સુરત/ પોલીસી ઉતારવાના બહાને વીમા એજન્ટને બોલાવ્યો ઘરે…અને પછી કર્યુ આવુ કામ

ઇન્સ્યોરન્સ એજન્ટને પોલીસીના બહાને ઘરે બોલાવે હનિટ્રેપમાં ફસાવી 43 હજાર પડાવ્યા, પોલીસે 2 ઇસમો પકડયા

Gujarat Surat
Untitled 216 7 પોલીસી ઉતારવાના બહાને વીમા એજન્ટને બોલાવ્યો ઘરે...અને પછી કર્યુ આવુ કામ

@અમિત રૂપાપરા 

Surat : સુરતમાં વીમા એજન્ટને ઇન્સ્યોરન્સના કામથી પોતાના ઘરે બોલાવી એજન્ટને આરોપીઓએ હનિટ્રેપમાં ફસાવી 43 હજાર રૂપિયા પડાવ્યા હતા. જો કે આ સમગ્ર મામલે અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા. પોલીસ દ્વારા બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને યુવતી સહિત અન્ય ઈસમોને વોન્ટેડ જાહેર કરી તેમને પકડવાની તજવિજ હાથ ધરી છે.

સુરતના સિટીલાઈટ વિસ્તારમાં રહેતા Licના એજન્ટને બે દિવસ પહેલા મકાનની દલાલીનું કામ કરતા સંજય ઉર્ફે જયેશ વાઘેલાએ ફોન કર્યો હતો અને ઇન્સ્યોરન્સ પોલીસીનું કામ હોવાના કારણે સંજય અડાજણ વિસ્તારના આનંદમહલ રોડ પર આવેલા હાઉસિંગના જુના મકાનમાં આ એજન્ટને બોલાવ્યો હતો.

Lic એજન્ટ જ્યારે સંજય વાઘેલાને મળવા ગયો ત્યારે સંજય એજન્ટની ઓળખ દિલીપ ડાભી અને અન્ય એક યુવતી સાથે કરાવી હતી. ત્યારબાદ lic એજન્ટ ઇન્સ્યોરન્સ પોલિસી મુદ્દે આ લોકો સાથે વાતચીત શરૂ કરી હતી દિલીપે ફ્લેટનો દરવાજો બંધ કરી દીધો હતો. જે સમયે દિલીપ ફ્લેટનો દરવાજો બંધ કરતો હતો ત્યારે ઇન્સ્યોરન્સ એજન્ટ દરવાજો બંધ ન કરવા માટે જણાવ્યું પરંતુ દિલીપે એજન્ટની વાત ન માની દરવાજો બંધ કરી દીધો અને દરવાજો બંધ થતા જ થોડીવારમાં અડાજણ પોલીસ તરીકેની ઓળખ આપી કેટલાક લોકો ફ્લેટમાં ઘૂસી ગયા. આ ઈસમોના નામ ગોપાલ ઉલવા અને રાજુ હડિયલ હોવાનું સામે આવ્યું છે.

ત્યારબાદ આ બંને ઈસમોએ તમે ફ્લેટમાં ખોટું કામ કરો છો તેવું જણાવીને ઇન્સ્યોરન્સ એજન્ટને લાકડી વડે માર માર્યો હતો અને એજન્ટને પીઠ અને ઝાંઘના ભાગે ઇજા થઈ હતી. જો કે આ સમગ્ર મામલે ઇન્સ્યોરન્સ એજન્ટને પોલીસ કેસ કરવાની અને સમાજમાં બદનામી થશે તેવી વાતો કરી ખૂબ જ ડરાવ્યો હતો અને જો આવું ન કરવું હોય તો 3 લાખ રૂપિયા આપવા પડશે તેવું જણાવ્યું હતું અને આ એજન્ટને આ ઈસમો દ્વારા રૂમમાં જ ગોંધી રાખવામાં આવ્યો હતો. ત્યારબાદ ઇન્સ્યોરન્સ એજન્ટે પોતે જ આરોપીઓને કહ્યું હતું કે તેની પાસે 3 લાખ રૂપિયા નથી જેથી ફરીથી પોલીસ તરીકેની ઓળખ આપનારા ઇસામોએ ઇન્સ્યોરન્સ એજન્ટને માર માર્યો હતો અને અંતે પતાવટ 75 હજારમાં થશે તેવું જણાવ્યું હતું.

ત્યારબાદ ઇન્સ્યોરન્સ એજન્ટ પાસે રહેલા એટીએમ કાર્ડમાંથી આ ઈસમોએ 25,000 ઉપાડી લીધા હતા અને એજન્ટના ઘરેથી પણ 17000 રૂપિયા લીધા હતા. આમ આ ઇસમો દ્વારા LICના એજન્ટને હનીટ્રેપમાં ફસાવી તેની પાસેથી 43 હજાર રૂપિયા પડાવી લીધા હતા.

ત્યારબાદ LIC એજન્ટ પોતાની મોપેડ લઈને ઘરે જઈ રહ્યો હતો. તે સમયે ગોપાલ અને રાજુ નામનો ઈસમ એક વેરના કારમાં LIC એજન્ટના ઘર સુધી પહોંચી ગયા હતા અને ત્યારબાદ licના એજન્ટ એ પોતાના મિત્રોને ફોન કરીને બોલાવતા આઈસમો ભાગી ગયા હતા અને ત્યારબાદ licના એજન્ટ દ્વારા સમગ્ર મામલે અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તાત્કાલિક જ કાર્યવાહી કરી સંજય અને દિલીપ નામના ઇસમની ધરપકડ કરી છે અને પોલીસ દ્વારા ગોપાલ ઉલવા અને યુવતી સહિત અન્ય ઈસમોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જોકે આ સમગ્ર હનીટ્રેપ મામલે ગોપાલ ઉલવા માસ્ટર માઈન્ડ હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો:પોતાને કલ્કી અવતાર ગણાવતા રમેશ ફેફરના કડવા વેણ, અંતે પોલીસ અટકાયત

આ પણ વાંચો:સુરતમાં પોલીસને શાકભાજી વેચનાર પાસેથી પિસ્તોલ મળી આવી, જાણો શા માટે આ ઈસમ પોતાની પાસે પિસ્તોલ રાખતો હતો

આ પણ વાંચો:ગુજરાત પોલીસ બનાવશે એકશન પ્લાન, ટીમ બની રાજ્યના જનપ્રશ્નો કરશે હલ

આ પણ વાંચો:કુતરુ કરડતા માતા-પિતાએ દાખવી લાપરહાવી,હડકવા ઉપડતા બાળકનું મોત

આ પણ વાંચો:પે એન્ડ યુઝ ટોયલેટ પાસે પ્લાસ્ટીકની થેલી લઇ ઉભો હતો યુવાન…ચેક કરતા ચોંકી ઉઠી પોલીસ