પાણીની અછત/ ઉનાળામાં આ ગામની હાલત અતિ દયનીય,પીવાના પાણી માટે 300 રૂપિયા ખર્ચ કરવા પડે છે!

સાંજ અને રાત્રી વચ્ચે કુવામાં એકઠું થતુ થોડું પાણી ભરવા માટે ગ્રામજનોમાં લાંબી કતારમાં ઉભા રહે છે, જે રાત્રે કુવા પાસે પહેલા પહોંચે છે તેને પાણી મળે છે

Top Stories India
4 30 ઉનાળામાં આ ગામની હાલત અતિ દયનીય,પીવાના પાણી માટે 300 રૂપિયા ખર્ચ કરવા પડે છે!

એક તરફ ગરમીના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે. ત્યારે પાણીની અછતના સમાચાર સામે આવી રહ્યા  છે. મધ્યપ્રદેશના શિવપુરીમાં દર વખતે ઉનાળામાં પાણીની અછત વર્તાય છે.  ગરમીએ આ આફતમાં વધારો કર્યો છે. લોકોને પાણી માટે 2 થી 3 દિવસ રાહ જોવી પડે છે અને જો પાણી ન મળે તો પાણી માટે 300 રૂપિયા ખર્ચ કરીને પાણી ખરીદે છે. ગામની હાલત ઉનાળામાં દયનીય બની છે, સમગ્ર ગામ પાણી મેળવવા માટે વલખાં મારી રહ્યા છે પરતું પ્રશાસનના પેટનું પાણી પણ હાલતું નથી.

વર્ષોથી ચાલી આવતી આ સમસ્યાનો સામનો કરવા માટે સિંધ નદીમાંથી પાણી લાવવાની યોજના 2010માં લાવવામાં આવી હતી. જલવર્ધન યોજના અમલી કરવામાં આવી છે છંતા પણ કોઇ નિરાકરણ જોવા મળતું નથી. આ યોજના અતર્ગત અનેક ગણો બજેટ ફાળવવામાં આવ્યા છે તે છંતા પણ સમસ્યાનો કોઇ નિરાકરણ આજદિન સુધી આવ્યું નથી

શિવપુરી ઉપરાંત મધ્યપ્રદેશના ડિંડોરી જિલ્લાના ઘણા ગામો પણ પાણીની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે. તાજેતરનો મામલો શાહપુરા વિધાનસભા મત વિસ્તારના દોમદાદર ગામનો છે, જ્યાં ગ્રામજનો પાણી માટે વલખા મારવા મજબૂર છે. રાત્રે, ગામલોકો કૂવા પાસે કતારમાં ઉભા રહે છે અને તેમના વારાની રાહ જુએ છે.

સાંજ અને રાત્રી વચ્ચે કુવામાં એકઠું થતુ થોડું પાણી ભરવા માટે ગ્રામજનોમાં લાંબી કતારમાં ઉભા રહે છે . જે રાત્રે કુવા પાસે પહેલા પહોંચે છે તેને પાણી મળે છે અને પાછળથી પહોંચનાર ગ્રામજનોને ગંદા અને કીચડવાળા પાણીથી તરસ છીપવી પડે છે. ગામની શાળામાં એક હેન્ડપંપ છે, ગ્રામજનોનું કહેવું છે કે પાણીની સમસ્યા અંગે ગ્રામ પંચાયતથી લઈને કલેક્ટર અને સંત્રીથી લઈને મંત્રી સુધી અનેક વખત ફરિયાદ કરી છે પરંતુ આજ સુધી કોઈએ તેમની દરકાર લીધી નથી.