2024 elections/ મહિલાઓને લઈને કોંગ્રેસના નેતાના નિવેદનથી મચી બબાલ

મહિલાઓને આવડે છે ફક્ત આ કામ

India Top Stories
Beginners guide to 2024 03 30T144724.462 મહિલાઓને લઈને કોંગ્રેસના નેતાના નિવેદનથી મચી બબાલ

 

Karnataka News : કર્ણાટકા કોંગ્રેસના સીનીયર નેતા શિવશંકરપ્પાએ ભાજપની મહિલા ઉમેદવારને ઉદ્દેશીને કહ્યું કે ફક્ત તેમને એક જ કામ આવડે છે કિચનમાં જમવાનું બનાવવાનું.

દેશમાં હાલમાં લોકસબા ચૂંટણી 2024 ચીલી રહી છે. દરમિયાન કર્ણાટક કોંગ્રેસના સીનીયર નેતા અને ધારાસભ્ય શમનૂર શિવશંકરપ્પાએ એક એવું નિવેદન આપ્યું છે કે તેનાથી બબાલ મચી ગઈ છે. તેને મહિલાઓનું ઘોર અપમાન ગણવામાં આવી રહ્યું છે. શિવશંકરપ્પાએ કર્ણાટકની દાવણગેરે સંસદીય સીટથી ભાજપના ઉમેદવાર અને હાલના સાંસદ અને પૂર્વ કેન્દ્રિય મંત્રી જીએમ સિધ્ધેશ્વરની પત્ની ગાયત્રી સિધ્ધેશ્વર સંબંધી નિવેદન આપીને વિવાદ ઉભો કરી દીધો છે. કોંગ્રેસ કાર્યકરોની એક બેઠકમાં શિવશંકરપ્પા બોલી રહ્યા હતા ત્યારે તેમણે આ નિવેદન આપ્યું હતું.

તે સમયે તેમણે ગાયત્રીની યોગ્યતાને લઈને સવાલ કર્યા હતા. તેમણે કહ્યું કે ગાયત્રી પાસે જનતાની સમસ્યાઓને ઉકેલવાની ક્ષમતા નથી. વધુમાં તેમણે કહ્યું કે જેમ કે તમે સૌ જાણો છો કે તે ચૂંટણી જીતેને મોદીને કમળનું ફૂલ આપવા માંગતી હતી. પહેલા તેણે દાવણગેરેની સમસ્યાઓને સમજવા જો. અમે (કોંગ્રેસ) વિસ્તારમાં વિકાસના કામો કર્યા છે. વાત કરવાનું આવડવું એક વાત છે. પરંતુ તે ફક્ત કિચનમાં ખાવાનું બનાવવાનું જાણે છે. વિપક્ષી પાર્ટીમાં જનતાની સામે વાત કરવાની તાકાત નથી.

92 વર્ષના શિવશંકરપ્પા દાવણગેરે દક્ષિણ સીટથી પાંચ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. તે પાર્ટીના સૌથી વધુ વૃધ્ધ ધારાસભ્ય છે. તેમની વહુ પ્રભા મલ્લિકાર્જુન આગામી ચૂંટણીમાં આ સીટ માટે કોંગ્રેસની પસંદ છે.

ભાજપના કોંગ્રેસના ધારાસભ્યની વિરૂધ્ધ ચૂંટણી આયોગમાં તેમના વિવેદનને પગલે ફરિયાદ કરી છે. પોતાના વિરૂધ્ધ શિશંકરપ્પાના નિવેદન પર ગાયત્રીએ કહ્યું કે આજે કોઈ કામ એવું નથી જેને મહિલાઓ કરતી નથી. વધુમાં તેમમે કહ્યું કે તેઓ કહે છે કે અમારે ફક્ત કિચનમાં રહેવું જોઈએ અને જમવાનું બનાવવું જોઈએ. આજે કયા ક્ષેત્રમાં મહિલાઓ નથી ? મહિલાઓ આજે વિમાન પણ ચલાવે છે. તે વૃધ્ધ છે તેમને ખબર નથી કે મહિલાઓએ કેટલી3 પ્રગતિ કરી છે. તેઓ એ પ્રેમને નથી ઓળખતા જેમાં મહિલાઓ પૂરૂષો, બાળકો અને વૃધ્ધો માટે ઘરમાં જમવાનું બનાવે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:PM Modi and Khadge/4 જજોએ પ્રેસ કોન્ફરન્સ કેમ કરી? પીએમ મોદી અને ખડગે ધાકધમકીનાં આરોપમાં સામસામે

આ પણ વાંચો:Foreign Minister of Ukraine/યુક્રેનના વિદેશ મંત્રી પ્રથમ વખત ભારતની મુલાકાતે 

આ પણ વાંચો:Mukhtar Ansari Death/મુખ્તાર અન્સારીનું આજે પોસ્ટમોર્ટમ કરવામાં આવશે, તેમના અંતિમ સંસ્કાર પૈતૃક