્બરથી દુબઈમાં રમાશે અને તેની અંતિમ મેચ 15 ઓક્ટોબરે યોજાશે. જો કે, જો રાશિદ અને નબી બીજા ચરણમાંથી પોતાનું નામ પાછું ખેંચી લે તો તે સનરાઇઝર્સ હૈદરાબાદ માટે મોટો આંચકો હશે. કારણ કે પહેલા તબક્કામાં પણ હૈદરાબાદનું નિરાશાજનક પ્રદર્શન રહ્યું હતું. ટીમે 7 મેચમાંથી માત્ર એક મેચ જીતી હતી.