Not Set/ 23 વર્ષથી ગટરમાં રહે છે આ દંપતી …,  કારણ જાણીને તમે પણ ચોંકી જશો

મિત્રો, જીવનમાં બીજું કાઇ મળે કે ના મળે, પરંતુ દરેક માનવીનું એક સ્વપ્ન હોય છે કે, તેની પાસે પોતાનું એક નાનું ઘર હોવું જોઈએ. આજે અમે તમને એક એવા દંપતી વિશે જણાવી રહ્યા છીએ જે લગભગ 23 વર્ષથી ગટરમાં પોતાનું જીવન જીવી રહ્યા છે. આ વ્યક્તિનું નામ મિગુએલ રેસ્ટ્રેપો તરીકે વર્ણવવામાં આવ્યું છે, જે તેની […]

Uncategorized
g4 23 વર્ષથી ગટરમાં રહે છે આ દંપતી ...,  કારણ જાણીને તમે પણ ચોંકી જશો

મિત્રો, જીવનમાં બીજું કાઇ મળે કે ના મળે, પરંતુ દરેક માનવીનું એક સ્વપ્ન હોય છે કે, તેની પાસે પોતાનું એક નાનું ઘર હોવું જોઈએ. આજે અમે તમને એક એવા દંપતી વિશે જણાવી રહ્યા છીએ જે લગભગ 23 વર્ષથી ગટરમાં પોતાનું જીવન જીવી રહ્યા છે. આ વ્યક્તિનું નામ મિગુએલ રેસ્ટ્રેપો તરીકે વર્ણવવામાં આવ્યું છે, જે તેની પત્ની મારિયા ગાર્સિયા અને તેમના પાલતુ કૂતરા સાથે ગટરમાં રહે છે.

g2 23 વર્ષથી ગટરમાં રહે છે આ દંપતી ...,  કારણ જાણીને તમે પણ ચોંકી જશો

આ વિશે જાણીને દરેકને આશ્ચર્ય થયું છે.  આ દંપતીએ ગટરને જ તેમનું જીવન જીવવાનું આરામદાયક ઘર બનાવ્યું છે. હકીકતમાં,  આ મામલો અમેરિકાના કોલમ્બિયાનો છે. હવે ચાલો તમને જણાવીએ કે ગટરમાં રહેવાની જરૂર કેમ પડી..? તો,  આ બંને પતિ-પત્નીને નશો કરવાની ટેવ પડી ગઈ હતી. ડ્રગ્સે તેમનું જીવન બરબાદ કરી દીધું છે.

g1 23 વર્ષથી ગટરમાં રહે છે આ દંપતી ...,  કારણ જાણીને તમે પણ ચોંકી જશો

દરેક વ્યક્તિએ તેમના નશો કરવાની ટેવને કારણે  આ બંને તરફ પીઠ ફેરવી હતી. પરંતુ જ્યારે આ લોકો હોશમાં આવ્યા, ત્યારે તેઓએ બધું ગુમાવી ચૂક્યા હતા.  જે બાદ તેમણે સતત પોતાનું જીવન સુધારવાનો પ્રયાસ કર્યો. પરંતુ તેમની આદત જોયા પછી કોઈએ તેમને મદદ કરી નહીં. જે બાદ તેઓએ ગટરમાં રહેવાનુ શરૂ કર્યું .

g3 23 વર્ષથી ગટરમાં રહે છે આ દંપતી ...,  કારણ જાણીને તમે પણ ચોંકી જશો

આ કપલની આ ગટરમાં બનાવેલા ઘરમાં બધું છે, તેમાં ટીવી ફ્રીઝ કૂલર છે. એટલું જ નહીં, હવે આ કપલે તેને જ પોતાનું ઘર બનાવ્યું છે. જ્યારે કોઈ તહેવાર આવે છે, ત્યારે તે તેના ઘરને તે જ રીતે સજાવટ કરે છે જે રીતે સામાન્ય લોકો તેમના ઘરને સજાવટ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.