નિવેદન/ ઈંગ્લેન્ડની ટીમ વિરાટ કોહલીની સેનાથી ડરી ગઈ હતી : ડેવિડ લોઈડે

ભૂતપૂર્વ ઈંગ્લેન્ડ ક્રિકેટર ડેવિડ લોઈડે કહ્યું કે ઈંગ્લેન્ડની ટીમ વિરાટ કોહલીની સેનાથી ડરી ગઈ હતી

Sports
નન ઈંગ્લેન્ડની ટીમ વિરાટ કોહલીની સેનાથી ડરી ગઈ હતી : ડેવિડ લોઈડે

ભારતીય ક્રિકેટ ટીમે ઈંગ્લેન્ડ સામેની પાંચ મેચની શ્રેણીમાં મજબૂત રમત બતાવી છે. લોર્ડ્સ ખાતે રમાયેલી બીજી મેચમાં મેચના અંતિમ દિવસે ટીમ ઈન્ડિયાએ ખૂબ આક્રમક રમત બતાવી અને 151 રનની મજબૂત જીત નોંધાવી. વિરાટ કોહલીની આગેવાની હેઠળની આ ટીમ ઇંગ્લેન્ડમાં  પ્રભુત્વપૂર્વક રમ્યા હતા. રમતમાં યોગ્ય રીતે જવાબ આપ્યો હતો. ભૂતપૂર્વ ઈંગ્લેન્ડ ક્રિકેટર ડેવિડ લોઈડે કહ્યું કે ઈંગ્લેન્ડની ટીમ વિરાટ કોહલીની સેનાથી ડરી ગઈ હતી.

22 ઈંગ્લેન્ડની ટીમ વિરાટ કોહલીની સેનાથી ડરી ગઈ હતી : ડેવિડ લોઈડે

ઈંગ્લેન્ડના એક અખબાર સાથે વાતચીત કરતા ડેવિડે પોતાની ટીમને ડરી ગયેલી ગણાવી હતી. તેમણે કહ્યું કે ભારતીય કેપ્ટન કોહલી અને કોચ શાસ્ત્રી જાણતા હતા કે તે આ ટીમ પર કેવી રીતે પ્રભુત્વ મેળવી શકાશે.  ડેવિડે કહ્યું, “આ ટેસ્ટ મેચમાં, તે ભારતથી સંપૂર્ણપણે ડરી ગયા હતા અને વિરાટ કોહલી દરેક પર પકડ જમાવી રહ્યા હતા. . તેમની સામે સ્તેટેન્ડ લેવુ મુશ્કેલ લાગતુ હતુ.  હવે ટીમે પીઠ કડક કરીને સખત લડવું પડશે.

તેમણે આગળ કહ્યું, “આખી ટીમને ખબર છે કે તેઓએ જે પણ કર્યું તે પૂરતું નહોતું. કોચ પણ કહેતા હશે કે તેમને આના કરતા વધુ સારા પ્રદર્શનની અપેક્ષા છે. વધુ સારી તકનીક સાથે ખેલાડીઓને પસંદ કરો અને પછી ભારતીય ટીમ સાથે લડો. વિરાટ કોહલી અને રવિ શાસ્ત્રી જાણતા હતા કે તેઓ ઇંગ્લેન્ડની ટીમ પર કેવી રીત પકડ મેળવી શકશે.  ઇંગ્લેન્ડની ટીમ ખૂબ જ સીધી અને સૌમ્ય હતી. તેમની પાસે એવા કોઇ નેતા નથી જે ટીમને કહી શકે કે, ભારતની ટીમને તેમના અંદાજમાં જ જવાબ આપો.