Not Set/ અફઘાનિસ્તાનમાં મહિલાઓનાં રમવા પર પ્રતિબંધ, તાલિબાન કેબિનેટે લીધો નિર્ણય

તાલિબાને એક નિવેદન જારી કરીને કહ્યું છે કે, હવે કોઈ મહિલાઓ અફઘાનિસ્તાનમાં કોઈ રમત રમશે નહીં. અફઘાનિસ્તાનમાં મહિલાને રમવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

Top Stories World
1 166 અફઘાનિસ્તાનમાં મહિલાઓનાં રમવા પર પ્રતિબંધ, તાલિબાન કેબિનેટે લીધો નિર્ણય

મંગળવારે અફઘાનિસ્તાનમાં વચગાળાની સરકાર બનાવ્યા બાદ તાલિબાનોએ એક અનુમાનિત નિર્ણયમાં મહિલાઓને રમવા પર પ્રતિબંધ મૂક્યો હતો. તાલિબાને એક નિવેદન જારી કરીને કહ્યું છે કે, હવે કોઈ મહિલાઓ અફઘાનિસ્તાનમાં કોઈ રમત રમશે નહીં. અફઘાનિસ્તાનમાં મહિલાને રમવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

1 164 અફઘાનિસ્તાનમાં મહિલાઓનાં રમવા પર પ્રતિબંધ, તાલિબાન કેબિનેટે લીધો નિર્ણય

આ પણ વાંચો – વિરોધ પ્રદર્શન / અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનનાં હસ્તક્ષેપ વચ્ચે કાબુલમાં ગુજ્યા ‘પાકિસ્તાન મુર્દાબાદ’ નાં નારા

તાલિબાને બુધવારે કહ્યું હતું કે, અફઘાન મહિલાઓ ક્રિકેટ સહિતની રમતોમાં ભાગ લઈ શકશે નહી, કારણ કે રમતી વખતે તેમના શરીરનો ભાગ કપડામાંથી બહાર આવે છે. તાલિબાનનાં સાંસ્કૃતિક આયોગનાં નાયબ વડા અહમદુલ્લાહ વાસિકે મીડિયાને જણાવ્યું હતું કે, મહિલાઓ માટે કોઈપણ રમતમાં ભાગ લેવો ફરજિયાત નથી, તેથી અફઘાનિસ્તાનમાં મહિલાઓ હવે કોઈ રમત રમશે નહીં. આ સપ્તાહની શરૂઆતમાં તાલિબાને નક્કી કર્યું હતું કે માત્ર મહિલા શિક્ષકો જ મહિલા વિદ્યાર્થીઓને ભણાવી શકે છે. અને જો શિક્ષકોની અછત હોય તો વૃદ્ધ પુરુષો મહિલાઓને ભણાવી શકે છે. તાલિબાને જણાવ્યું હતું કે, ખાનગી અફઘાન યુનિવર્સિટીઓમાં ભણતી મહિલાઓએ અબાયા (સંપૂર્ણ લંબાઈનો ડ્રેસ) વસ્ત્ર અને નકાબ (ચહેરો ઢાંકનાર કપડા) પહેરવા જરૂરી છે. તાલિબાન મંત્રીએ કહ્યું કે લિંગનાં આધારે મહિલાઓ અને પુરુષો અલગ છે, તેથી તેમને અલગ રહેવું જોઈએ અને અભ્યાસ દરમિયાન પણ તેમની વચ્ચે કોઇને કોઇ પડદો હોવો જોઈએ. તાલિબાન પ્રધાને કહ્યું કે, આ હુકમનામું ખાનગી કોલેજો અને યુનિવર્સિટીઓને લાગુ પડે છે જે 2001 માં તાલિબાનનું પ્રથમ શાસન સમાપ્ત થયા પછી વિકસ્યું છે. દરમિયાન, તાલિબાને મંગળવારે મુલ્લા હસન અખુંદનાં નેતૃત્વમાં નવી અફઘાન સરકારની રચનાની જાહેરાત કરી. તાલિબાનનાં પ્રવક્તાએ અફઘાનિસ્તાનમાં સત્તા સંભાળ્યાનાં અઠવાડિયા પછી, તાલિબાનનાં પ્રવક્તાએ કહ્યું કે, તે “કાર્યકારી” સરકાર હશે અને કાયમી રહેશે નહીં.

1 165 અફઘાનિસ્તાનમાં મહિલાઓનાં રમવા પર પ્રતિબંધ, તાલિબાન કેબિનેટે લીધો નિર્ણય

આ પણ વાંચો – NEW FEATURE / WhatsApp માં ‘Money Heist’ના શાનદાર સ્ટીકર આવ્યાં, પ્રોફેસરથી લઈ ટોક્યો સુધી બધા જોવા મળશે તમારી ચેટમાં

જણાવી દઇએ કે, અગાઉ તાલિબાન શિક્ષણ મંત્રી શેખ મૌલવી નુરુલ્લા મુનીરે કહ્યું છે કે, PHD અને માસ્ટર ડિગ્રી જરૂરી નથી, મુલ્લા મહાન જ હોય છે. મૌલવી નુરુલ્લા મુનીરે કહ્યું કે, મુલ્લાઓ પાસે કોઈ ડિગ્રી નથી, છતાં તેઓ મહાન છે. મૌલવી નુરુલ્લા મુનીરે કહ્યું કે, “તમે જુઓ છો કે મુલ્લાઓ અને તાલિબાન નેતાઓ જે સત્તા પર આવ્યા છે, તેમની પાસે કોઈ PHD ડિગ્રી નથી, તેમની પાસે કોઈ માસ્ટર ડિગ્રી નથી, તેમની પાસે હાઈસ્કૂલની ડિગ્રી પણ નથી, પરંતુ તેમ છતાં તે મહાન છે.” અમે તમને જણાવી દઈએ કે તાલિબાનનાં નવા શિક્ષણ મંત્રી પાસે કોઈ ડિગ્રી નથી અને તે મદરસામાં અભ્યાસ કરે છે, જ્યાં તેમનેકટ્ટરપંથી બનાવવામાં આવ્યા અને પશ્ચિમી શિક્ષણ વિરુદ્ધ ઉશ્કેરવામાં આવ્યા. જોકે, એ અલગ વાત છે કે તાલિબાન આતંકવાદીઓએ પશ્ચિમી દેશો દ્વારા બનાવેલા હથિયારો અને ટેકનોલોજી પર જ અફઘાનિસ્તાન પર કબજો જમાવ્યો છે. કારણ કે તાલિબાને હજુ સુધી ટેકનોલોજીનાં ક્ષેત્રમાં એક બ્લેડ પણ બનાવી નથી, પરંતુ પશ્ચિમી દેશો દ્વારા બનાવેલા બોમ્બથી હજારો નિર્દોષ લોકોને ઉડાવી દીધા છે.