naroda/ મોટાભાઈએ નાનાભાઈ પર હૂમલો કરીને ઘાયલ કર્યો

માથામાં બોથડ પદાર્થ અને હાથમાં ચાકૂ મારીને કર્યો ઘાયલ

Gujarat Ahmedabad
Beginners guide to 2024 05 12T210931.032 મોટાભાઈએ નાનાભાઈ પર હૂમલો કરીને ઘાયલ કર્યો

Ahmedabad News : નરોડામાં સંયુક્ત પરિવારમાં રહેતા નાનાભાઈએ મોટાભાઈ પાસે ઘરખર્ચના રૂપિયા માગ્યા હતા. મોટાભાઈએ નાનાભાઈને બોથડ પદાર્થ માથામાં મારી દીધો અને હાથમાં ચપ્પુ મારીને નાસી ગયો હતો. આ અંગે નાનાભાઈ તેના મોટાભાઈ વિરુદ્ધ નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

ફ્રાન્સીસ જાદવ નામનો 35 વર્ષનો યુવક નરોડા સુતરના કારખાના પાસે આવેલા ગણેશ એપાર્ટમેન્ટમાં તેના ત્રણ ભાઈઓ સાથે રહે છે. ગત 7 મેં ના રોજ પરિવારના તમામ લોકો રાત્રે જમવા બેઠા હતા, ત્યારે ફ્રાન્સીસે તેના મોટાભાઈ રેનીસન સાથે વાત કરીને કહ્યું કે, હવેથી ઘર ખર્ચના રૂપિયા તમારે પણ આપવા પડશે. આટલું સાંભળતાની સાથે જ રેનીસન ગુસ્સે થયો અને રસોડામાં જઈને બોથડ પદાર્થ વડે નાનાભાઈના માથામાં મારી દીધો અને ચપ્પાનો એક ઘા હાથમાં મારી દીધો હતો. આ સમયે બૂમાબૂમ થતાં આસપાસના લોકો આવી જતા રેનીસન નાસી છુટયો હતો. ત્યારબાદ ફ્રાન્સીસ જાદવે સારવાર લીધા બાદ નરોડા પોલીસ સ્ટેશનમાં મોટાભાઈ રેનીસન જોસેફભાઈ જાદવ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ઓરેવા ફરીથી સાણસામાંઃ ગુજરાત હાઇકોર્ટે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની નોટિસ ફટકારી

આ પણ વાંચો: અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન જ સાબરમતીને કરે છે ગંદી, પછી બીજાની ક્યાં વાત કરવી

આ પણ વાંચો: પાલનપુરમાં 17 લાખ રૂપિયાનું 2,700 કિલો બનાવટી ઘી પકડાયું

આ પણ વાંચો:રાજકોટમાં 13 વર્ષના બાળકનું ક્રિકેટ રમતા-રમતા મોત