Not Set/ રાજકોટમાં હોટલના ચોથા માળેથી નીચે પટકાતા બાળકીનું મોત, CCTV આવ્યા સામે

ગોંડલ રોડ પરની એક ખાનગી હોટલમાં રમતા રમતા બાળકી ચોથા માળેથી નીચે પટકાઈ હતી. આ ઘટનામાં બાળકીનું મોત થયું હતું. ત્યારે આ દુર્ઘટના સમયે માતા….

Top Stories Rajkot Gujarat
બાળકીનું મોત
  • રાજકોટમાં બાળકીનું ઉપરથી નીચે પડતા મોત
  • હોટલના ચોથા માળેથી પટકાતા બાળકીનુ મોત
  • રાજકોટના ગોંડલ રોડની ખાનગી હોટલની ઘટના
  • રમતી સમયે હોટલના ચોથા માળેથી પટકાઇ
  • માતા ફોનમાં વ્યસ્ત હોવાનું પ્રા.તારણ
  • સરકારી હોસ્પિટલ PM માટે ખસેડવામાં આવી

રાજકોટમાંથી માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. શહેરમાં હોટલના ચોથા માળેથી પડી જતાં બાળકીનું મોત નિપજ્યું છે. ગોંડલ રોડ પરની એક ખાનગી હોટલમાં રમતા રમતા બાળકી ચોથા માળેથી નીચે પટકાઈ હતી. આ ઘટનામાં બાળકીનું મોત થયું હતું. ત્યારે આ દુર્ઘટના સમયે માતા ફોનમાં વ્યસ્ત હોવાનું પ્રાથમિક તારણ છે.

આ પણ વાંચો :સાંકરદા ગામે આયુર્વેદિક સીરપની આડમાં લોકોને નશો પુરો પાડતી ફેક્ટરી ઝડપાઇ

આ પહેલા સુરતના કતારગામ વિસ્તારમાં આવેલ લક્ષ્મી રેસીડેન્સીમાં આઠમાં માળે આવેલ એક ફ્લેટમાંથી બે વર્ષનું બાળક માતા-પિતાને જાણ બહાર ઘરની બહાર નીકળીને રેસીડેન્સીના બનાવવામાં આવેલ બાલકની સાથે રમતા રમતા નીચે પટકાયું હતું. જોકે 8માં માળેથી પટકાયા બાદ બાળકનું ઘટનાસ્થળ પર જ મોત નિપજયુ હતું. આ જોઈ ત્યાંના લોકો દોડી આવ્યા હતા.

આ પણ વાંચો : શિક્ષકોના પડતર પ્રશ્નો અંગે શિક્ષણમંત્રીને કરાઈ રજુઆત, રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ – ગુજરાતે ઉપાડી કમાન

સુરતના કતારગામ વિસ્તારમાં આવેલ લક્ષ્મી રેસીડેન્સીમાં આઠમા માળેથી બે વર્ષનું બાળક રમતા-રમતા નીચે પટકાયું હતું જોકે આ સમગ્ર ઘટના લક્ષ્મી રેસીડેન્સી માં લાગેલ CCTV માં ક્યાં થઈ ગઈ છે. ત્યારે બીજી બાજુ કતારગામ પોલીસે અકસ્માતનો ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો :દાહોદમાં બે વર્ષથી પીડાય રહેલ 35 વર્ષીય મહિલાના પેટમાંથી કાઢી 13 કિલોની ગાંઠ

આ પણ વાંચો : ભાટીયા પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવતા કર્મચારીનું પરાક્રમ, આચર્યું કરોડો રૂપિયાનું કૌભાંડ

આ પણ વાંચો :કુવાડવા રોડ પર નાના ભાઈએ કરી મોટા ભાઈની હત્યા, કારણ જાણી આવશે ગુસ્સો