Weather Update/ ફેબ્રુઆરીમાં ઠંડીનો પ્રકોપ યથાવત્ રહેશે, જાણો ક્યાં રાજ્યોમાં વરસાદની સંભાવના…

હવામાન વિભાગે આગાહી કરી છે કે, દિલ્હીમાં 3 ફેબ્રુઆરીએ વરસાદ પડશે. તે જ સમયે, મધ્ય પ્રદેશ, યુપી, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં ઠંડીનો પ્રકોપ યથાવત્ રહેશે.

India
ઠંડી

હવામાન વિભાગે માહિતી આપી છે કે, ફેબ્રુઆરીમાં દેશનાં મોટાભાગનાં ભાગોમાં સામાન્ય તાપમાનથી નીચે રહેવાની અપેક્ષા છે, જ્યારે પંજાબ અને હરિયાણામાં સામાન્ય કરતાં વધુ વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે, ફેબ્રુઆરી 2022 માં, ઉત્તરપૂર્વ ભારતના પૂર્વ ભાગ, દક્ષિણ દ્વીપકલ્પીય ભારત અને મધ્ય ભારતના દક્ષિણપૂર્વ ભાગ સિવાય, જ્યાં લઘુત્તમ તાપમાન સામાન્ય અથવા સામાન્ય કરતાં વધુ રહેવાની સંભાવના છે. દેશના મોટાભાગના ભાગોમાં સામાન્યથી નીચે તાપમાન નોંધાઈ શકે છે.

આ પણ વાંચો:કપાસિયા તેલના ભાવમાં ફરી વધારો ઝીંકાયો, ડબ્બે કેટલા રૂપિયાનો થયો વધારો?

3 ફેબ્રુઆરીએ દિલ્હીમાં વરસાદની શક્યતા
હવામાન વિભાગે આગાહી કરી છે કે, દિલ્હીમાં 3 ફેબ્રુઆરીએ વરસાદ પડશે. તે જ સમયે, રાજ્યમાં ફેબ્રુઆરીની શરૂઆતમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાન અનુક્રમે 20 અને 10 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે.

આ રાજ્યોમાં ઠંડીનો પ્રકોપ યથાવત રહેશે
મધ્ય અને ઉત્તર પશ્ચિમ ભારતના મોટાભાગના વિસ્તારોમાં ઠંડીનું જોર રહેશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, મધ્યપ્રદેશ, યુપી, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં આગામી બે દિવસ ઠંડીની સંભાવના છે.

હવામાન વિભાગે કહ્યું કે, ધ્રુવીય પ્રશાંત ક્ષેત્રમાં નબળી લા નિના સ્થિતિ સક્રિય છે, જે તીવ્ર ઠંડી સાથે સંકળાયેલ છે. તાજેતરની મોનસૂન મિશન ક્લાઈમેટ ફોરકાસ્ટ સિસ્ટમ (MMCFS)ની આગાહી દર્શાવે છે કે, લા નિનાની સ્થિતિ ઉત્તરીય ગોળાર્ધની વસંતઋતુથી નબળી પડવા લાગશે અને 2022ના બીજા ક્વાર્ટર દરમિયાન તટસ્થ થઈ જશે.

આ પણ વાંચો:  ફરી ખુલ્યા અંબાજી મંદિરના દ્વાર, દર્શને જતાં પહેલાં જાણી લો નિયમો…

આ પણ વાંચો: મૌલાના કમરગાની ઉસ્માની યુવકોને આ રીતે હુમલો કરવા ઉશ્કેરતો હતો… ATSનો મોટો ખુલાસો