ઉત્પાદન/ કૃભકો કંપની સુરત અને ઉત્તર પ્રદેશમાં ઓક્સિજન પ્લાન્ટ સ્થાપશે

ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવામાં આવશે

Gujarat
comany કૃભકો કંપની સુરત અને ઉત્તર પ્રદેશમાં ઓક્સિજન પ્લાન્ટ સ્થાપશે

સુરતના ઐાધોગિક હજીરા વિસ્તારમાં આવેલી કૃભકાે કંપની ખાતર ઉત્પાદન માટે જાણીતી છે. આ કંપનીએ જાહેર કર્યું છે કે તે સુરત અને ઉત્તર પ્રદેશમાં ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવાની તૈયારી કરી રહી છે. હાલમાં દેશમા કોરોના સંક્રમણના કેસો વધી રહ્યા છે કોરોનાના દર્દીઓને ઓક્સિજનની ખુબ જરૂર પડે છે.ઓક્સિજનની ભારે અછત જાેવા મળે છે તેને ધ્યાનમાં લઇને કૃભકો કંપનીએ સુરત અને ઉત્તર પ્રદેશમાં ઓક્સિજન પલાન્ટ સ્થાપશે. પ્લાન્ટ કાર્યરત થયાં બાદ જરૂરીયાત મુજબ હોસ્પિટલોને ઓક્સિજન વિનામૂલ્ય આપવામાં આવશે.

દેશમાં કોરોના સંક્રમણના કેસો ઝડપથી વધી રહ્યા છે જેના લીધે ઓખ્સિજનની માંગમાં ખુબ ધારો થયો છે ઓક્સિજનની અછતના લીધે અનેક લોકો મોતને ભેટી રહ્યા છે આ બાબતને ધ્યાનમાં લઇને પ્લાન્ટ સ્થાપવાનું કૃભકો કંપનીએ વિચાર્યુ છે. કૃભકોના અધ્યક્ષ ડોકટર ચંદ્રપાલસિંહ અને તેમના કર્મચારીઓના યોગદાન દ્વારા ગુજરાત મુખ્યંત્રી રાહત ફાળામાં 1 કરોડ ફાળવ્યા છે. કોરોના મહામારી સામે લડવા સુરતના હજીરામાં અને ઉત્તર પ્રદેશના શાહજહાનપુરામાં ઓક્સિજન પ્લાન્ટ બનાવવામાં આવશે.આ પ્લાન્ટ 15 દિવસમાં કાર્યરત કરવામાં આવશે.