Not Set/ દેશ હવે કોરોના મુક્ત તરફ,છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 795 કેસ,58 દર્દીઓના મોત

દેશમાં કોરોનાના કેસ સમાપ્તી તરફ વધી રહ્યા છે, નવા કેસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ટૂંક સમયમાં ભારત કોરના મુક્ત થઇ જશે

Top Stories India
5 8 દેશ હવે કોરોના મુક્ત તરફ,છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 795 કેસ,58 દર્દીઓના મોત

દેશમાં કોરોનાના કેસ સમાપ્તી તરફ વધી રહ્યા છે, નવા કેસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ટૂંક સમયમાં ભારત કોરના મુક્ત થઇ જશે.આજે  છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોના વાયરસના નવા કેસોમાં 13 ટકાનો ઘટાડો થયો છે અને આ સમયગાળામાં 795 નવા કેસ નોંધાયા છે. નવા કેસ સાથે, દેશમાં કોરોના કેસની કુલ સંખ્યા 43, 029,839 થઈ ગઈ છે. જ્યારે સક્રિય કેસની સંખ્યા 12,054 છે. છેલ્લા 24 કલાકમાં આ જીવલેણ વાયરસને 1,280 લોકોએ હરાવ્યો છે.  અત્યાર સુધીમાં કુલ 42,496,369 લોકો કોરોનાથી સાજા થયા છે.

છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કારણે 58 લોકોના મોત થયા છે. જ્યારે ગઈકાલે આ સંખ્યા 13 હતી. દેશમાં આ વાયરસના કારણે અત્યાર સુધીમાં કુલ 521,416 લોકોના મોત થયા છે. કોરોનાને હરાવવા માટે દેશમાં લોકોને ઝડપથી રસી આપવામાં આવી રહી છે. છેલ્લા 24 કલાકમાં 16,17,668 લોકોને રસી આપવામાં આવી છે. અત્યાર સુધીમાં કુલ 1,84,87,33,081 રસી આપવામાં આવી છે.

કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરી સોમવારે સતત પાંચમા દિવસે કોવિડ મુક્ત રહ્યો. છેલ્લા 24 કલાકમાં અહીં કોરોના વાયરસના ચેપનો એક પણ કેસ નોંધાયો નથી અને સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા પણ શૂન્ય પર રહી છે. સ્વાસ્થ્ય વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ આ માહિતી આપી. ડાયરેક્ટર (આરોગ્ય) જી. શ્રીરામુલુએ કહ્યું કે સોમવારે સવારે 10 વાગ્યે સમાપ્ત થયેલા 24 કલાકના સમયગાળામાં, કોવિડ -19 માટે 12 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાંથી એકમાં પણ ચેપની પુષ્ટિ થઈ નથી.શ્રીરામુલુના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં પુડુચેરીમાં કોરોના વાયરસના ચેપને કારણે એક પણ જીવ ગયો નથી, જેના કારણે આ કેન્દ્ર શાસિત પ્રદેશમાં મૃત્યુઆંક 1,962 પર સ્થિર રહ્યો છે.