જ્યાં હતા ત્યાં જ/ ભાવનગરના કલેકટર ની 9 દીવસ માં જ ફરી બદલી

રમેશ મેરજાને અમદાવાદના ડેપ્યુટી કમિશનર તરીકે ફરી નિમણૂંક કરવામાં આવ્યા છે

Top Stories Gujarat Others
3 39 ભાવનગરના કલેકટર ની 9 દીવસ માં જ ફરી બદલી

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી ગઈ છે ત્યાં બીજી બાજુ ચૂંટણી પૂર્વે બદલીનો દોર યથાવત છે. તાજેતરમાં જ રમેશ મેરજાની ભાવનગરમાં કલેક્ટર તરીકે બદલી કરવામાં આવી હતી. હવે આ બદલીના નવ દિવસમાં ફરી બદલી કરવામાં આવી છે. રમેશ મેરજાને અમદાવાદના ડેપ્યુટી કમિશનર તરીકે ફરી નિમણૂંક કરવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે  રમેશ મેરજા વર્ષ 2012ની બેચના આઈએએશ અધિકારી છે. અમદાવાદ ખાતે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ડેપ્યુટી કમિશનર પદે કાર્યરત હતાં. અગાઉ તેઓ રાજકોટમાં નાયબ મનોરંજન કર કમિશનર, આણંદ અને નવસારીમાં જિલ્લા પુરવઠા અધિકારી, રાજ્ય સ્ટેમ્પ ડ્યુટી કચેરીમાં અધિક કલેક્ટર, નડિયાદ અને મહેસાણા ખાતે અધિક નિવાસી કલેક્ટર તેમજ પાટણ જિલ્લા વિકાસ અધિકારી તરીકે કામગીરી કરી ચૂક્યાં છે.

નોંધનીય છે કે, વિધાનસભા ચૂંટણી પહેલા 23 IAS અધિકારીની બદલી કરવામાં આવી હતી જેમાં રમેશ મેરજાની સૌરાષ્ટ્રમાં ભાવનગરના બદલી કરવામાં આવી હતી. ત્યારે હવે નવ દિવસમાં તેમની ફરી બદલી કરવામાં આવી છે.