બોલિવૂડ/ દેશને હવે નવા PM ની જરૂર છેઃ સ્વરા ભાસ્કર

ફિલ્મ અભિનેત્રી સ્વરા ભાસ્કર સતત રાજકારણ અને સમાજને લગતા મુદ્દાઓ વિશે વાતો કરતી રહે છે. કોરોના સંકટની વચ્ચે, જે રીતે દેશભરમાં આરોગ્ય સેવાઓ સંપૂર્ણ રીતે બરબાદ થઈ ગઈ છે, તેને લઇને સ્વરા સરકારને પૂર જોરથી સવાલ કરી રહી છે. હવે

Entertainment
123 149 દેશને હવે નવા PM ની જરૂર છેઃ સ્વરા ભાસ્કર

ફિલ્મ અભિનેત્રી સ્વરા ભાસ્કર સતત રાજકારણ અને સમાજને લગતા મુદ્દાઓ વિશે વાતો કરતી રહે છે. કોરોના સંકટની વચ્ચે, જે રીતે દેશભરમાં આરોગ્ય સેવાઓ સંપૂર્ણ રીતે બરબાદ થઈ ગઈ છે, તેને લઇને સ્વરા સરકારને પૂર જોરથી સવાલ કરી રહી છે. હવે તેણે સીધા વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કર્યા છે.

કોરોના સંક્રમિત / કોરોનાની શિલ્પા શેટ્ટીના ઘરે એન્ટ્રી, પતિ-બાળકો અને સાસુ-સસરા થયા સંક્રમિત

સ્વરાએ કોરોના સંકટમાં સરકારને ફેઇલ બતાવતા કહ્યુ છે કે, દેશને નવા વડાપ્રધાનની જરૂર છે. તેમના ટ્વીટની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થાય છે. પત્રકાર શેખર ગુપ્તાએ ટ્વિટર પર કોરોના સંકટ અને સરકારની કામગીરી અંગે લખેલ લેખ શેર કર્યો છે. આ શેર કરતાં તેમણે લખ્યું – જો પીએમઓ ઇચ્છે કે દેશ ચાલતો રહે, તો વડા પ્રધાન નરેન્દ્ર મોદીને હવે નવી ટીમની જરૂર છે. તેમની આ ટ્વીટ પર પ્રતિક્રિયા આપતા સ્વરા ભાસ્કરે લખ્યું કે, ભારતને નવા વડા પ્રધાનની જરૂર છે. જો ભારતીઓ ઇચ્છે છે કે તેઓ તેમના પ્રિય કુટુંબીજનોને શ્વાસ માટે હાફતા ન જોવા પડે. આ ટ્વીટ બાદ #SwaraBhasker ટ્વિટર પર ટ્રેન્ડ કરવા લાગ્યુ. પોતાના આ ટ્વીટને લઇને સ્વરા ભાસ્કર સોશિયલ મીડિયા પર સરકાર તરફી યુઝર્સનાં નિશાના પર આવી ગઇ છે, તેને ખૂબ ટ્રોલ કરવામાં આવી રહી છે. કેટલાક લોકો તેને મગજની સારવાર કરાવવાની વાત કરી રહ્યા છે, જ્યારે કેટલાક લોકો પીએમને બદલે ટ્વિટર પરથી તેને જ હટાવવાની માંગ કરી રહ્યા છે. વળી, ઘણા લોકોએ સ્વરાને ટેકો પણ આપ્યો છે અને લખ્યું છે કે હોસ્પિટલોની હાલત જોઈને સરકાર કેવી રીતે નિષ્ફળ ગઈ છે તે કહેવાની જરૂર નથી.

123 150 દેશને હવે નવા PM ની જરૂર છેઃ સ્વરા ભાસ્કર

Bollywood / વિરાટ અને અનુષ્કાએ કોરોના સંકટમાં દાન આપ્યા આટલા કરોડ રૂપિયા, જુઓ વીડિયો

દેશમાં કોરોના વાયરસની બીજી લહેર અને કોરોના દર્દીઓની સંખ્યામાં વધારો થયા પછી, છેલ્લા દોઢ મહિનાથી ભારતની આરોગ્ય વ્યવસ્થા ધરાશાયી થઈ છે. હોસ્પિટલોમાં કોરોનાનાં વધતા જતા કેસોથી દવાઓ, પલંગ અને ઓક્સિજનની તંગી શરૂ થઈ ગઇ છે. ઓક્સિજન અને કોરોનામાં ઉપયોગમાં લેવામાં આવતી દવાઓની તીવ્ર અછત છે. ઓક્સિજનનો અભાવ દરરોજ લોકોને મૃત્યુ તરફ દોરી રહ્યો છે. સ્વરા સહિત અનેક હસ્તીઓ આ અંગે સતત સરકારને સવાલો કરી રહ્યા છે.

sago str 5 દેશને હવે નવા PM ની જરૂર છેઃ સ્વરા ભાસ્કર