t20 world cup schedule/ T-20 વર્લ્ડ કપ માટે 12 ટીમ વચ્ચે હવે સીધો મુકાબલો,જાણો સમગ્ર કાર્યક્રમ

T20 વર્લ્ડ કપ 2022ના સુપર-12 તબક્કામાં ભાગ લેનારી તમામ ટીમ હવે નક્કી થઇ ગઇ છે. જ્યાં આઈસીસી રેન્કિંગના આધારે આઠ ટીમ સીધી સુપર-12 માટે ક્વોલિફાય થઈ હતી

Top Stories Sports
7 27 T-20 વર્લ્ડ કપ માટે 12 ટીમ વચ્ચે હવે સીધો મુકાબલો,જાણો સમગ્ર કાર્યક્રમ

T20 વર્લ્ડ કપ 2022ના સુપર-12 તબક્કામાં ભાગ લેનારી તમામ ટીમ હવે નક્કી થઇ ગઇ છે. જ્યાં આઈસીસી રેન્કિંગના આધારે આઠ ટીમ સીધી સુપર-12 માટે ક્વોલિફાય થઈ હતી. બીજી તરફ ઝિમ્બાબ્વે, શ્રીલંકા, નેધરલેન્ડ અને આયર્લેન્ડે ક્વોલિફાઈંગ રાઉન્ડ જીતીને સુપર-12માં જગ્યા બનાવી લીધી છે. આ ચાર ટીમોમાંથી ઝિમ્બાબ્વે અને નેધરલેન્ડને ભારતના ગ્રુપમાં એન્ટ્રી મળી છે. જ્યારે શ્રીલંકા અને સ્કોટલેન્ડને ગ્રુપ 1માં સ્થાન મળ્યું છે.

ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, શ્રીલંકા, આયર્લેન્ડ અને અફઘાનિસ્તાન હવે સુપર-12ના ગ્રુપ-1માં છે. જ્યારે ગ્રુપ 2માં ભારત, પાકિસ્તાન, ઝિમ્બાબ્વે, નેધરલેન્ડ, દક્ષિણ આફ્રિકા અને બાંગ્લાદેશ સામેલ છે. હવે આ 12 ટીમો વચ્ચે વર્લ્ડ ચેમ્પિયન બનવા માટે સંઘર્ષ થશે. આવો જાણીએ સુપર-12 સ્ટેજના સંપૂર્ણ શેડ્યૂલ વિશે.

22 ઓક્ટોબર ન્યુઝીલેન્ડ વિ ઓસ્ટ્રેલિયા, સિડની, બપોરે 12:30 કલાકે
22 ઓક્ટોબર ઈંગ્લેન્ડ વિરુદ્ધ અફઘાનિસ્તાન પર્થ, સાંજે 4:30 કલાકે
23 ઓક્ટોબર શ્રીલંકા વિરુદ્ધ આયર્લેન્ડ હોબાર્ટ, સવારે 9:30 કલાકે
23 ઓક્ટોબર ભારત વિ પાકિસ્તાન મેલબોર્ન, બપોરે 1:30 કલાકે
24 ઓક્ટોબર બાંગ્લાદેશ વિરુદ્ધ નેધરલેન્ડ હોબાર્ટ, બપોરે 12:30 કલાકે
24 ઓક્ટોબર દક્ષિણ આફ્રિકા વિ ઝિમ્બાબ્વે હોબાર્ટ, સાંજે 4:30 કલાકે
25 ઓક્ટોબર ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ શ્રીલંકા પર્થ, સાંજે 4:30 કલાકે
26 ઓક્ટોબર ઈંગ્લેન્ડ વિરુદ્ધ આયર્લેન્ડ મેલબોર્ન, સવારે 9:30 કલાકે
26 ઓક્ટોબર ન્યુઝીલેન્ડ વિરુદ્ધ અફઘાનિસ્તાન મેલબોર્ન, બપોરે 1:30 કલાકે
27 ઓક્ટોબર દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ બાંગ્લાદેશ સિડની, સવારે 8:30 કલાકે

