Ashes series/ સ્ટીવ સ્મિથે મેળવી આ ખાસ સિદ્ધિ, ડોન બ્રેડમેનનાં ક્લબમાં બનાવ્યું પોતાનુ સ્થાન

ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ (SCG) ખાતે પાંચ મેચની એશિઝ સીરીઝની ચોથી ટેસ્ટ રમાઈ રહી છે. ઓસ્ટ્રેલિયાનાં પૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથે આ મેચમાં વધુ એક મોટી સિદ્ધિ મેળવી છે.

Sports
સ્ટિવ સ્મીથ

સિડનીમાં રમાઈ રહેલી એશિઝ સીરીઝની ચોથી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાનો બેટ્સમેન સ્ટીવ સ્મિથ ભલે બીજી ઈનિંગમાં 31 બોલમાં 23 રન બનાવીને આઉટ થઈ ગયો હોય પરંતુ તેણે પેવેલિયન પરત ફરતા પહેલા એક મોટી સિદ્ધિ મેળવી હતી. જણાવી દઇએ કે, સ્ટીવ સ્મિથે ઈંગ્લેન્ડ સામે 3000 રન પૂરા કર્યા અને આ સાથે તેણે ડોન બ્રેડમેન જેવા દિગ્ગજોની ક્લબમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે.

આ પણ વાંચો – IPL / કોરોનાનાં વધતા કેસ IPL 2022 ઈવેન્ટ માટે બન્યો મોટો ખતરો, આ શહેરમાં થઇ શકે છે ટૂર્નામેન્ટ

ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ (SCG) ખાતે પાંચ મેચની એશિઝ સીરીઝની ચોથી ટેસ્ટ રમાઈ રહી છે. ઓસ્ટ્રેલિયાનાં પૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથે આ મેચમાં વધુ એક મોટી સિદ્ધિ મેળવી છે. તેણે પ્રથમ ઇનિંગમાં 141 બોલમાં પાંચ ચોક્કાની મદદથી 67 રન અને બીજી ઇનિંગમાં 31 બોલમાં 23 રન બનાવ્યા હતા. બીજી ઈનિંગમાં ભલે તે નિષ્ફળ ગયો હોય, પરંતુ તેણે મહાન બેટ્સમેન સર ડોન બ્રેડમેનની બરાબરી કરી છે. સ્મિથ ઓસ્ટ્રેલિયામાં ઈંગ્લેન્ડ સામે 3000 કે તેથી વધુ રન બનાવનાર છઠ્ઠો બેટ્સમેન બન્યો છે. અને આ મામલે તે ડોન બ્રેડમેનની યાદીમાં સામેલ થઈ ગયો છે. આ સાથે સ્મિથે સૌથી વધુ ટેસ્ટ રન બનાવવાના મામલે ઓસ્ટ્રેલિયાનાં કોચ જસ્ટિન લેંગર, ઈંગ્લેન્ડનાં ભૂતપૂર્વ કેપ્ટન માઈક અર્થટન અને અનુભવી બેટ્સમેન ઈયાન બેલને પાછળ છોડી દીધા છે. હવે સ્મિથનું નિશાન ભારતીય કેપ્ટન વિરાટ કોહલીનો રેકોર્ડ છે. સ્ટીવ સ્મિથ એશિઝમાં 3000 કે તેથી વધુ રન બનાવનાર છઠ્ઠો બેટ્સમેન છે. એટલું જ નહીં, સ્મિથ એશિઝમાં 3000 રનનો આંકડો પાર કરનાર ચોથો ઓસ્ટ્રેલિયન ખેલાડી પણ બની ગયો છે. આ પહેલા સર ડોન બ્રેડમેન, એલન બોર્ડર અને સ્ટીવ વો ઓસ્ટ્રેલિયા માટે આ કારનામું કરી ચુક્યા છે. એશિઝમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીની વાત કરીએ તો સર ડોન બ્રેડમેન 5028 રન સાથે નંબર વન પર છે. તે પછી બીજા નંબરે ઈંગ્લેન્ડનાં જેક હોબ્સ (3636), ત્રીજા નંબરે એલન બોર્ડર (3222), ચોથા નંબરે સ્ટીવ વો (3173) અને પાંચમાં નંબરે ઈંગ્લેન્ડનાં ડેવિડ ગોવર (3037) આવે છે.

આ પણ વાંચો – Test series / સાઉથ આફ્રિકા સામેની અતિંમ ટેસ્ટમાં ફાસ્ટ બોલર સિરાજ રમી શકશે નહી!જાણો વિગત

સ્ટીવ સ્મિથે 81 ટેસ્ટ મેચમાં 61ની એવરેજથી 7739 રન બનાવ્યા છે. તેણે 145 ઇનિંગ્સમાં 27 સદી અને 33 અડધી સદી ફટકારી છે. સ્મિથે સિડની ટેસ્ટમાં લેંગર (7696), બેલ (7727) અને અર્થટન (7728)ને પાછળ છોડી દીધા. રસપ્રદ વાત એ છે કે ત્રણેય ખેલાડીઓએ આટલા રન બનાવવા માટે પોતાની કારકિર્દીમાં 100 થી વધુ ટેસ્ટ મેચ રમી છે. ભારતીય ટેસ્ટ કેપ્ટન વિરાટ કોહલીએ 98 ટેસ્ટ મેચમાં 27 સદીની મદદથી 7854 રન બનાવ્યા છે. સ્ટીવ જે રીતે રમી રહ્યો છે, તે ટૂંક સમયમાં જ સદી અને રનનાં મામલે કોહલીને પાછળ છોડી દેશે.