IPL 2021/ પૃથ્વીએ બતાવ્યો શો, જાણો એવુ તે શું કર્યુ જે સચિન-સેહવાગ પણ નથી કરી શક્યા

ગુરુવારે અમદાવાદમાં રમાયેલી મેચમાં પૃથ્વી શો એ દિલ્હી કેપિટલ્સ (ડીસી) ની પ્રથમ ઓવરમાં છ બાઉન્ડ્રી ફટકારી હતી. જણાવી દઇએ કે, કેકેઆરનો 155 રનનો પીછો કરવા ઉતરેલા દિલ્હીનાં ઓપનર પૉથ્વી શો એ તોફાની બેટિંગ કરી દરેકને ચોંકાવી દીધા હતા.

Sports
mi 12 પૃથ્વીએ બતાવ્યો શો, જાણો એવુ તે શું કર્યુ જે સચિન-સેહવાગ પણ નથી કરી શક્યા

ગુરુવારે અમદાવાદમાં રમાયેલી મેચમાં પૃથ્વી શો એ દિલ્હી કેપિટલ્સ (ડીસી) ની પ્રથમ ઓવરમાં છ બાઉન્ડ્રી ફટકારી હતી. જણાવી દઇએ કે, કેકેઆરનો 155 રનનો પીછો કરવા ઉતરેલા દિલ્હીનાં ઓપનર પૉથ્વી શો એ તોફાની બેટિંગ કરી દરેકને ચોંકાવી દીધા હતા.

IPL 2021 / બાયો બબલ વિશે તમે શું જાણો છો? કેવી રીતે ખેલાડીઓ રહી શકે છે સુરક્ષિત?

નાઇટમાં રમાયેલી મેચમાં પૃથ્વી શો એ પહેલી ઓવરમાં જ તોફાની બેટિંગથી સૌનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યુ હતુ અને શિવમ માવીનાં 6 બોલમાં 6 બોલ બાઉન્ડ્રી ફટકારી હતી, આઈપીએલનાં ઇતિહાસમાં શો 6 બોલમાં 6 ચોક્કા ફટકારનાર બીજો બેટ્સમેન બન્યો છે. શો પહેલા રહાણેએ 2012 ની આઈપીએલમાં આ કામ કર્યું હતું. આ સિવાય શો આઈપીએલનાં ઇતિહાસમાં પહેલો ક્રિકેટર બન્યો છે જેણે ઇનિંગની શરૂઆતનાં પહેલા 6 બોલમાં 6 ચોક્કાની શાનદાર ઇનિંગ્સ રમી હતી. શો એ કેકેઆરનાં બોલર શિવમ માવીનાં 6 બોલમાં 6 ચોક્કા ફટકાર્યા હતા. આપને જણાવી દઈએ કે, રહાણેએ આરસીબી વિરુદ્ધ 2012 માં 6 બોલમાં 6 ચોક્કા બનાવવાનો કમાલ કર્યો હતો. હવે શો એ કેકેઆર વિરુદ્ધ આ પરાક્રમ કરીને બધાને આશ્ચર્યમાં મૂકી દીધા છે.

કોરોનાના દર્દીઓની વ્હારે આવ્યા ક્રિકેટર્સ / સચિન તેંડુલકરે મિશન ઓક્સિજનને દાનમાં આપ્યા 1 કરોડ, દિલ્હી કેપિટલ્સ એ આપ્યા 1.5 કરોડ

આ સીઝનમાં પૃથ્વી શો એક અલગ જ સ્ટાઇલમાં જોવા મળી રહ્યો છે. શો અને ધવને કેકેઆર સામેની પ્રથમ ઓવરમાં 25 રન ફટકાર્યા હતા, જેમાં શો ની બેટિંગ આકર્ષક રહી હતી. શો એ 18 બોલમાં આશ્ચર્યજનક અડધી સદી ફટકારી હતી. પૃથ્વી આઈપીએલ 2021 માં સૌથી ઝડપી અડધી સદી ફટકારનાર બેટ્સમેન બન્યો છે. તેણે આમ કરીને દીપક હૂડાનો રેકોર્ડ તોડ્યો છે. હૂડાએ આ સિઝનમાં 20 બોલમાં શાનદાર અડધી સદી ફટકારી છે. આપને જણાવી દઇએ કે, કેકેઆર વતી રસેલ તાબડતોડ બેટિંગ કરી હતી. દિલ્હી કેપિટલ્સ સામે, આન્દ્રે રસેલે 27 બોલમાં 45 રન બનાવ્યા હતા, તેની ઇનિંગ દરમિયાન, રસેલે ટી-20 માં વિશેષ રેકોર્ડ બનાવ્યો હતો.

Untitled 47 પૃથ્વીએ બતાવ્યો શો, જાણો એવુ તે શું કર્યુ જે સચિન-સેહવાગ પણ નથી કરી શક્યા