સુરેન્દ્રનગર/ ખેડૂત પરિવારની પુત્રીને ધો.12 સાયન્સમાં 99.91 ટકા અને ગુજકેટમાં 99.10 ટકા

પાટડી તાલુકાના સુરજપુરાની ખેડૂત પરિવારની પુત્રીએ ધો.12 સાયન્સમાં 99.91 PR અને ગુજકેટમાં 99.10 PR સાથે ડોક્ટર બનવાની મહેચ્છા છે

Gujarat
6 1 7 ખેડૂત પરિવારની પુત્રીને ધો.12 સાયન્સમાં 99.91 ટકા અને ગુજકેટમાં 99.10 ટકા

પાટડી તાલુકાના સુરજપુરાની ખેડૂત પરિવારની પુત્રીએ ધો.12 સાયન્સમાં 99.91 PR અને ગુજકેટમાં 99.10 PR સાથે ડોક્ટર બનવાની મહેચ્છા છે. આ ખેડૂત પરિવારની દિકરી રોજના 12થી 13 કલાક અને રવિવારે પણ આખો દિવસ રીવીઝન કરતી હતી.

પાટડી તાલુકાના ખેડૂત પરિવારમાંથી આવતી દિકરી પટેલ પ્રિયા અનિલકુમારે ધો.12 સાયન્સમાં 91.38 ટકા અને 99.91 PR અને ગુજકેટમા પણ 120માંથી 103 ગુણ સાથે 99.10 PR પ્રાપ્ત કરી પાટડી તાલુકામાં સૌથી વધુ ગુણ અને PR મેળવ્યા છે. હાલ આ દિકરી સુરેન્દ્રનગર એસ.એન.વિદ્યાલયમાં અભ્યાસ કરે છે.

તેના પિતા અનિલકુમાર પટેલ પણ એજ સ્કુલમાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. આ દિકરીને આગળ વધુ અભ્યાસ કરવાની મહેચ્છા છે.  પ્રિયાએ જણાવ્યું કે, એ રોજના 12થી 13 કલાક અને રવિવારે પણ આખો દિવસ રીવીઝન કરતી હતી. એની આ મહેનતમાં એની મમ્મીનો પણ ઘરમાં સારૂ વાતાવરણ પુરૂ પાડી સિંહ ફાળો છે.

પ્રિયા પટેલના ભાઇ યશ પટેલને ધોરણ 9માં 99થી પણ વધારે ટકા સાથે અવ્વલ નંબર પ્રાપ્ત થયો હતો. જ્યારે પ્રિયા પટેલને પણ ધો.10 સાયંસમાં 99.71 PR આવ્યા હતા. ખેડૂત પરિવારની પુત્રીના આ રીઝલ્ટથી નાના એવા સુરજપુરા ગામમાં અને એના પરિવારજનોમાં ખુશીની માહોલ જોવા મળી રહ્યોં છે.