Shocking/ આ ક્રિકેટરને પોલીસે માર્યો થપ્પડ, નોંધાવી FIR

વિરાટ કોહલીની કપ્તાની હેઠળની IPL ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) નો હિસ્સો રહેલા ફાસ્ટ બોલર વિકાસ ટોકાસ સાથે પોલીસ અધિકારીએ ગેરવર્તણૂક કરી હોવાનુ પ્રકાશમાં આવ્યુ છે. આ મામલે વિકાસે પોતે ફરિયાદ નોંધાવી છે.

Sports
Vikas Tokas

વિરાટ કોહલીની કપ્તાની હેઠળની IPL ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) નો હિસ્સો રહેલા ફાસ્ટ બોલર વિકાસ ટોકાસ સાથે પોલીસ અધિકારીએ ગેરવર્તણૂક કરી હોવાનુ પ્રકાશમાં આવ્યુ છે. આ મામલે વિકાસે પોતે ફરિયાદ નોંધાવી છે.

આ પણ વાંચો – IPL / તો શું હવે યુનિવર્સલ બોસ IPL માં ક્યારે પણ નહી મળે જોવા? મેગા ઓક્શનમાં નથી આપ્યું પોતાનુ નામ

વિકાસ ટોકાસે પોતાની ફરિયાદમાં કહ્યું છે કે, પોલીસ અધિકારીએ તેને મોઢા પર મુક્કો માર્યો, જેનાથી તેની આંખો ફાટતા બચી ગઈ. આ મામલો દિલ્હીનો જ છે અને પીડિત ક્રિકેટરે રાજધાનીનાં ભીકાજી કામા પોલીસ સ્ટેશનમાં આ મામલે રિપોર્ટ પણ લખાવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નેશનલ ક્રિકેટર વિકાસે કહ્યું છે કે, પોલીસ ઓફિસરે તેની સાથે ખરાબ વર્તન કર્યું અને મારપીટ પણ કરી, જેના કારણે તેની આંખની નીચે ગંભીર ઈજા થઈ છે અને તેની આંખોની રોશની પણ બચી ગઈ. વિકાસે પોલીસ હેડક્વાર્ટરને Mail કરીને ફરિયાદ પણ કરી છે. તેણે પોલીસને ફરિયાદ Mail સાથે તેનો ફોટો પણ મોકલ્યો છે. વિકાસે Mail માં લખ્યું, ‘આ Mail હુ તે મામલાની ફરિયાદને લઇને કરી રહ્યો છુ, જે મારી સાથે 26 જાન્યુઆરી 2022નાં રોજ થઇ છે. હું રાષ્ટ્રીય સ્તરનો અને IPL ક્રિકેટર છું. તે દિવસે પોલીસ અધિકારીઓએ મારી સાથે દુર્વ્યવહાર કર્યો હતો અને મને મુક્કો પણ માર્યો હતો. આનાથી મારી આંખોની દૃષ્ટિ જતા-જતા બચી ગઈ.’

આ પણ વાંચો – LLC T20 / સન્યાસ બાદ આજે પણ બ્રેટ લી ની બોલિંગમાં છે આક્રમકતા, અંતિમ ઓવરમાં વિરોધી ટીમને ન કરવા દીધા 8 રન

વિકાસ સ્થાનિક સ્તરે દિલ્હી માટે રમે છે. આ સિવાય તે નોર્થ ઝોન અને રેલ્વે માટે ક્રિકેટ પણ રમી ચુક્યો છે. તે 2016માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ટીમનો પણ ભાગ રહી ચૂક્યો છે. વિકાસને RCB એ હરાજીમાં રૂ. 10 લાખમાં ખરીદ્યો હતો. તે સમયે વિરાટ કોહલી ટીમનો કેપ્ટન હતો. જોકે, વિકાસને IPL માં કોઈ મેચ રમવાની તક મળી નહોતી. ફાસ્ટ બોલરે અત્યાર સુધીમાં 15 ફર્સ્ટ ક્લાસ અને 17 T20 મેચ રમી છે.