Politics/ સરકારનાં વિરોધમાં આજે ગુજરાત કોંગ્રેસ પાર્ટીનાં નેતાઓ મેદાને ઉતર્યા

રાજ્યમાં શાળાઓ ખોલવાના ગુજરાત સરકારનાં નિર્ણય બાદ હવે રાજ્યમાં કોંગ્રેસ પાર્ટી મેદાને આવી ગઇ છે. આજે અમિત ચાવડા, પરેશા ધાનાણી અને ભરતસિંહ સહિતનાં

Top Stories India
11 489 સરકારનાં વિરોધમાં આજે ગુજરાત કોંગ્રેસ પાર્ટીનાં નેતાઓ મેદાને ઉતર્યા
  • શાળાઓ ખોલવા અંગે અમિત ચાવડાનું નિવેદન
  • છેલ્લા દોઢ વર્ષમાં સરકાર યોગ્ય નિર્ણય નથી લઇ શકી
  • જાહેરાત બાદ સરકાર વારંવાર પુનઃ વિચારણા કરે છે
  • હજીપણ ત્રીજો વેવ આવવાની શકયતા છે
  • વેકસીનની યોગ્ય વ્યવસ્થા કરી નિર્ણય લેવો જોઈએ
  • પૂરતા પ્રમાણમાં વેકસીન વગર શાળાઓ શરૂ કરવા અંગે સરકાર ગંભીર બને
  • પબ્લિસિટી માટે ઉતાવળા નિર્ણયો ના લેવા જોઈએ
  • આયોજન સાથે શાળાઓ ખોલવા નિર્ણય લેવો જોઈએ

રાજ્યની કોંગ્રેસ પાર્ટીનાં નેતાઓ આજે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનાં વિરોધમાં આજે રસ્તે ઉતરી છે. ખાસ કરીને જ્યારથી પેગાસસ જાસૂસી મામલો સામે આવ્યો ત્યારથી સમગ્ર દેશમાં સરકારનો વિરોધ અલગ-અલગ પાર્ટીઓ દ્વારા કરવામા આવી રહ્યો છે. વળી રાજ્યમાં શાળાઓ ખોલવાના ગુજરાત સરકારનાં નિર્ણય બાદ હવે રાજ્યમાં કોંગ્રેસ પાર્ટી મેદાને આવી ગઇ છે. આજે અમિત ચાવડા, પરેશા ધાનાણી અને ભરતસિંહ સહિતનાં કોંગ્રેસનાં નેતાઓએ ઘણા મુદ્દાઓને લઇને રાજ્ય સરકારનો વિરોધ કર્યો હતો.

જણાવી દઇએ કે, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં, રાજ્યની શાળાઓમાં ધોરણ 9 થી 11 નાં વર્ગોની શાળાઓમાં આગામી તારીખ 26 જુલાઈ 2021- સોમવારથી ફિઝિકલ-ભૌતિક શૈક્ષણિક કાર્ય ફરી શરૂ કરવામાં આવશે  આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જેને લઇને ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ નિવેદન આપ્યુ છે. તેમણે કહ્યુ કે, છેલ્લા દોઢ વર્ષમાં સરકાર યોગ્ય નિર્ણય નથી લઇ શકી, જાહેરાત બાદ સરકાર વારંવાર પુનઃ વિચારણા કરે છે અને હજી પણ ત્રીજો વેવ આવવાની શકયતા છે, ત્યારે જો વેક્સિનની યોગ્ય વ્યવસ્થા ન થાય ત્યા સુધી આ મુજબનું નિર્ણય લેવો જોઇએ. તેમણેમ કહ્યુ કે, પૂરતા પ્રમાણમાં વેક્સિન વિના શાળાઓ શરૂ કરવા અંગે સરકાર ગંભીર બને. તેમણે વધુમાં કહ્યુ કે, ખોટી પબ્લિસિટી માટે ઉતાવળા નિર્ણયો ન લેવા જોઇએ. જ્યા સુધી યોગ્ય આયોજન ન થાય ત્યા સુધી શાળાઓ ખોલવા સમજદારીથી નિર્ણય લેવો જોઇએ.

  • રૂપાણી સરકારની 5 વર્ષની ઉજવણી અંગે નિવેદન
  • અમિત ચાવડાનું નિવેદન
  • સામાન્ય જનતા-સરકાર માટે નિર્ણયો જુદાજુદા
  • પોલીસ પ્રજા સામે તુરંત કાર્યવાહી કરે
  • પણ ભાજપના નેતાઓ સામે નહીં
  • ઉજવણી કરતા સરકારે જવાબ આપો જોઈએ કે આ સ્થિતિ કેમ ?
  • આરોગ્ય, બેરોજગારી -શિક્ષણની સ્થિતિ અંગે સરકાર જવાબ આપે
  • લાખો લોકો માર્યા છે ત્યારે ઉજવણી શા માટે કરો છો?

સરકારનાં નિર્ણયો પર હવે કોંગ્રેસ પાર્ટીનાં નેતાઓ વિરોધ પ્રદર્શન કરવા રસ્તે આવી ગયા છે. જણાવી દઇએ કે, રાજ્યની રૂપાણી સરકારની 5 વર્ષની ઉજવણી અંગે અમિત ચાવડાનું નિવેદન સામે આવ્યુ છે. તેમણે કહ્યુ કે, રાજ્યમાં સામાન્ય જનતા માટે અને સરકાર માટે નિર્ણયો જુદા-જુદા છે. પોલીસ જનતાનની ભૂલ દેખાય છે ત્યારે તુરંત જ કાર્યવાહી કરે છે. પણ ભાજપનાં નેતાઓ સામેે કરતી નથી. ચાવડાએે વધુમાં કહ્યુ કે, ઉજવણી કરતા સરકારે જવાબ આપવો જોઈએ કે આ સ્થિતિ કેમ? આરોગ્ય, બેરોજગારી -શિક્ષણની સ્થિતિ અંગે સરકાર જવાબ આપે. લાખો લોકો માર્યા ગયા છે ત્યારે ઉજવણી શા માટે કરો છો?

  • હાર્દિક પટેલની કોંગ્રેસના કાર્યક્રમમાં ગેરહાજરી
  • અમિત ચાવડાનું નિવેદન
  • રાજકીય પાર્ટીઓમાં અલગ અલગ નેતાઓને જવાબદારી
  • અગાઉના કાર્યક્રમના કારણે નેતાઓ હાજર ના પણ રહે
  • નેતાઓ અલગ અલગ ઝોનમાં પાર્ટીના કાર્યક્રમમાં વ્યસ્ત
  • નેતાઓનો એકજ લક્ષ્યાંક કે સામાન્ય લોકોના અવાજ બુલંદ કરવો

વળી અમિત ચાવડાએ હાર્દિક પટેલની કોંગ્રેસનાં કાર્યક્રમમાં ગેરહાજરીને લઇને નિવેદન આપ્યુ છે. તેમણે કહ્યુ કે, રાજકીય પાર્ટીઓમાં અલગ અલગ નેતાઓને જવાબદારી આપવામા આવતી હોય છે. અગાઉનાં કાર્યક્રમનાં કારણે નેતાઓ હાજર ના પણ રહે. વધુમાં કહ્યુ કે, નેતાઓ અલગ અલગ ઝોનમાં પાર્ટીનાં કાર્યક્રમમાં વ્યસ્ત હોય છે. નેતાઓનો એક જ લક્ષ્યાંક હોય છે તે છે સામાન્ય લોકોનાં અવાજ બુલંદ કરવો.