Not Set/ દેશની નંબર વન કંપની મારુતિ લાવી રહી છે નવી WagonR, શું છે ખાસિયત જાણો

દેશમાં સૌથી ઝડપથી વહેચાતી કાર કંપની મારુતિ સુજુકી તેની ફેમિલી કાર WagonR  માં નવા ફિચર સાથે લાવવાની તૈયારીમાં છે. આ નવી કાર સાત સીટોવાળી MPV(મલ્ટી પર્પજ વીહીકલ) હશે. જે WagonR પર બેસ્ડ હશે. આ વાત એક રિપોર્ટમાં કહેવામાં આવી છે. WagonR પર બેસ્ડ આ કારને કંપની આવતા મહિને એટલે કે જૂનમાં લાવવાની તૈયારી કરી રહી […]

Tech & Auto
2019 Maruti Suzuki WagonR દેશની નંબર વન કંપની મારુતિ લાવી રહી છે નવી WagonR, શું છે ખાસિયત જાણો

દેશમાં સૌથી ઝડપથી વહેચાતી કાર કંપની મારુતિ સુજુકી તેની ફેમિલી કાર WagonR  માં નવા ફિચર સાથે લાવવાની તૈયારીમાં છે. આ નવી કાર સાત સીટોવાળી MPV(મલ્ટી પર્પજ વીહીકલ) હશે. જે WagonR પર બેસ્ડ હશે. આ વાત એક રિપોર્ટમાં કહેવામાં આવી છે. WagonR પર બેસ્ડ આ કારને કંપની આવતા મહિને એટલે કે જૂનમાં લાવવાની તૈયારી કરી રહી છે.

WagonRનાં સાત સીટોવાળા વર્જનનાં લોન્ચને લઇને હજુ કંપની નિર્ણય લઇ રહી છે. એક રિપોર્ટ્સ મુજબ કંપની આ 7 સીટવાળી MPVમાં વધુ પ્રીમિયમ ઇંટીરિયર લાવી શકે છે. જેથી આ કારને સ્ટાન્ડર્ડ WagonR અને આર્ટિગાથી અલગ કરી શકે. WagonR કારને ફેમિલી કાર ગણવામાં આવે છે. આ કાર કંપનીની એક સમયની મોસ્ટ સેલિંગ કાર હતી. હવે આ કારને લઇને કંપનીએ શું વિચાર કે પછી તેના પર શું પરિક્ષણ કર્યુ છે તે માર્કેટમાં આવ્યા બાદ સ્પષ્ટ થઇ જશે.

આ હોઇ શકે છે તેના ફિચર

મારુતિ સુજુકીની સાત સીટોવાળી આ કારમાં 1.2 લીટર, 4 સિલિંડર પેટ્રોલ એંન્જિન દેવામાં આવી શકે છે. જો કે આ જ એંન્જિન WagonR હેચબેકમાં પણ ઉપયોગ કરાયુ છે. આ કારમાં પાંચ સ્પીડ મેન્યુઅલ અને પાંચ સ્પીડ એએમટી ગેયરબોક્સ આપવામાં આવી શકે છે. આપને જણાવી દઇએ કે, આ કારની ટક્કર રેનોની આવનારી કાર Triberથી થઇ શકે છે.