સુરેન્દ્રનગર/ મેરા ગામે થયેલ હત્યાનો ભેદ ઉકેલાયો, સાવકા દિકરાએ જ માતાની કરી હત્યા, આ છે કારણ

મેરા ગામે રૂપિયા બે લાખ માટે સાવકી માતાની હત્યા અને પિતાનો જીવ લેવાની કોષીશ કરનાર કપુત સહીત બે શખ્સો ઝડપાયા

Gujarat Others
હત્યા

પાટડી તાલુકાના મેરા ગામે દંપતિ પર હુમલો કરી મહિલાની ગળુકાપી હત્યા કરી દેવામાં આવી હતી જ્યારે મહિલાના પતિને ગંભીર ઇજાઓ થઇ હતી. મેરા ગામના આ ચકચારી બનાવનો ભેદ સુરેન્દ્રનગર પોલીસે ગણતરીના દિવસોમાં ઉકેલી નાંખતા ચોંકાવનારી વિગતો સામે આવી હતી.હત્યા કરનાર ખુદ મૃતક મહિલાનો સાવકો પુત્ર જ નીકળ્યો છે. કપુત દિકરાએ પિતા પાસે રહેલા રૂપિયા બે લાખ લેવા માટે સાવકી માતા અને પિતાની હત્યાનો પ્લાન કર્યો હતો.

“જર, જમીન અને જોરૂ આ ત્રણ કજીયાના છોરૂ આ કહેવતને સાચી સાબીત કરતો કિસ્સો મેરા ગામમાં બન્યો છે.મેરા ગામમાં રહેતા પાલાભાઇ હીરાભાઇ વાઘેલા અને તેમના પત્નિ ગજરા બેન પર તારીખ 10 જૂનના રોજ હુમલાનો બનાવ બન્યો હતો જેમાં ગજરાબેનની ગળુ કાપી હત્યા કરી દેવામાં આવી હતી જ્યારે પાલાભાઇએ હુમલાખોર સામે પ્રતિકાર કરતા હુમલાખોર ફરાર થઇ ગયાં હતાં. પાલાભાઇને ગંભીર ઇજાઓ થતાં સારવાર માટે લઇ જવાયા હતાં.

બનાવ અંગે મૃતકના પુત્ર બાબુએ પોલીસ ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતાં પરંતુ વ્રુધ્ધ દંપતિપર હુમલો કરી હત્યા કરવા અંગે કોઇ નક્કર કડી મળતી ન હતી પરંતુ ફરીયાદ બાબુની હિલચાલ શરૂઆતથી શંકાસ્પદ લાગતી હતી તેમજ જ્યારે હુમલો થયો તે સમયે બાબુ ઘરના ધાબા પર હોવાનુ જણાવ્યું હતુ પરંતુ શોરબકોર થવા છતાં બાબુને છેક છેલ્લે હુમલા અંગે જાણ થઇ તેવુ જણાવ્યું હતુ. તેમજ પોલીસની પુછપરછમાં પણ અલગ અલગ જવાબો મળતા બાબુ શંકાના દાયરામાં આવ્યો હતો આથી પોલીસે ઉંડાણપૂર્વક પુછપરછ હાથ ધરતા અંતે ભાંગી પડ્યો હતો અને હત્યા અંગેની સીલસીલાબંધ વિગતો પોલીસને જણાવી હતી.

જેમાં જણાવ્યું હતુ કે બાબુના પિતા પાલાભાઇએ થોડા સમય પહેલા તેમની કૌટુંબિક જમીન વેચી હતી જેમાં રૂપિયા 8  લાખ જેટલી રકમ મળી હતી જેમાંથી બે દિકરીઓને દોઢ દોઢ લાખ આપ્યા હતા અને મધ્યપ્રદેશમાં રહેતા બીજા દિકરાને દોઢ લાખ આપ્યા હતા તેમજ દોઢ લાખ રૂપિયાની એક કાર ખરીદી હતી.  બાકી વધેલા રૂપિયા બે લાખ પિતા એ તેમની પાસે રાખતા બાબુની નજર તે રૂપિયા પર હતી અને આ રૂપિયાને લઇને અવારનવાર પિતા પુત્ર વચ્ચે માથાકુટ પણ થતી હતી પરંતુ પિતા એ બે લાખ રૂપિયા ન આપતા અંતે કપુત દિકરાએ, સાવકી માતા અને પિતાની હત્યા કરી બે લાખ રૂપિયા લઇ લેવાનો પ્લાન બનાવ્યો હતો.જેમાં તેને તેના મિત્ર ગાજણવાવમાં રહેતા જગદીશ ઉર્ફે જગો લવજીભાઇ ચાવડાને પણ સામેલ કર્યો હતો.

10 જુને બન્નેએ સાથે મળી બેવડી હત્યા કરવા પહોંચી ગયા હતા પરંતુ સાવકી માતા ગજરાબેનને ગળાના ભાગે છરી મારતા દેકારો થતાં પાલાભાઇ જાગી ગયા હતા અને તેમણે હત્યા કરવા આવેલા જગદીશને પાટુ મારી દેકારો કરતા જગદીશ ભાગી છુટ્યો હતો જ્યારે બાબુ થોડી વારમાં પરત આવી ઘર પાસે એકઠા થયેલા લોકોના ટોળામાં ભળી જાણે કાંઇ બન્યુ જ ન હોય તેવો દેખાવ કરવા લાગ્યો હતો પરંતુ નિર્દોષ માતા પિતા પર હુમલો કરનાર આ કપુતનું પાપ છાપરે ચડીને પોકાર પાડતા અંતે પોલીસે બાબુ અને જગદીશને ઝડપી લઇ ગુનાનો ભેદ ઉકેલી નાંખ્યો હતો.પરંતુ રૂપિયા ખાતર સગા બાપની હત્યા કરવા તૈયાર થયેલા હત્યારા દિકરા પર સમગ્ર પંથકના લોકોએ ફીટકારની લાગણી વરસાવી હતી.

આ પણ વાંચો:કાબુલના ગુરુદ્વારા કરતા પરવાનમાં આતંકીઓએ કર્યો હુમલો, અનેક બ્લાસ્ટ

આ પણ વાંચો:‘અગ્નિપથ યોજના’ની જવાળાઓ પહોંચી જામનગર સુધી : આર્મી વિદ્યાર્થીઓનો વિરોધ

આ પણ વાંચો:માતા હીરાબેનના 100માં જન્મદિવસે ચરણોમાં બેસીને PM નરેન્દ્ર મોદીએ લીધા આશીર્વાદ