Not Set/ પીધેલો હેડ કોન્સ્ટેબલ યુવતી સાથે કઢંગી હાલતમાં ઝડપાયો

સમગ્ર કાંડ બહાર આવતા લાજવાની બદલે હેડ કોન્સ્ટેબલ અશ્વિન મકવાણા ગાજ્યો હતો. હું પોલીસ ખાતામાં છું તેમ કહી ખાખીનો ડર બતાવી પોતાની કરતૂતોને ઢાંકવાનો પ્રયાસ કર્યો

Gujarat Rajkot
Untitled 248 પીધેલો હેડ કોન્સ્ટેબલ યુવતી સાથે કઢંગી હાલતમાં ઝડપાયો

રાજકોટ ગ્રામ્ય પોલીસ માટે શરમજનક ઘટના સામે આવી છે. લોકોની રક્ષક ગણાતી પોલીસ ખુદ નિયમોના લીરેલીરા ઉડાડતી નજરે ચડતા જોવા મળ્યા દારૂબંધી છે તેમછતાં દારૂની રેમછેલમ થઈ રહી છે એમાં પણ પોલીસ હેડ કોન્સ્ટેબલ જ ટલી થઈ નજરે ચડતો જોવા  મળ્યો  . એક ઘટના રાજકોટ ગ્રામ્યમાં બની છે. શાપર-વેરાવળ પોલીસ સ્ટેશનનો હેડ કોન્સ્ટેબલ અશ્વિન મકવાણા પીધેલી હાલતમાં યુવતી સાથેકઢંગી હાલતમાં જોવા મળતા પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ છે.

બનાવની વિગત અનુસાર રાજકોટના ઢોલરા ગામે એક કાર પર ગ્રામજનોની નજર પડતા શંકાસ્પદ ગતિવિધિ જણાઈ હતી.જે દરમિયાન ગ્રામજનોએ કારમાંથી શાપર વેરાવળ પોલીસ સ્ટેશનનો હેડ કોન્સ્ટેબલ અશ્વિન મકવાણાને પીધેલી હાલતમાં યુવતી સાથે ઝડપી પાડ્યો હતો. અને રંગરેલીયા મનાવે તે પહેલાં જ કારમાંથી બહાર કાઢી પોલીસને હવાલે કર્યો હતો.

આ પણ વાંચો : પોતાના જ સુપ્રીમ નેતા અખુંદઝાદાની હત્યા; મુલ્લા બરાદરને બનાવ્યા બંધક 

સમગ્ર કાંડ બહાર આવતા લાજવાની બદલે હેડ કોન્સ્ટેબલ અશ્વિન મકવાણા ગાજ્યો હતો. હું પોલીસ ખાતામાં છું તેમ કહી ખાખીનો ડર બતાવી પોતાની કરતૂતોને ઢાંકવાનો પ્રયાસ કર્યો. એટલું જ નહીં સૂત્રોના જણાવ્યા અનુસાર ગ્રામજનો સાથે હાથાપાઈ પર ઉતરી આવતા લોકોએ પોલીસને જાણ કરી હતી.

શાપર વેરાવળ પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ અશ્વિન મકવાણા પર ગુનો નોંધી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તેમજ એસપી બલરામ મીણાએ હેડ કોન્સ્ટેબલને સસ્પેન્ડ પણ કર્યો છે.

આ પણ વાંચો ;રાજ્યમાં હવે માત્ર ૧૦ રૂપિયામાં શ્રમિકો પોતાની જઠરાગ્નિ ઠારી શકશે