Viral Video/ દર મહીને 3 લાખ રૂપિયાની કમાણી કરે છે આ બતક, વિશ્વનું સૌથી મોંધુ ડક

તાજેતરમાં, બતકના ઘણા વીડિયો  સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. આ દુનિયાની સૌથી મોંધુ બતક છે. જે દર મહિને ત્રણ લાખ રૂપિયાથી વધુ કમાય છે.

Videos
બતક

સોશિયલ મીડિયા પર અવારનવાર માનવીઓ ઉપરાંત, પ્રાણીઓ અને પક્ષીઓના વીડિયો ખુબ જ વાયરલ થાય છે. તાજેતરમાં, બતકના ઘણા વીડિયો  સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. આ દુનિયાની સૌથી મોંધુ બતક છે. જે દર મહિને ત્રણ લાખ રૂપિયાથી વધુ કમાય છે. આ બતકનું નામ Munchkin છે. તેના વીડિયો તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હિટ બની રહ્યો છે. આ બતક સોશિયલ મીડિયા પર Dunkin Ducks તરીકે પ્રખ્યાત છે. આ સોશિયલ મીડિયા પર ઘણી હેડલાઇન્સ બની રહી છે. આ બતકનું તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એકાઉન્ટ છે. જે લાખોની કમાણી કરે છે. Munchkin દર મહિને 3 લાખથી વધુ કમાણી કરી રહી છે.

આ પણ વાંચો :બિલાડીએ પોતાની જાન જોખમમાં નાખીને આ રીતે બાળકને બચાવ્યુ, જુઓ વીડિયો તમે પણ …

Munchkin પાસે ડંકિન ડક્સ નામથી ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે. Munchkin ને ઉછેરનાર મહિલાએ ન્યૂયોર્ક પોસ્ટમાં જણાવ્યું છે કે, પેન્સિલવેનિયામાં માત્ર એક ફાસ્ટ ફૂડ ચેન હતું, જો કે Dunkin Donuts હતું અને તે સ્ટોરના નામથી Dunkin Donuts નાં નામનો આઈડિયા આવ્યો હતો. Munchkin ના વીડિયો અવારનવાર વાયરલ થતા રહે છે.

એલિસ દ્વારા કહેવામાં આવ્યું છે કે, 16 વર્ષની ઉંમરથી તે પાળતુ પ્રાણી વગેરેનો ઉછેરવાનો શોખ છે. તેણી તેના પાલતુ સાથે બધે જતી હતી. આ કારણોસર, બાળકો તેને શાળામાં ચીડવતા હતા. બૂઇંગથી કંટાળીને, એલિસે મંચકીન માટે એક ચેનલ બનાવી. એલિસ દાવો કરે છે કે તે ડંકિન ડક્સ ચેનલમાંથી માત્ર અડધા કલાકમાં એટલી કમાણી કરે છે, જેટલી કમાણી માટે તેને અઠવાડિયામાં 40 કલાક કરિયાણાની દુકાનમાં કામ કરવું પડે છે.

આ પણ વાંચો : પ્રખ્યાત સિંગર શોન રાયડરનો દાવો, એલિયન્સ ઘણા મનુષ્યોને કરી રહ્યા છે મદદ

Dunkin Donuts ને મોટા ભાગે સ્પોન્સર્ડ પોસ્ટ મળે છે. તેના સિવાય સારું એવું રકમનું ભંડોળ પણ મળે છે. Dunkin Donuts ના ટીકટોક એકાઉન્ટથી દરમહિને એલીસની કમાણી 4500 ડોલર એટલે લગભગ 3,33,972 રૂપિયા થાય છે. એલીસનું કહેવું છે કે, ઘણી વખત બુલીંગ જ તમારી સૌથી મોટી તાકાત બની જાય છે અને લોકો તમને પ્રેમ કરવા લાગે છે.

આ પણ વાંચો :ઉંદરે તેના ડૂબતા બચ્ચાનો આ રીતે બચાવ્યો જીવ, લોકોના દિલ જીતી રહ્યો છે વીડિયો

આ પણ વાંચો : પતિના મૃત્યુ બાદ પર હિંમત ના હારી ગુજરાતના આ દાદીએ, જુઓ શું છે કહાની….