27 ઓક્ટોબર ભારત વિરુદ્ધ નેધરલેન્ડ સિડની, બપોરે 12:30 કલાકે
27 ઓક્ટોબર પાકિસ્તાન વિરુદ્ધ ઝિમ્બાબ્વે પર્થ, સાંજે 4:30 કલાકે
28 ઓક્ટોબર અફઘાનિસ્તાન વિરુદ્ધ આયર્લેન્ડ મેલબોર્ન, સવારે 9:30 કલાકે
28 ઓક્ટોબર ઈંગ્લેન્ડ વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા મેલબોર્ન, બપોરે 1:30 કલાકે
29 ઓક્ટોબર ન્યુઝીલેન્ડ વિરુદ્ધ શ્રીલંકા સિડની, બપોરે 1:30 કલાકે
30 ઓક્ટોબર બાંગ્લાદેશ વિરુદ્ધ ઝિમ્બાબ્વે બ્રિસ્બેન, સવારે 8:30 કલાકે
30 ઓક્ટોબર પાકિસ્તાન વિરુદ્ધ નેધરલેન્ડ પર્થ, બપોરે 12:30 કલાકે
30 ઓક્ટોબર ભારત વિ દક્ષિણ આફ્રિકા પર્થ, સાંજે 4:30 કલાકે
31 ઓક્ટોબર ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ આયર્લેન્ડ બ્રિસ્બેન, બપોરે 1:30 કલાકે
1 નવેમ્બર અફઘાનિસ્તાન વિરુદ્ધ શ્રીલંકા બ્રિસ્બેન, સવારે 9:30 કલાકે

1 નવેમ્બર ઈંગ્લેન્ડ વિરુદ્ધ ન્યુઝીલેન્ડ બ્રિસ્બેન, બપોરે 1:30 કલાકે
2 નવેમ્બર ઝિમ્બાબ્વે વિ નેધરલેન્ડ એડિલેડ, સવારે 9:30 કલાકે
2 નવેમ્બર ભારત વિરુદ્ધ બાંગ્લાદેશ એડિલેડ, બપોરે 1:30 કલાકે
3 નવેમ્બર પાકિસ્તાન વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા સિડની, બપોરે 1:30 કલાકે
4 નવેમ્બર ન્યુઝીલેન્ડ વિ ન્યુઝીલેન્ડ એડિલેડ, સવારે 9:30 કલાકે
4 નવેમ્બર ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ અફઘાનિસ્તાન એડિલેડ, બપોરે 1:30 કલાકે
5 નવેમ્બર ઈંગ્લેન્ડ વિરુદ્ધ શ્રીલંકા સિડની, બપોરે 1:30 કલાકે
નવેમ્બર 6 દક્ષિણ આફ્રિકા વિ નેધરલેન્ડ એડિલેડ, સવારે 5:30 કલાકે
6 નવેમ્બર પાકિસ્તાન વિરુદ્ધ બાંગ્લાદેશ એડિલેડ, સવારે 9:30 કલાકે
6 નવેમ્બર ભારત વિ ઝિમ્બાબ્વે મેલબોર્ન, બપોરે 1:30 કલાકે

9 નવેમ્બર 9 1લી સેમિફાઇનલ, 1:30 વાગ્યે સિડની
10 નવેમ્બર 10 બીજી સેમી-ફાઇનલ, 1:30 વાગ્યે એડિલેડ
13 નવેમ્બર ફાઇનલ્સ, મેલબોર્ન, બપોરે 1:30 કલાકે

ભારતીય ટીમ આ વર્લ્ડ કપમાં ખિતાબનો દુષ્કાળ ખતમ કરવાના ઈરાદા સાથે ઉતરવા જઈ રહી છે. તેની પ્રથમ મેચ 23 ઓક્ટોબરે મેલબોર્નમાં પાકિસ્તાન સામે છે. આ પછી 27 ઓક્ટોબરે તેનો મુકાબલો ગ્રુપ-Aની રનર અપ ટીમ નેધરલેન્ડ સાથે થશે. ત્યારબાદ રોહિત બ્રિગેડ 30 ઓક્ટોબરે દક્ષિણ આફ્રિકા અને 2 નવેમ્બરે બાંગ્લાદેશ સામે ટકરાશે. ત્યારબાદ ટીમ ઈન્ડિયા 6 નવેમ્બરે ગ્રુપ-બીની વિજેતા ટીમ ઝિમ્બાબ્વે સામે ટકરાશે.