Not Set/ શરૂઆતી ટ્રેડિંગમાં સેન્સેક્સ અને નિફ્ટીમાં જોવા મળ્યો ઘટાડો, રોકાણકારોને કરોડોનું નુકસાન

ટ્રેડિંગ અઠવાડિયાના પ્રથમ દિવસ સોમવારે શેર બજારમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. BSEનું સેન્સેક્સ 150 અંકનાં ઘટાડા સાથે ખુલ્યુ અને NSE નું નિફ્ટી પણ 11,400 પર ખુલ્યુ. સવારે 9.17 વાગ્યે BSEસેન્સેક્સ લગભગ 200 અંકનાં ઘટાડા સાથે 38,139.06 પર ટ્રેડિંગ કરી રહ્યુ હતુ. બીજી તરફ NSE નું નિફ્ટી 56.50 અંક નાં ઘટાડા સાથે 11362.80 પર હતુ. […]

Top Stories Business
Sensex BSE 2017 1 1 શરૂઆતી ટ્રેડિંગમાં સેન્સેક્સ અને નિફ્ટીમાં જોવા મળ્યો ઘટાડો, રોકાણકારોને કરોડોનું નુકસાન

ટ્રેડિંગ અઠવાડિયાના પ્રથમ દિવસ સોમવારે શેર બજારમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. BSEનું સેન્સેક્સ 150 અંકનાં ઘટાડા સાથે ખુલ્યુ અને NSE નું નિફ્ટી પણ 11,400 પર ખુલ્યુ. સવારે 9.17 વાગ્યે BSEસેન્સેક્સ લગભગ 200 અંકનાં ઘટાડા સાથે 38,139.06 પર ટ્રેડિંગ કરી રહ્યુ હતુ. બીજી તરફ NSE નું નિફ્ટી 56.50 અંક નાં ઘટાડા સાથે 11362.80 પર હતુ.

શરૂઆતી ટ્રેડિંગમાં રૂપિયામાં ઘટાડો જોવા મળ્યો. ડોલરની તુલનામાં રૂપિયો 10 પૈસાનાં ઘટાડા સાથે 668.90 પર ખુલ્યો. જ્યારે શુક્રવારે રૂપિયો 68.60 પર બંઘ થયો હતો. ગત અઢવાડિયાની વાત કરવામાં આવે તો ભારતીય શેર બજારમાં શુક્રવારે નિરાશાનો માહોલ રહ્યો હતો. આ કારણે સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. અઢવાડિયાનાં અંતિમ ટ્રેડિંગ દિવસે સેન્સેક્સ 560 અંક તૂટીને 38 હજાર 337નાં સ્તરે બંધ થયો. વળી નિફ્ટીની વાત કરીએ તો 117.65 અંકોનાં ઘટાડા સાથે તે 11,420 નાં સ્તર પર રહ્યો. શેર બજારનું આ સ્તર બે મહિનાનું નીચલુ સ્તર છે. બજારમાં આ ઘટાડાનો ઝાટકો રોકાણકારોમાં પણ જોવા મળ્યો અને એક દિવસમાં અંદાજે 2.09 લાખ કરોડ ડીબી ગયા. આપને જણાવી દઇએ કે, બજેટ બાદ શેરબજારમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.