Not Set/ કર્ણાટકના નવા મુખ્યમંત્રી તરીકે બસવરાજ બોમ્મઇની પસંદગી, ધારાસભ્યોની બેઠકમાં લેવામાં આવ્યો નિર્ણય

બસવરાજે કહ્યું કે હાલની પરિસ્થિતિમાં આ એક મોટી જવાબદારી છે. હું વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહના અનુરૂપ ગરીબો માટે કામ કરવાનો પ્રયત્ન કરીશ.

Top Stories
karnatakkka કર્ણાટકના નવા મુખ્યમંત્રી તરીકે બસવરાજ બોમ્મઇની પસંદગી, ધારાસભ્યોની બેઠકમાં લેવામાં આવ્યો નિર્ણય

કર્ણાટકના નવા મુખ્યમંત્રીનાે નિર્ણય લઇ લેવામાં આવ્યો છે. ભાજપના ધારાસભ્ય પક્ષની બેઠકમાં બસવરાજ બોમ્મઇ ધારાસભ્ય પક્ષના નેતા તરીકે ચૂંટાયા હતા. બોમ્માઇ બુધવારે અથવા ગુરુવારે મુખ્યમંત્રી પદના શપથ લઈ શકે છે. બાસવરાજ બોમ્મઇ પૂર્વ મુખ્યમંત્રી એસઆર બોમ્મઇના પુત્ર છે. બસવરાજ બોમ્માઇ બીએસ યેદિયપ્પાની નજીક છે અને તે લિંગાયત સમુદાયમાંથી આવે છે. બોમ્મઇ બીએસ યેદિયપ્પાના મંત્રીમંડળમાં ગૃહ પ્રધાન રહી ચૂક્યા છે.યેદિયુરપ્પાએ ધારાસભ્ય પક્ષની બેઠકમાં બસવરાજ બોમ્મઇના નામની દરખાસ્ત કરી. ગોવિંદ કરજોલે આ પ્રસ્તાવને ટેકો આપ્યો હતો. જેને લઇ તમામ ધારાસભ્યો સહમત થયા હતા. વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટાયા પછી, બોમ્માઇએ યેદિયુરપ્પાના પગને સ્પર્શ કર્યો અને આશીર્વાદ લીધા.

મુખ્યમંત્રી  તરીકે ચૂંટાઈ આવતા  બસવરાજે કહ્યું કે હાલની પરિસ્થિતિમાં આ એક મોટી જવાબદારી છે. હું વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહના અનુરૂપ ગરીબો માટે કામ કરવાનો પ્રયત્ન કરીશ. મને આની અપેક્ષા નહોતી. જો કે, હું મારી મહેનત પર વિશ્વાસ કરું છું અને તેનું પરિણામ મળ્યું છે.

ધારાસભ્ય પક્ષની બેઠકમાં કાર્યકારી મુખ્યમંત્રી યેદિયુરપ્પા અને ભાજપના કેન્દ્રીય નિરીક્ષકો – કેન્દ્રીય પ્રધાનો ધર્મેન્દ્ર પ્રધાન અને જી કિશન રેડ્ડી ઉપસ્થિત રહ્યા હતા. શરૂઆતમાં જ ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અને કર્ણાટકના પ્રભારી અરુણસિંહે યેદીયુરપ્પા સાથે પ્રદેશ પ્રમુખ નલિનકુમાર કટિલને મળ્યા હતા.યેદિયુરપ્પાએ સોમવારે મુખ્યમંત્રી તરીકેનો બે વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યો. તેમણે આ પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં રાજીનામું આપવાની ઘોષણા કરી હતી. તે પછી રાજભવન ખાતે રાજ્યપાલ થાવરચંદ ગેહલોતને મળ્યા અને તેમને રાજીનામું સુપરત કર્યું.