Not Set/ ખેડૂત આંદોલનનાં વિશ્વભરમાં પડધા, કેનેડા પછી 36 બ્રિટિશ સાંસદોએ પણ કરી આવી માંગ

દેશના ઘણા લોકો એવા ખેડુતોના સમર્થનમાં આગળ આવી રહ્યા છે જે કેન્દ્ર સરકાર દ્વારા બનાવાયેલા કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહ્યા છે. હવે ધીરે ધીરે આ આંદોલન વિદેશમાં પણ પહોંચી રહ્યું છે.

Top Stories World
uk ખેડૂત આંદોલનનાં વિશ્વભરમાં પડધા, કેનેડા પછી 36 બ્રિટિશ સાંસદોએ પણ કરી આવી માંગ

દેશના ઘણા લોકો એવા ખેડુતોના સમર્થનમાં આગળ આવી રહ્યા છે જે કેન્દ્ર સરકાર દ્વારા બનાવાયેલા કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહ્યા છે. હવે ધીરે ધીરે આ આંદોલન વિદેશમાં પણ પહોંચી રહ્યું છે. આખી દુનિયામાં વસતા શીખ અને પંજાબીઓ ખેડુત પણ હવે આંદોલનમાં જોડાઇ રહ્યા છે. દરમિયાન, યુકેના કેટલાક સાંસદોએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે આ બિલ પર ચર્ચા કરવાની વાત કરી છે. આપને જણાવી દઈએ કે ભારતીય મૂળના અને પંજાબ સાથે જોડાયેલા બ્રિટનનાં 36 સાંસદોએ કૃષિ બીલો અંગે આ મુદ્દો પીએમ મોદી સમક્ષ ઉઠાવવા કહ્યું છે.

તેમણે ખેડૂત આંદોલન મામલે પીએમ મોદી સાથે ચર્ચા કરવા વિદેશ સચિવ ડોમિનિક રબને પત્ર લખ્યો છે. બ્રિટનનાં લેબરપક્ષનાં સાંસદ તન્મનજીત સિંહ ઢેસીના સંકલનથી પત્રમાં રાબ સાથે તાત્કાલિક બેઠકની હાકલ કરવામાં આવી છે. પત્ર પર હસ્તાક્ષર કરનારા નેતાઓમાં સ્કોટિશ નેશનલ પાર્ટીના લેબર, કન્ઝર્વેટિવ અને પૂર્વ લેબર લીડર, જેરેમી કોર્બીન, વીરેન્દ્ર શર્મા, સીમા મલ્હોત્રા, વેલેરી વાઝ, નાદિયા વ્હાઇટ , પીટર બોટોમલી, જ્હોન મેકકનેલ, માર્ટિન ડોકર્ટી-હ્યુજીસ અને એલિસન થ્યુલિસ શામેલ છે.

આ પણ વાંચો – Farmers Protest / ખેડૂત આંદોલનનો 10મો દિવસ, ભારત બંધનાં એલાનની આપી ચીમકી…

બ્રિટિશ સાંસદોની માંગ શું છે

પત્રમાં કહેવામાં આવ્યું છે કે, ” અમે યુકેમાં અને પંજાબ સાથે સંકળાયેલા શીખો માટે ખાસ ચિંતીત છીએ, જોકે તેનું ભારણ અન્ય ભારતીય રાજ્યો પર પણ છે. ઘણા બ્રિટીશ શીખ અને પંજાબીઓએ આ મામલો તેમના સાંસદો સમક્ષ પ્રશ્ન ઉઠાવ્યો છે. કારણ કે તેની અસરો તેમના પંજાબમાં વસતા પોતાનાં કુટુંબના સભ્યો અને પૂર્વજોની સીધી અસરથી પ્રભાવિત છે. ” ભારતના ત્રણ કૃષિ કાયદાઓના પ્રભાવ વિશે તાજેતરમાં કેટલાક સાંસદોએ ભારતીય ઉચ્ચ કમિશનને પત્ર લખ્યો હતો, એ પત્રમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે તેઓ “ખેડૂતોને શોષણથી બચાવવા અને તેમની ઉપજની યોગ્ય કિંમત સુનિશ્ચિત કરવામાં નિષ્ફળ ગયા છે”. 

બ્રિટિશ સાંસદો પણ હાલના સમયમાં સોશિયલ મીડિયા પર ખેડૂત આંદોલન અંગે ટિપ્પણી કરી રહ્યા છે. બર્મિંગહામ એજબેસ્ટનના લેબર સાંસદ અને બ્રિટિશ શીખ માટે ઓલ પાર્ટી પાર્લામેન્ટરીના અધ્યક્ષ પ્રીત કૌર ગિલએ દિલ્હીના વિરોધની તસવીરો પર પ્રતિક્રિયા આપી હતી તેણીએ કહ્યું હતું કે,  “ભારતના ખેડૂત બિલમાં વિવાદાસ્પદ મુદ્દા બાબતે શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહ્યા છે. નાગરિકો સાથે કડકાઇથી વર્તવું તે આ સમસ્યાનો કોઈ માર્ગ નથી. ખેડુતો શાંતિપૂર્ણ રીતે વિવાદિત બીલોનો વિરોધ કરી રહ્યા છે, જેની આજીવિકાને અસર કરશે. તેમણે કહ્યું કે તેમને શાંત કરવા માટે વોટર કેનન અને ટીયર ગેસનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તે યોગ્ય નથી.

આ પણ વાંચો – Farmers Protest / ચાલો જાણીએ, 10માં દિવસમાં પ્રવેશેલ ખેડૂત આંદોલનની 10 મહત્વની…

ભારતે કેનેડાને ચેતવણી આપી, કહ્યું – સંબંધો બગડશે

શુક્રવારે, કેનેડાના હાઇ કમિશનરને વિદેશ મંત્રાલયે સમન્સ પાઠવ્યું હતું અને કહ્યું હતું કે કેનેડિયન વડા પ્રધાન દ્વારા કેટલાક ખેડૂત મંત્રી અને સાંસદો દ્વારા ભારતીય ખેડુતો પર કરવામાં આવેલી રેટરિક એ આપણા આંતરિક બાબતોમાં અસ્વીકાર્ય દખલ છે. ‘ વિદેશ મંત્રાલયે એમ પણ કહ્યું હતું કે જો આ ચાલુ રહેશે તો તેના ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો પર ગંભીર પરિણામો આવશે. અમારા નિવેદનો અને કોન્સ્યુલેટની સામે કેનેડામાં આ નિવેદનોથી ઉગ્રવાદી પ્રવૃત્તિઓ વધી છે, જેનાથી સુરક્ષાની ચિંતા વધી છે. 

વિદેશ મંત્રાલયે વધુમાં કહ્યું કે અમને આશા છે કે કેનેડા સરકાર ભારતીય રાજદ્વારી અધિકારીઓનું સંપૂર્ણ રક્ષણ સુનિશ્ચિત કરશે અને તેના નેતાઓ ઉગ્રવાદી સક્રિયતાને પ્રોત્સાહન આપતી ઘોષણાઓથી દૂર રહેશે. ભારતે અગાઉ પણ કેનેડિયન વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોના નિવેદનને બિનજરૂરી ગણાવ્યું હતું અને કહ્યું હતું કે તેમણે ઘરેલુ મામલામાં દખલ ન કરવી જોઇએ.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…