Covid-19/ નવા કેસોનાં મામલે 17 માંથી 5 માં નંબરે પહોંચ્યો દેશ, માત્ર આ દેશ છે ભારતથી આગળ

દેશમાં નવા કોરોના દર્દીઓની સંખ્યામાં તીવ્ર વૃદ્ધિએ ચિંતા વધારી દીધી છે.

Trending
Mantavya 78 નવા કેસોનાં મામલે 17 માંથી 5 માં નંબરે પહોંચ્યો દેશ, માત્ર આ દેશ છે ભારતથી આગળ

દેશમાં નવા કોરોના દર્દીઓની સંખ્યામાં તીવ્ર વૃદ્ધિએ ચિંતા વધારી દીધી છે. બે મહિનાની અંદર, દરરોજ નવા દર્દીઓની સંખ્યા એટલી વધી ગઈ કે ભારત 17 માં સ્થાનેથી પાંચમાં સ્થાને પહોંચી ગયુ છે. અમેરિકા, બ્રાઝિલ, ઇટલી અને ફ્રાન્સ આ ચાર દેશો દૈનિક સૌથી વધુ દર્દીઓની નોંધણી થવાના મામલે ભારત કરતા આગળ છે.

Vaccination / Dy CM નીતિન પટેલ લેશે કોરોનાની રસીનો પહેલો ડોઝ

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયનાં જણાવ્યા અનુસાર, ગુરુવારે સવારે 8 વાગ્યા સુધી 24 કલાકમાં કુલ 17,407 નવા કેસ મળી આવ્યા હતા, જે છેલ્લા એક મહિનામાં સૌથી વધુ સંખ્યા છે. અગાઉ, 29 જાન્યુઆરીએ, 24 કલાકમાં વાયરસનાં 18,855 નવા કેસ નોંધાયા હતા. આ સમયગાળા દરમિયાન, દેશમાં ચેપગ્રસ્ત લોકોની સંખ્યા વધીને 1,11,56,923 થઈ ગઈ છે, જ્યારે 89 વધુ કોરોના દર્દીઓનાં મૃત્યુથી સંખ્યા વધીને 1,57,435 થઈ ગઇ છે.

Covid-19 / બ્રાઝિલમાં કોરોનાનાં કેસમાં વધારો, નવા કેસમાં US ને છોડ્યું પાછળ

સમગ્ર દુનિયામાં કોરોના દર્દીઓનો આંકડો 11.57 કરોડને વટાવી ગયો છે. જેમાંથી, 9કરોડ 14 લાખથી વધુ લોકો ઠીક થઇ ચુક્યા છે, જે બાદ 25.7 લાખથી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. વિશ્વવ્યાપી સક્રિય દર્દીઓની કુલ સંખ્યા લગભગ 2.18 કરોડ છે.

Pakistan / મારા લોકો વેચાઈ ગયા, હું વિપક્ષમાં બેસવા માટે તૈયાર : સત્તા ગુમાવવાના ડર થી ઈમરાન ખાનના હવાતિયા

દેશનાં કુલ સક્રિય દર્દીઓ (વિશ્વભરનાં કુલ દર્દીઓની ટકાવારી તરીકે)

અમેરિકા         40.8

ફ્રાંસ                15.5

યુકે                  4.5

બ્રાઝિલ           3.6

બેલ્જિયમ       3.2

ભારત             0.7

સક્રિય દર્દીઓનાં મામલામાં ભારત 13 માં સ્થાને છે:

દેશમાં રોગચાળોથી મૃત્યુને ભેટી રહેલા દર્દીઓનો આંક ઓછો થઈ રહ્યો છે, પરંતુ સક્રિય કિસ્સાઓમાં વધારો થયો છે. સક્રિય દર્દીઓની સંખ્યાનાં મામલે ભારત 13 માં ક્રમે છે. ગુરુવારે, સક્રિય દર્દીઓની સંખ્યા 3,287 વધીતા કુલ દર્દીઓની સંખ્યા 1,73,413 થઈ ગઈ છે. આ સંખ્યા કુલ ચેપગ્રસ્તનાં 1.55 ટકા છે. દેશમાં કોરોનાનો રિકવરી દર 97.03 છે. સક્રિય કેસનો દર ઘટીને 1.55 ટકા આવી ગયો છે, પરંતુ મૃત્યુ દર હજુ પણ 1.41 ટકા છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